ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી ના બાકી રિફંડો ચૂકવવા જાહેરાત
તા. 08.04.2020: ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા આજરોજ પ્રેસ રિલીઝ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે ઇન્કમ ટેક્સ હેઠળ 5 લાખ સુધીના રિફંડ ત્વરિત ચૂકવવા માં આવશે. COVID-19 માં કરદાતાઓને રાહત આપવા આ જાહેરાત કરવામાં આવેલ છે. આ જાહેરાત થી અંદાજે 14 લાખ કરદાતાઓ ને ફાયદો થશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત જી.એસ.ટી. હેઠળ ના કરદાતાઓ ને પણ તેઓની અરજી પૈકી ના રિફંડ તુરંત ચૂકવી આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવેલ છે.
આ જાહેરાતો ખરેખર આવકારદાયક છે. પરંતુ જમીની સ્તરે આ અંગે પાલન કેવી રીતે કરાશે તે જોવાનું રહ્યું. લોકડાઉન દરમ્યાન ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ઓફિસો પણ બંધ છે. વર્ક ફ્રોમ હોમ કરવું કેટલું શક્ય બને છે તે પણ જોવાનું રહ્યું. એવું પણ શક્ય બને કે લોકડાઉન ખુલતા ની સાથે આ રિફંડ ચુકવવામાં આવે. એ બાબત પણ ચર્ચાનો વિષય બનશે કે જે રિફંડ સેન્ટરલ પ્રોસેસિંગ યુનિટ દ્વારા લોકલ ઓફિસર ને ટ્રાન્સફર કર્યા છે તેને કેવી રિતે પ્રોસેસ કરાશે. ભવ્ય પોપટ, એડિટર