જી.એસ.ટી. A A R (ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલિંગ.) વિથ ટેક્સ ટુડે
જી.એસ.ટી. કાયદાની કલમ 97 હેઠળ કરદાતા એડવાન્સ રૂલિંગ માટે અરજી કરી શકે છે. જી.એસ.ટી. કાયદા હેઠળ નીચેની બાબતો માટે એડવાન્સ રૂલિંગ કરી શકાય છે.
- માલ કે સેવાઓમા વર્ગીકરણ બાબતે,
- કોઈ નોટિફિકેશન કરદાતાને લાગુ પડે કે નહીં તે બાબતે
- કોઈ માલ કે સેવાની કરપાત્રતાનો સમય તથા કિમત નક્કી કરવા બાબતે
- કોઈ વ્યવહારમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે કે નહીં તે બાબતે
- કોઈ વ્યવહાર કરપાત્ર બને કે નહીં તે બાબતે
- કોઈ વ્યક્તિ નોંધણી માટે જવાબદાર બને કે ના બને તે બાબતે
- કોઈ વ્યવહાર સપ્લાય ગણાશે કે નહીં તે બાબતે.
આ કોલમમાં જી.એસ.ટી. કાયદા હેઠળ આપવામાં આવતા મહત્વના AAR તથા AAAR ના ચૂકદાઑ સરળ ભાષામાં વાંચકો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કૉલમ નિરંતર પ્રસિદ્ધ થયા કરશે. આજે વાંચો આ કૉલમ નો પ્રથમ AAR.
- અટિકા ગોલ્ડ પ્રા. લી, ઓથોરીટી ફોર એડવાન્સ રૂલિંગ-કર્ણાટકા (KAR ADRG 15/2020 તા. 23.03.2020)
- AAR અરજી કરનાર કરદાતા સોની હતા.
- તેઓ સોનાના વેપાર કરવા સાથે જૂના સોના ની ખરીદી પણ કરતાં હતા.
- તેઓ નો પ્રશ્ન હતો કે જૂના સોના ની ખરીદી બાબતે શું જી.એસ.ટી. નિયમોના નિયમ 32(5) નો લાભ તેમને મળે? ટૂંકમાં, તેઓને માર્જિન સ્કીમ નો લાભ મળે?
- તેઓ એ જણાવ્યુ હતું કે તેઓ જૂના સોના ની ખરીદી કરી તેમાં કોઈ પણ જાત નો ફેરફાર કર્યા વગર એ સોના નું વેચાણ કરતાં હતા.
- તેઓએ એ પણ જણાવ્યુ હતું કે તેઓ ખરીદી બાબતે કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેતા નથી.
- કર્ણાટકા AAR દ્વારા આદેશ આપી જણાવાયું કે અરજકર્તા પોતે ખરીદેલ સોનામાં કોઈ ફેરફાર કર્તા નથી. તેઓ કોઈ ક્રેડિટ પણ ક્લેમ કર્તા નથી. 32(5) હેઠળ માર્જિન સ્કીમ અંગેના તમામ નિયમો નું પાલન થતું હોય આ નિયમ કરદાતાને લાગુ પડે.
સંપાદક નોંધ: આ કેસમાં અરજદારે જણાવ્યુ હતું કે તેઓ જૂનું સોનું ખરીદી કોઈ પણ ફેરફાર કર્યા વગર તેનું વેચાણ કરે છે. આ કારણે AAR માં તેઓને માર્જિન સ્કીમ નો લાભ મળે તેમ ઠરાવેલ છે. પણ જમીની સ્તરે મોટાભાગ ના સોની પોતે ખરીદેલ જૂના સોનાનું રૂપાંતર તેને ઓગાળી નવા ઘરેણામાં કર્તા હોય છે. આ કિસ્સાઓને આ એડવાન્સ રૂલિંગ લાગુ ના પડે તેવો મારો મત છે.
ખાસ નોંધ: તમામ વાંચકોએ એ બાબત જાણવી જરૂરી છે કે AAR નો આદેશ જે તે અરજકર્તા તથા તેના પ્રોપર ઓફિસર ઉપરજ બાધ્ય ગણાય. તમામ કરદાતાઓ ને આનો સીધો લાભ મળે નહીં. પરંતુ ટેક્સ પ્લાનિંગ કરવાં માટે આ AAR ના ચૂકડાઓ ખૂબ મહત્વના રહેતા હોય છે.
-આ AAR તથા AAAR અંગેના લેખ નું સંકલન CA મોનીષ શાહ, Adv. લલિત ગણાત્રા, CA દિવ્યેશ સોઢા તથા Adv. ભવ્ય પોપટ દ્વારા કરવામાં આવેલ છે. આ AAR અંગે આ અમારો અભિપ્રાય માત્ર છે.