E-WAY BILL માં થયેલ ફેરફાર ની સરળ ભાષામાં સમજુતી

0
Spread the love
Reading Time: 2 minutes

-By Prashant Makwana, 

પ્રસ્તાવના :

તારીખ 20/05/2026 ના રોજ એડવાઈઝરી જાહેર થયેલ છે. જેમાં BILL TO SHIP TO ના વ્યવહાર માં E-WAY BILL જનરેટ કરવામાં ફેરફાર થયો છે અને એક નવી E-WAY BILL બંધ કરવાની સુવિધા સરુ થવા જય રહી છે તો આ આર્ટીકલ માં આપણે તેની સરળ ભાષામાં સમજુતી આપી છે.

  • BILL TO SHIP TO ના વ્યવહાર માં SHIP TO માં GSTIN ફરજીયાત
  • ધંધામાં ઘણા બધા વ્યવહારો એવા હોય છે કે જેમાં માલ ખરીદનાર વ્યક્તિ ની સુચના થી માલની ડીલીવરી માલ વેચનાર વ્યક્તિ એ કોઈ ત્રીજી વ્યક્તિ ને કરવાની હોય અથવા માલ ખરીદનાર વ્યક્તિ ની એક ઓફીસ અને એક ગોડાઉન એમ બે નોંધાયેલ સરનામાં હોય તેવા સંજોગો માં માલ ખરીદનાર વ્યક્તિ કહે કે માલની ડીલીવરી ગોડાઉન ના સરનામે કરવાની છે આવ પ્રકારના વ્યવહાર માં E-WAY BILL જનરેટ કરતી વખતે BILL TO SHIP TO નો વિકલ્પ પસંદ કરવાનો હોય છે. અત્યાર સુધી SHIP TO નું જે સરનામું હોય તે વ્યક્તિ નો GST નંબર લખવો ફરજીયાત ન હતો પરંતુ 01/08/2026 થી E-WAY BILL માં BILL TO SHIP TO ના વ્યવહારો હોય તેમાં SHIP TO નો GST નંબર લખવો ફરજીયાત છે.
  • જે વ્યવહારોમાં SHIP TO વાળી વ્યક્તિ અનરજિસસ્ટર હોય તો GST નંબર ની જગ્યા એ URP લખવું.
  • સ્વૈચ્છિક E-WAY BILL બંધ કરવાની સુવિધા
  • માલ ની ડીલીવરી પૂરી થય જાય પછી સ્વૈચ્છિક E-WAY BILL બંધ કરવાની સુવિધા પોર્ટલ પર શરુ થવા જય રહી છે
  • E-WAY BILL પોર્ટલ પર લોગીન થયા પછી E-WAY BILL CLOSURE નામનો ઓપ્સન આવશે જેનાથી સપ્લાયર, રીસીવર અથવા ટ્રાન્સપોર્ટર E-WAY BILL બંધ કરી શકશે.
  • નીચેના માંથી કોઈપણ વ્યક્તિ E-WAY BILL બંધ કરી શકશે.
  1. Supplier (માલ વેચનાર)
  2. Recipient (માલ ખરીદનાર)
  3. TRANSPORTER
  4. ડ્રાઈવર અથવા E-WAY BILL જનરેટ કરતી વખતે જેનો મોબાઈલ નંબર દાખલ કરેલ હોય તો તે ઓથોરાઈઝડ પર્શન
  • E-WAY BILL બંધ કેવી રીતે થશે?

    E-WAY BILL નંબર મુજબ બંધ થય શકશે.

              અથવા

    તારીખ મુજબ બંધ થય શકશે.

  • મોબાઈલ નંબર મુજબ E-WAY BILL બંધ કરવાની સુવિધા પણ E-Way Bill પોર્ટલ પર શરુ કરવામાં આવી છે
  • E-WAY BILL જનરેટ કરતી વખતે E-WAY BILL બંધ કરવા માટે અલગ મોબાઈલ નંબર એન્ટર કરી શકીશું જે ફક્ત E-WAY BILL બંધ કરવા પુરતો જ ઉપયોગ રહેશે.
  • જરૂરિયાત હોય તો VEHICLE UPDATE, CONSOLIDATED E-WAY BILL, અથવા E-WAY BILL ની વેલીડીટી વધારવાના સમયે પણ મોબાઈલ નંબર અપડેટ કરી શકાશે.
  • મોબાઈલ નંબર દ્વારા E-WAY BILL બંધ કરવું હોય તો પોર્ટલ પર લોગીન કર્યા વગર પણ થય શકશે.
  • માલની ડીલીવરી થય જાય તે જ દિવસે અથવા તેના પાછીના તરત જ બીજા દિવસે E-WAY BILL બંધ કરી શકાશે.

ઉપરોક્ત ફેરફાર 15/06/2026 થી E-Way Bill Portal પર અમલમાં થવાનો હતો જે હવે 01/08/2026 થી અમલમાં આવશે. વેપારી મિત્રો  પાસે હવે પુરતો સમય છે સોફ્ટવેર માં જરૂરી ફેરફાર કરવા માટે. જે વેપારી મિત્રો ને Bill to Ship to ના વ્યવહારો હોય તે વેપારી મિત્રો એ ખાસ તકેદારી રાખી ને સોફ્ટવેર માં જરુરી ફેરફાર વહેલી તકે કરાવી લેવો હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!