ભારત દેશના પ્રથમ રાષ્ટપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ના જન્મ દિવસ નો એડવોકેટ ડે તરીકે ઉજવાય છે: એક રિપોર્ટ

Spread the love
Reading Time: < 1 minute

તા: 03/12/2018: 03 ડિસેમ્બર નો દિવસ ભારત માં એડવોકેટ ડે તરીકે ઉજવાય છે. ભારત ના પ્રથમ રાષ્ટ્ર્પતી ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ તા. 03/12/1984ના રોજ બિહાર રાજ્યના ઝેરડૈ ગામમાં થયો હતો. ડૉ. રાજેન્દ્ર પ્રસાદના પિતા મહાદેવ સહાય પરશીયન અને સંસ્કૃત ભાષાના જાણકાર હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદના માતા કમ્લેક્ષ્વરી દેવી ધાર્મિક વિચારો ના વાડા હતા. તે ઓ રાજેન્દ્ર પ્રસાદને રામાયણની કથાઓ સંભળાવતા હતા . રાજેન્દ્ર પ્રસાદ પાંચ વર્ષની ઉમરે ઍક મોલવી પાસે પર્શિયન ભાષ શીખવા જતાં હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પોતાનું પ્રાથમિક શિક્ષણ છાપરા જિલ્લા શાળામાં મેડવ્યું. ત્યાર બાદ થોડો સમય તેઓ પાટણની  આર.કે.ઘોષ  અકાદમીમાં અભ્યાસ કરવા ગયેલા અને પછી પાછા શિક્ષણ માટે છાપરા જિલ્લા ની શાળામાં પરત આવ્યા. તેમણે 18 વર્ષની ઉમરે કલકતા યુનિવર્સિટિની પ્રવેશ પરીક્ષા આપી 1902માં “પ્રેસિડેંટ કોલેજ”માં પ્રાવેશ મેળવ્યો. 1915માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્તાનક પદવી , સુવર્ણ ચંદ્રક સાથે મેળવી. ત્યાર બાદ તેમણે કાયદાશાસ્ત્રમાં પી.એચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. તેઓએ બિહારના ભાગલપુર માં વકીલાત કરેલ અને ત્યાં તેઓ બહુ ખ્યાતનામ વ્યક્તિ ગણાતા.

 

વકીલાત શરૂ કર્યાના થોડા સમયમાં તેઓ આજાદીની ચળવળમાં જોડાયા.મહાત્મા ગાંધીજીના આદેશથી તેઓ ચંપારણ સત્યાગ્રહમાં જોડાયા.તેઓએ ગાંધીજીના પશ્ચિમી  શિક્ષણ નાં બહિસ્કારની ચળવળમાં જોડાયા અને તેમના પુત્રને યુનિવર્સિટિમાંથી  ઉઠાવી અને “બિહાર વિધાયપીઠ”માં દાખલ કરાવ્યા, જયાં ભારતીય સંસ્કૃતિ મુજબનું શિક્ષણ આપતું હતું. 1914 ના બિહાર અને બાંગાળના “હોનારત” પૂરના અસરગ્રસ્તોને મદદનીશ તરીકે મોટો ફાળો આપેલ.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટપતિનું પદ સંભાળ્યું. બાર વર્ષ પછી 1962 માં તેઓએ રાષ્ટપતિ પદથી નિવૃતિ લીધું.

28 ફેબ્રુઆરી 1963ના રોજ ડૉ. રાજેન્દ્રનું અવસાન થયું.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટપતિ હતા. તેઓ સ્વતંત્ર સેનાની તથા કોંગ્રેસ પક્ષના નેતા હતા. તેઓએ ભારતના સ્વાતત્રતા સંગ્રામમાં મોટો ફાળો આપેલ છે. તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે પણ સેવાઑ આપેલ હતી.

 રવી સખનપરા અને ઇમરાન ચોરવાડા ટૅક્સ ટૂડે રિપોટર

error: Content is protected !!