ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત માં વધારો: હવે 31 ઓગસ્ટ 19 સુધી ભરી શકશે રિટર્ન
તા. 24.07.2019: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 31 જુલાઈ સુધી ભરવાના થતા રિટર્ન માટે ની મુદત વધારી 31 ઓગસ્ટ કરી આપવામાં આવેલ છે. ઇન્કમ ટેકસ રિટર્ન ની યુટીલિટી માં વારંવાર ફેરફાર કરવાના કારણે તથા આધાર પાન લિંકિંગ માં પડી રહેલી મુશ્કેલીઓના કારણે આ વધારો કરવામાં આવ્યા નું માનવામાં આવે છે. 23 જુલાઈ ના રોજ આ અંગે ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. આ વધારો સમયસર આપવા ના કારણે કરદાતા ઉપરાંત કર વ્યાવસાયિકો એ રાહત નો શ્વાસ ચોક્કસ લીધો છે. પરંતુ આધાર પાન લિંકિંગ ના કારણે હજુ તેઓ માટે આવનારી રાહ સહેલી તો નથીજ!! ટેક્સ ફ્રેટરનીતિ માટે હવે મુશ્કેલી એ પણ હશે કે ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. વાર્ષિક ની રિટર્ન ભરવાની છેલ્લી તારીખ હોવી એક થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે