ગીર સોમનાથ ટેક્સ બાર એશો. તથા ટેક્સ ટુડે ના સાયુક્ત ઉપક્રમે સાસણ ખાતે 2 દિવસીય ગ્રૂપ ડિશકશન નું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

ઉના: તા: 04.12.2018: ગીર સોમનાથ ટેક્સ બાર એશો. તથા ટેક્સ ટુડે ના સાયુક્ત ઉપક્રમે સાસણ (માલન્કા) ની હિલ સાઈડ હોલિડે રિસોર્ટ ખાતે 2 દિવસીય ગ્રૂપ ડિશકશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં વેરાવળ, જુનાગઢ, જેતપુર , પોરબંદર, રાજકોટ, સુરત, વડોદરા, અમરેલી, વલસાડ, ઉના  વગેરે શહેરો માં થી 40 જેટલા ટેક્સ એડ્વોકેટ, CA તથા ટેક્સ પ્રેકટીશ્નરો એ ભાગ લીધો હતો. જુનાગઢ ના વરિષ્ઠ ટેક્સ કન્સલ્ટન્ટ શ્રી સમીર જાની દ્વારા ડેલિગેટ્સ ને ઇન્કમ ટેક્સ ના વિવિધ પ્રશ્નો ઉપર માર્ગદર્શન આપ્યું હતું.  આ ઉપરાંત વડોદરા ના જાણીતા CA અભય દેસાઇ દ્વારા ખાસ ઉપસ્થિત રહી સેમિનાર માં વાર્ષિક રિટર્ન અંગે ડેલિગેટ્સ ને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે રાજકોટ ના જાણીતા એડ્વોકેટ ગિરીશ મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  આ ગ્રૂપ ડિશકશન માં GST ઉપર ના પ્રશ્નો ઉપર ગાઈડ તરીકે CA મોનીષ શાહ એ માર્ગદર્શન પુરું પડ્યું હતું. આ ડિશકશન ને સફળ બનાવવા જુનાગઢ ના યુવાન ટેક્સ એડ્વોકેટ અને ટેક્સ ટુડે રિપોર્ટર પ્રતિક મિશ્રણી એ ખાસ જહેમત ઉઠાવી હતી. આ તકે ટેક્સ ટુડે દ્વારા તમા ડેલીગેટ્સ નો સેમિનાર માં સહભાગી બનવા બદલ આભાર માનવમાં આવ્યો હતો. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

 

error: Content is protected !!