જી.એસ.ટી. લેઇટ ફી શું કરવામાં આવશે માફ?? 14 જૂન ના રોજ જી.એસ.ટી. કાઉન્સીલ મિટિંગમાં થશે વિચારણા
તા. 01.06.2020: જી.એસ.ટી. કાઉન્સીલની આગામી બેઠક 14 જૂન ના રોજ મળવાની છે. આ મિટિંગમાં અન્ય મુદ્દાઓ સાથે સૌથી મહત્વનો મુદ્દો એ રહેશે કે જી.એસ.ટી. હેઠળ રિટર્ન મોડા ભરવાથી લાદવામાં આવતી લેઇટ ફી અંગે કોઈ છૂટછાટ આપવામાં આવી શકે કે કેમ. આ લેઇટ ફી દૂર કરવા અનેક રજૂઆતો કેન્દ્ર સરકારને કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારે પ્રેસ વિજ્ઞપ્તિ માં જણાવેલ છે કે લેઇટ ફી અંગે નો નિર્ણય એકલી કેન્દ્ર સરકાર લઈ શકે નહીં. આ અંગે જી.એસ.ટી. કાઉન્સીલ માં રાજ્યો સાથે ચર્ચા કરવી જરૂરી છે. આ માટે આ મુદાને કાઉન્સીલ ની હવે પછીની મિટિંગ માં લેવામાં આવેલ છે. આ પ્રેસ વિજ્ઞપ્તિ માં એ પાનાં જણાવવામાં આવેલ છે કે આ લેઇટ ફી નો હેતુ કરદાતા પોતાનો કર તથા રિટર્ન નિયમિત ભારે તે સુનિશ્ચિત કરવાનો છે. COVID-19 ની આ મુશ્કેલ પરિસ્થિતિમાં કરદાતાઓ ને ચોક્કસ આ રાહત આપવામાં આવશે તેવી આશા સૌ સેવી રહ્યા છે. આ ઉપરાંત લિક્વિડિટી અંગે અનેક લાભો જાહેર કરવામાં આવ્યા છે તો ચોક્કસ જૂની ભરેલ લેઇટ ફી પાછી આપવામાં આવશે તેવી જાહેરાતની પણ સંભાવના સેવાઇ રહી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.