ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્યારે મળે?? ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે શું છે શરતો?
By Bhavya Popat, Advocate, Editor-Tax Today
આવો બનાવીએ “ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ” ને “ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ”…
“Every person is presumed to know laws of the land”. આનો અર્થ એ છે કે દરેક વ્યક્તિને જે દેશમાં પોતે છે તે દેશ ના કાયદા વિષે જ્ઞાન છે તેવું માની લેવામાં આવે છે. મિત્રો, 1 જુલાઇ 2017 થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદો અમલી બન્યો. ત્યારથી લઈ ને આજ સુધી આ કાયદા હેઠળ વિપુલ પ્રમાણમા જાહેરનામાઓ આવ્યા. ઘણા સર્ક્યુલર આવ્યા. કાયદા તથા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા. અવાર નવાર વાચકોના પ્રશ્ન હતા કે આ કાયદામાં જે કોઈ ફેરફાર આવે છે તે અંગ્રેજીમાંજ આવે છે. અંગ્રેજી ના જાણતા વ્યક્તિ માટે આ કાયદો જાણવો તેનું અર્થઘટન કરવું ખૂબ મુશ્કેલ છે. સરકારે જ્યારે આ કાયદો લાગુ કર્યો ત્યારે જાહેરાત કરેલી કે આ કાયદો તથા તેના નિયમો જે તે રાજ્યો ની માતૃભાષામાં પણ બહાર પાડશે. પણ કોઈક કારણોસર આ કામ હજુ થઈ શક્યું નથી.
ટેક્સ ટુડે આ કૉલમ દ્વારા પ્રયાસ કરી રહ્યું છે કે જી.એસ.ટી. કાયદા ની મહત્વ ની જોગવાઇઓ ને વાંચકો સુધી ગુજરાતીમાં સરળ ભાષામાં પહોચડવામાં આવે. આ કાયદા ની વિવિધ નિયમોની જાણકારી સરળ ભાષામાં નિરંતર આપવા પ્રયાસ કરવામાં આવશે. આજે આ શ્રુંખલા નો પ્રથમ લેખ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.
ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્યારે મળે?? ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે શું છે શરતો?
(જી.એસ.ટી. કલમ 16 અને નિયમ 36 તથા 37)
જી.એસ.ટી. કાયદા હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા કલમ 16 તથા નિયમ 36 અને 37 ના નિયમો જાણવા ખૂબ જરૂરી છે.
કોઈ પણ કરદાતાને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા નીચેના નિયમો નું પાલન કરવાનું રહે છે.
- કરદાતાએ પોતાના ધંધા માટે ઉપયોગ કરવામાં આવતા માલ તેમજ સેવા ના ઇનવર્ડ સપ્લાય (ખરીદી) ની ક્રેડિટ લઈ શકે છે. આમ, ધંધામાં ઉપયોગ કરવામાં ના આવે તેવા માલ કે સેવાની ક્રેડિટ તેઓ લઈ શકતા નથી.
- આ ખરીદીની ક્રેડિટ લેવા નીચેની તમામ શરતો કરદાતાએ પુર્ણ કરવાની રહેશે.
- કરદાતા પાસે જે તે ખરીદી નું બિલ હોવું જોઈએ,
- કરદાતાએ એ માલ કે સેવા ખરેખર મેળવી હોવી જોઈએ.
- માત્ર બિલિંગ દ્વારા ખરીદી દર્શાવેલ હોય તેવું સાબિત થાય તો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર રહે નહીં.
- ખરીદનાર માલ ના કિસ્સામાં માલની હેરફેર ના પુરાવા (ટ્રાન્સપોર્ટ બિલ્ટ્રી, ઇ વે બિલ વી.) બિલ સાથે જાળવે તે જરૂરી છે.
- ઉદાહરણ તરીકે, કોઈ વેપારી બોગસ બિલિંગ કૌભાંડ માં પકડાય છે. આ સમયે તેની પાસેથી તમામ ખરીદનાર દ્વારા કરવામાં આવેલ ખરીદી ઉપર પ્રશ્નાર્થ ઊભો થતો હોય છે. આ સમયે જો ખરીદનાર પાસે માલ હેરફેર ના પુરાવા હોય તો તે આ ખરીદી ની ક્રેડિટ લેવા ખૂબ ઉપયોગી થતાં હોય છે. આ કિસ્સામાં જો માલ હેરફેરના પુરાવા ના હોય તો આ ક્રેડિટ અધિકારી દ્વારા માન્ય રાખવામા આવતી નથી હોતી અને ખરીદનારે આ અંગે મોટી કાયદાકિયા લડત માટે તૈયાર રહેવું પડતું હોય છે.
- કરદાતા એ જે માલ કે સેવા ખરીદી કરેલ છે તેનો ટેક્સ વેચનાર દ્વારા સરકારમાં ભરવાં માં આવ્યો હોવો જોઈએ.
- આ જોગવાઈ અંગે ઘણા વેપારીઓ જાણકારી ધરાવતા હોતા નથી. કોઈ પણ વેપારીએ વેચનાર પાસેથી તેને ટેક્સ આપી ખરીદી કરેલ હોય, પણ જો વેચનાર આ ટેક્સ સરકાર ને જમા ના કરાવે તો ખરીદનાર વેપારીને પોતાની ખરીદી ની ક્રેડિટ મળી શકે નહીં.
- આ નિયમ ના કારણે ઘણી મુશ્કેલી પડી શકે તેમ હોય. માટે, ઘણીવાર ખરીદનાર વેપારી, જ્યારે વેચનાર વેપારીથી પરિચિત ના હોય ત્યારે, ટેક્સ ની રકમ તેને ચૂકવતા પહેલા આ ટેક્સ તેઓએ ભરેલ છે તેના પુરાવા લઈ તેને ચુકવણી કરતો હોય છે.
- વેચનાર વેપારી આ ટેક્સ ની રકમ રોકડ (રોકડ એટ્લે રોકડ અને બેંકિંગ પદ્ધતિ બેમાંથી કોઈ પણ રીતે) દ્વારા અથવા પોતાની ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ દ્વારા ભરી શકે છે.
- ઉદાહરણ તરીકે, “ઉના ટ્રેડર્સ” દ્વારા “જુનાગઢ એન્ટરપ્રાઇઝ” પાસેથી 100000 રૂ ના માલ ની ખરીદી કરેલ છે. આ રકમ ઉપર થતો જી.એસ.ટી. રૂ. 5000 ઉના ટ્રેડર્સ વેચનાર ને આપેલ છે. આર્થિક મંદીના કારણે વેચનાર આ ટેક્સ સરકારમાં જમા કરવી શકતા નથી. આવા કિસ્સામાં ઉના ટ્રેડર્સની ક્રેડિટ અમાન્ય થશે અને આ ટેક્સ ની રકમ તેણે સરકાર ને વ્યાજ સાથે ભરવી પડશે.
- ક્રેડિટ લેનાર દ્વારા રિટર્ન ભરેલ હોવું જોઈએ.
- ખરીદનારે બિલ બન્યા ના 180 દિવસમાં વેચનાર ને માલ તથા સેવા અંગે ની ટેક્સ ની રકમ સાથેની ચુકવણી કરી આપવી જરૂરી છે. જો આ ચુકવણી 180 દિવસ માં ના કરવામાં આવે તો જી.એસ.ટી. ની ક્રેડિટ તેને મળી શકે નહીં.
- આ જોગવાઈ જી.એસ.ટી. કાયદા માં લાવવામાં નો હેતુ બોગસ બિલિંગ ની પ્રવૃતિઓ નાથવાનો છે.
- ઉદાહરણ તરીકે “ઉના ટ્રેડર્સ” દ્વારા “જુનાગઢ એનતેરપ્રાઇઝ” પાસેથી ખરીદી કરવામાં આવેલ હોય અને બિલ 01.04.2019 ના રોજ બનાવવામાં આવ્યું હોય, પરંતુ આ બિલ ની ચુકવણી 30 સપ્ટેમ્બર 2019 સુધીમાં “ઉના ટ્રેડર્સ” દ્વારા કરવામાં આવેલ ના હોય તો આવી ખરીદી ની ક્રેડિટ “ઉના ટ્રેડર્સ” ને મળે નહીં.
- જ્યારે “ઉના ટ્રેડર્સ” આ અંગે ચુકવણી કરશે ત્યારે ફરી તેમણે આ ક્રેડિટ ક્લેમ કરવાની રહેશે.
- પણ ખરીદી સમયે જે ક્રેડિટ તેમણે લઈ લીધી છે તે ક્રેડિટ તેણે અમાન્ય કરી વ્યાજ સાથે આ રકમ ભરી દેવાની રહેશે.
- આમ, દરેક વેપારી આ ચુકવણી બાબતે ખાસ ધ્યાન આપે તે ખૂબ જરૂરી છે. ઘણા એવા ધંધા હોય છે તેમાં ચુકવણી ખૂબ મોડી કરવામાં આવતી હોય છે. તેવા કિસ્સાઓમાં આ ક્રેડિટ અમાન્ય થવાની સંભાવનાઓ રહેલી હોય છે.
- મૂડી મિલ્કત (મશીનરી જેવી) ની ખરીદી કરવામાં આવે અને તેના ઉપર ચૂકવેલ ટેક્સ ની રકમ ઉપર પણ જો ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઘસારો માંગવામાં આવ્યો હોય તો આ ટેક્સ ની ક્રેડિટ કરદાતા લઈ શકશે નહીં.
- કોઈ પણ કરદાતાએ જે તે વર્ષ ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મોડામાં મોડી જે તે વર્ષ પછીના વર્ષના સપ્ટેમ્બર મહિનાના રિટર્ન ની નિયત તારીખ સુધી લઈ લેવાની રહેશે.
- ઉદાહરણ તરીકે, 2019-20 ની ક્રેડિટ ખરીદનાર વેપારી દ્વારા મોડમાં મોડી પોતાના સપ્ટેમ્બર-20 મહિનાના રિટર્ન ની નિયત તારીખ (22 ઓક્ટોબર) સુધીમાં લઈ લેવાની રહે છે.
- જો ખરીદનાર આ સમય સુધીમાં પોતાની ખરીદી ની ક્રેડિટ ક્લેમ ના કરે તો તેની ક્રેડિટ જતી રહે છે તે બાબત ખાસ દરેક વેપારીઓ એ નોંધવી જરૂરી છે.
- જો આ સપ્ટેમ્બર મહિનાના રિટર્ન પહેલા તેમણે પોતાનું વાર્ષિક રિટર્ન ભરી આપ્યું હોય તો આ ક્રેડિટ વાર્ષિક રિટર્ન ભરતા પહેલા માંગી લેવી ફરજિયાત છે. જો કોઈ વર્ષનું વાર્ષિક રિટર્ન ભરી આપવામાં આવે તો ત્યારબાદ તે વર્ષની કોઈ વધારાની ક્રેડિટ માંગી શકાય નહીં.
ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે કરદાતાઑ એ નીચેના દસ્તાવેજી પુરાવાઓ હોવા જોઈએ:
- ટેક્સ ઇંવોઇસ
- રિવર્સ ચાર્જ ભર્યાના કિસ્સામાં “સેલ્ફ ઇનવોઇસ” તથા/અથવા “પેમેન્ટ વાઉચર” તથા ટેક્સ ચુકવણી નો પુરાવો
- ડેબિટ નોટ ના કિસ્સામાં ડેબિટ નોટ
- ઇમ્પોર્ટ ના કિસ્સામાં બિલ ઓફ એન્ટ્રી
વેચનારે પોતાના વેચાણમાં દર્શાવેલ તથા GSTR 2A માં દર્શાવતી હોય તેવી ક્રેડિટ જ થશે મળવા પાત્ર??
આ બાબતે જી.એસ.ટી. નિયમોમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. વેચનાર વેપારીએ પોતાના GSTR 1 માં જેટલું વેચાણ દર્શાવ્યું છે તેનાથી 10% (31.12.2019 સુધી 20%) વધુ ક્રેડિટજ ખરીદનાર વેપારી માંગી શકશે.
ઉદાહરણ તરીકે ખરીદનાર વ્યક્તિ એ માર્ચ 2020 ના માહિનામાં તેની ખરીદીઓ ઉપરથી 10000/- ની ક્રેડિટ મળવા પાત્ર છે. પરંતુ તેમના વેચનારો દ્વારા જે વેચાણ નું રિટર્ન (GSTR 1) ફાઇલ કરાયું છે તેમાં માત્ર 5000/- ની ક્રેડિટજ દર્શાવે છે. તો આ કિસ્સામાં નિયમ મુજબ ખરીદનાર વધુમાં વધુ 5500/- ની ક્રેડિટ માર્ચ ના રિટર્ન માં માંગી શકે છે.
વ્યાવહારિક રીતે આ કરવું ખૂબ મુશ્કેલ છે. 10% વધુ ક્રેડિટ લઈ તેને ભવિષ્ય ના રિટર્નમાં એડજસ્ટ કરવું એ ખૂબ મુશ્કેલ બાબત છે. મારા અંગત મતે ખરીદનાર દ્વારા નીચેમાં થી કોઈ એક વિકલ્પ પસંદ કરવો વ્યાવહારિક છે:
- માત્ર જેટલા બિલ દર્શાવતા હોય તેટલી ક્રેડિટ માંગવામાં આવે.
- જેટલી ક્રેડિટ તેમના ચોપડા મુજબ તથા ખરીદ બિલો મુજબ મળવા પાત્ર છે તે તમામ ની ક્રેડિટ માંગી લેવામાં આવે.
ઉપર મુજબની સ્થિતિમાં નીચેના ભય સ્થાનો છે:
- મુજબ જો ક્રેડિટ માંગવામાં આવે તો ખરીદનાર ને આર્થિક નુકસાન થાય છે.
- વિકલ્પ પસંદ કરવામાં આવે તો ખરીદનાર ને ભવિષ્યમાં વધુ મંગેલ ક્રેડિટ મતે વ્યાજ ની જવાબદારી ઊભી થઈ શકે છે.
આ જોગવાઈ નો અભ્યાસ કરી જો ક્રેડિટ આપને મળવા પાત્ર હોય તો સમયસર મેળવી લેવી જોઈએ અને જો ક્રેડિટ રિવર્સ કરવા પાત્ર હોય તો તેને સમયસર રિવર્સ કરી આપવી જોઈએ. ક્રેડિટ ક્લેમ કરવામાં સમય જતો રહે તો ખૂબ મોટું નુકસાન વેપારી ને જતું હોય છે. ઘણી વાર એવું ધ્યાને આવતું હોય છે કે વેપારી કે એકાઉન્ટન્ટ ને આ નિયમ ની ખબર હોતી નથી. જ્યારે તે તેમના CA, એડવોકેટ કે ટેક્સ કન્સલ્ટન્ટ પાસે આ ક્રેડિટ લેવા માટે ચર્ચા કરવા પહોચે છે ત્યાં સુધીમાં ક્રેડિટ લેવાનો નિયત સમય જતો રહ્યો હોય છે. આમ, નાની શરતચૂક વેપારી માટે ગંભીર પરિણામ લઈ ને આવતું હોય છે. આ પ્રકારના મહત્વ ના નિયમો સૌ વેપારી તથા એકાઉન્ટન્ટ જાણે તે માટે આવા લેખો લખવામાં આવે છે.
(ડિસ્ક્લેમર: આ લેખ લખવામાં પૂરતી તકેદારી રાખવા લેખેકે પ્રયાસ કરેલ છે. આમ છતાં માત્ર આ લેખ ઉપર આધાર રાખી કોઈ કાર્ય કરવામાં ના આવે કે ના કરવામાં આવે તે જરૂરી છે. આ લેખ ઉપરથી આપના C.A., ટેક્સ એડવોકેટ કે ટેક્સ કન્સલ્ટન્ટ પાસે યોગ્ય સલાહ લેવી જરૂરી છે. લેખક કે ટેક્સ ટુડે કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારે જવાબદાર ઠરશે નહીં.)
We have all input credit. In our 3(b) and not rule follow 36(4) in future department has in our difference amount pe only intrest charge d or penalty charge penalty has imposed only intrest
If the Tax Payer is possessing the invoice and the credit is otherwise a valid credit, only due to the breach of Rule 36(4) in my opinion only interest can be levied and not the penalty.
My dealer engaged in the business of mfg. Of namkee, frimes. For the use of fuel they purchase coal, seller charge hier and cess, my question my dealer claimed credit of igst and cess.
Yes In My View he can claim.
we are selling Nil Rated and taxable good. can claim ITC on AC Or other Machinery Purchase if yes than How ?
You can claim the proportionate credit to the proportion of Taxable Goods is used for business. Pls see rule 43 of GST Rules
and another question is that
My client Sale Petrol – Diesel (Non GST Good) also sale Oil (GST Goods) how to Claim ITC On Purchase of taxable goods ???
For Non GST Goods, the credit is not available. You need to reverse credit.