જી.એસ.ટી. A A R (ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલિંગ.) વિથ ટેક્સ ટુડે: પ્યોરીફાઇડ વોટર

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. કાયદાની કલમ 97 હેઠળ કરદાતા એડવાન્સ રૂલિંગ માટે અરજી કરી શકે છે. જી.એસ.ટી. કાયદા હેઠળ નીચેની બાબતો માટે એડવાન્સ રૂલિંગ કરી શકાય છે.

  • માલ કે સેવાઓમા વર્ગીકરણ બાબતે,
  • કોઈ નોટિફિકેશન કરદાતાને લાગુ પડે કે નહીં તે બાબતે
  • કોઈ માલ કે સેવાની કરપાત્રતાનો સમય તથા કિમત નક્કી કરવા બાબતે
  • કોઈ વ્યવહારમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે કે નહીં તે બાબતે
  • કોઈ વ્યવહાર કરપાત્ર બને કે નહીં તે બાબતે
  • કોઈ વ્યક્તિ નોંધણી માટે જવાબદાર બને કે ના બને તે બાબતે
  • કોઈ વ્યવહાર સપ્લાય ગણાશે કે નહીં તે બાબતે.

આ કોલમમાં જી.એસ.ટી. કાયદા હેઠળ આપવામાં આવતા મહત્વના AAR તથા AAAR ના ચૂકદાઑ સરળ ભાષામાં વાંચકો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કૉલમ નિરંતર પ્રસિદ્ધ થયા કરશે.

AAR 3: પ્યોરિફાઇડ વોટર સપ્લાય (પાણી શુદ્ધ કરી સપ્લાય ના વેરા ના દર બાબતે)

અરજકર્તા: વોટર હેલ્થ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, AAR No. KAR ADRG 12/2020

ઓર્ડર તારીખ: 18.03.2020,

પ્રશ્ન: શું અરજદાર દ્વારા સીલ વગરના કેનમાં સપ્લાય કરવામાં આવતું શુદ્ધ કરેલ પાણી જી.એસ.ટી. કાયદા હેઠળ કરમુક્ત બને?

અરજદાર ના વ્યવહાર ની વિગતો: 

  • અરજદાર કંપની કાયદા હેઠળ નોંધાયેલ કંપની છે.
  • તેઓ USA ની એક કંપની ની સબસિડીયરી કંપની છે.
  • તેઓ દ્વારા સીલ વગર ના કેનમાં ગ્રાહકોને શુદ્ધ કરેલ પાણી પૂરું પાડવામાં આવે છે.
  • ગ્રાહકો પોતાના કેન પણ આપી શકે છે અને અરજદાર એમાં પણ પાણી પહોચાડી આપે છે.
  • અરજદાર 20 લિટર ના કેન દ્વારા અને પાઇપલાઇન દ્વારા આ શુદ્ધ પાણી પૂરું પાડે છે.
  • અરજદાર સ્થાનિક નગર પાલિકા સાથે કરાર કરી લોકો ને શુદ્ધ પાણી પૂરૂ પાડવાની સેવા પણ આપે છે. આ સેવા આર્થિક રીતે નબળા લોકો ને આપવામાં આવે છે.
  • આ માટે અરજદાર સ્થાનીય તળાવ વગેરેમાં થી પાણી મેળવી તેને શુદ્ધ કરે છે.

AAR નું તારણ:

  • અરજદાર દ્વારા પોતે જી.એસ.ટી. નોટિફિકેશન રેઇત 2/2017, તા. 28 જૂન 2017 ની એન્ટ્રી 99 માં પોતે પડે તેવી દલીલ કરે છે.
  • આ એન્ટ્રી નીચે મુજબ છે:

Water (Other than aerated, mineral, purified, distilled, medicinal, ionic, battery, de-mineralised and water served in sealed containers) is exempt from G.S.T.

  • CBIC એ સર્ક્યુલર 52/26/2018 તા. 08 ઓગસ્ટ 2018 થી ક્લેરિફિકેશન આપેલ છે કે પાણી કે જે ઉપરોક્ત એન્ટ્રીમાં જણાવેલ એરીટેડ, મિનરલ, પ્યોરીફાઇડ વગેરે નથી અને જો જાહેર હેતુઓ માટે સીલ કરેલ કન્ટેનર સિવાય પૂરું પાડવામાં આવતું હોય તે કરમુક્ત રહે.
  • આ એન્ટ્રીમાં “and” એ વાક્યમાં સંયુક્ત રીતે વાંચવાનો રહે અને and water served in sealed containers એ મિનિરલ, પ્યોરીફાઇડ વગેરે ની જેમ એક અલગ શર્ત ગણવાની રહે.
  • અરજદાર આ કિસ્સામાં ઉપર જણાવેલ અપવાદ માં પડતી “પ્યોરીફીકેશન” ની પ્રવૃતિ કરતાં હોય, તેઓ દ્વારા સપ્લાય કરવામાં આવતું પાણી સદરહુ નોટિફિકેશન ની એન્ટ્રી 99 માં પડે નહીં અને કરપાત્ર ઠરે.

 

ખાસ નોંધ: તમામ વાંચકોએ એ બાબત જાણવી જરૂરી છે કે AAR નો આદેશ જે તે અરજકર્તા તથા તેના પ્રોપર ઓફિસર ઉપરજ બાધ્ય ગણાય. તમામ કરદાતાઓ ને આનો સીધો લાભ મળે નહીં. પરંતુ ટેક્સ પ્લાનિંગ કરવાં માટે આ AAR ના ચૂકડાઓ ખૂબ મહત્વના રહેતા હોય છે. 

આ AAR તથા AAAR અંગેના લેખ નું સંકલન CA મોનીષ શાહ, Adv. લલિત ગણાત્રા, CA દિવ્યેશ સોઢા તથા Adv. ભવ્ય પોપટ દ્વારા કરવામાં આવેલ છે. આ AAR અંગે આ અમારો અભિપ્રાય માત્ર છે.

error: Content is protected !!