ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતાઓ ને મળશે વધુ માહિતી.. ફોર્મ 26ASમાં કરવામાં આવ્યા મહત્વના બદલાવ

Spread the love
Reading Time: < 1 minute

તા. 29.05.2020: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરદાતા એ કોઈ વર્ષ દરમ્યાન કેટલો ટેક્સ ભરેલ છે, કેટલો TDS થયેલ છે વગેરે જેવી માહિતી વાર્ષિક ધોરણે 26AS નામના ફોર્મમાંથી મળી રહેતી. આ ફોર્મ માં મહત્વના ફેરફારો સૂચવતું જાહેરનામું તા. 28 મે 2020 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા દ્વારા ફોર્મ 26 AS ના “ફોર્મેટ” માં સુધારો કરવામાં આવ્યો છે. આ ફોર્મ માં હવે વધુ માહિતીઓ કરદાતાને મળી રહેશે. આ ફોર્મમાં હવેથી નીચેની માહિતીઓ મેળવી શકાશે

  1. કરદાતા માં થયેલ TDS તથા TCS (ટેક્સ કપાત-ટેક્સ કલેક્શન) ની માહિતી.
  2. ઇન્કમ ટેક્સ હેઠળ નિયત કરાયેલ વ્યવહારોની માહિતી. આ વ્યવહારોમાં 10 લાખ થી વધુ રકમ ની સેવિંગ ખાતા માં રોકડ જમા અંગે ની માહિતી, 30 લાખ ઉપર સ્થાવર મિલકત ની નોંધણી ની માહિતી વી. નો સમાવેશ થાય છે.
  3. કરદાતાઓ એ પોતે ભરેલ ટેક્સ અંગે ની માહિતી. આ વિગત માં એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેંટ ટેક્સ વગેરે નો સમાવેશ થાય છે.
  4. કરદાતાના ચાલુ વર્ષ અથવા પાછલા વર્ષ માંની કોઈ ડિમાન્ડ કે રિફંડ અંગે ની માહિતી.
  5. કરદાતા ઉપર કોઈ કાર્યવાહી ચાલુ છે તે અંગે ની માહિતી.
  6. કરદાતા ના કિસ્સામાં તેમના ઉપર કોઈ કાર્યવાહી પુર્ણ થઈ હોય તેની વિગત.

આ વિગતો માહિતી જે માહિનામાં આ યોગ્ય અધિકારી ને મળી હોય તે મહિના અંત થી ત્રણ મહિનામાં વેબસાઇટ ઉપર અપલોડ કરી આપવાની રહેશે. આ સુધારો 01 જૂન 2020 થી લાગુ થશે. આ સુધારા થી કરદાતા પોતાના દ્વારા કરવામાં આવેલ વ્યવહારો અંગેની વિગતો જાણી શકશે અને આ અંગે ઇન્કમ ટેક્સ રિટર્ન માં જરૂરી જણાય તો ફેરફાર કરી શકશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે. 

આ અંગે નું જાહેરનામું વાંચકો ના રેફરન્સ માટે આપેલ છે: New Form 26AS – Notification 30 of 2020

 

error: Content is protected !!