ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતાઓ ને મળશે વધુ માહિતી.. ફોર્મ 26ASમાં કરવામાં આવ્યા મહત્વના બદલાવ
તા. 29.05.2020: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરદાતા એ કોઈ વર્ષ દરમ્યાન કેટલો ટેક્સ ભરેલ છે, કેટલો TDS થયેલ છે વગેરે જેવી માહિતી વાર્ષિક ધોરણે 26AS નામના ફોર્મમાંથી મળી રહેતી. આ ફોર્મ માં મહત્વના ફેરફારો સૂચવતું જાહેરનામું તા. 28 મે 2020 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા દ્વારા ફોર્મ 26 AS ના “ફોર્મેટ” માં સુધારો કરવામાં આવ્યો છે. આ ફોર્મ માં હવે વધુ માહિતીઓ કરદાતાને મળી રહેશે. આ ફોર્મમાં હવેથી નીચેની માહિતીઓ મેળવી શકાશે
- કરદાતા માં થયેલ TDS તથા TCS (ટેક્સ કપાત-ટેક્સ કલેક્શન) ની માહિતી.
- ઇન્કમ ટેક્સ હેઠળ નિયત કરાયેલ વ્યવહારોની માહિતી. આ વ્યવહારોમાં 10 લાખ થી વધુ રકમ ની સેવિંગ ખાતા માં રોકડ જમા અંગે ની માહિતી, 30 લાખ ઉપર સ્થાવર મિલકત ની નોંધણી ની માહિતી વી. નો સમાવેશ થાય છે.
- કરદાતાઓ એ પોતે ભરેલ ટેક્સ અંગે ની માહિતી. આ વિગત માં એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેંટ ટેક્સ વગેરે નો સમાવેશ થાય છે.
- કરદાતાના ચાલુ વર્ષ અથવા પાછલા વર્ષ માંની કોઈ ડિમાન્ડ કે રિફંડ અંગે ની માહિતી.
- કરદાતા ઉપર કોઈ કાર્યવાહી ચાલુ છે તે અંગે ની માહિતી.
- કરદાતા ના કિસ્સામાં તેમના ઉપર કોઈ કાર્યવાહી પુર્ણ થઈ હોય તેની વિગત.
આ વિગતો માહિતી જે માહિનામાં આ યોગ્ય અધિકારી ને મળી હોય તે મહિના અંત થી ત્રણ મહિનામાં વેબસાઇટ ઉપર અપલોડ કરી આપવાની રહેશે. આ સુધારો 01 જૂન 2020 થી લાગુ થશે. આ સુધારા થી કરદાતા પોતાના દ્વારા કરવામાં આવેલ વ્યવહારો અંગેની વિગતો જાણી શકશે અને આ અંગે ઇન્કમ ટેક્સ રિટર્ન માં જરૂરી જણાય તો ફેરફાર કરી શકશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.
આ અંગે નું જાહેરનામું વાંચકો ના રેફરન્સ માટે આપેલ છે: New Form 26AS – Notification 30 of 2020