ગુજરાત સ્ટેટ જી.એસ.ટી. પરિવાર દ્વારા મુખ્યમંત્રી કોરોના રાહત ફંડ માં 21 લાખનું દાન

Spread the love
Reading Time: < 1 minute

તા. 07.04.2020: COVID-19 ની આ મુશ્કેલ પરિસ્થિતિમાં અનેક સંસ્થાઓ, સામાજિક અગ્રણીઓ, બિઝનેસ હાઉસ દાન આપવા માટે આગળ આવી રહ્યા છે. આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. ગુજરાત સ્ટેટ જી.એસ.ટી. પરિવાર દ્વારા કોરોના સંકટ સમયે મુખ્યમંત્રી રાહત ફંડ માં 21 લાખ નું દાન આપવામાં આવ્યું છે. રાજ્ય જી.એસ.ટી. ના કર્મચારીઓ, જુનિયર ક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક દ્વારા 1000/- પ્રતિ કર્મચારી, ઈન્સ્પેકટર દ્વારા 1500/- પ્રતિ કર્મચારી, સ્ટેટ ટેક્સ ઓફિસર દ્વારા 2500/- રૂ પ્રતિ કર્મચારી, રૂ. 3500/- પ્રતિ સહાયક કમિશ્નર તથા નાયબ કમિશ્નર કે તેથી ઉપર ના કમિશ્નર દ્વારા 5000/- નો ફાળો આપવામાં આવ્યો છે. 21 લાખ નો ચેક મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ને અર્પણ કરવા શ્રી કેશરસિંહ સોલંકી, પ્રેસિડંટ- તથા શ્રી બી.એમ. દેસાઇ, સેક્રેટરી,  ક્લાસ 1 ઓફિસર એશોશીએશન, શ્રી શંકર દેસાઇ, સેક્રેટરી ગેઝેટેડ ઓફિસર એશો., શ્રી કલ્પેશ મહેરિયા પ્રેસીડ્ંટ, નોન ગેઝેટેડ યુનિયન તથા શ્રી હર્ષદ પટેલ, સેક્રેટરી, નોન ગેઝેટેડ યુનીયન હાજર રહ્યા હતા. સ્ટેટ જી.એસ.ટી. કર્મચારીઓના સંકટ સમયે મદદરૂપ થવાના આ પ્રયાસ ને ટેક્સ ટુડે બિરદાવે છે.  ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

 

error: Content is protected !!