તા. 01.02.19 થી લાગુ પડતા સુધારેલ જી.એસ.ટી. કાયદામાં શુ આવ્યા મહત્વ ના ફેરફાર ?
તા. 31.01.2019
ઓગસ્ટ માં ગેઝેટ માં પ્રસીધ્ધ થયેલ જીએસટી નો નવો સુધારેલ કાયદો 2018 અને તેને લગતા મહત્વના નોટીફીકેશન તા. 01.02.2019 થી લાગુ થાય તે રીતે તા. 29.01.2019 ના રોજ જાહેર કરી દેવામાં આવ્યા.
આના ઉપર આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે તા. 29.08.2018 ના રોજ ગેઝેટ માં પ્રસીધ્ધ થયેલ જીએસટી સુધારા કાયદો 2018 ની ટુકી સમજ લઈએ
નોટીફીકેશન 02/2018 થી ઉપરોક્ત સુધારેલ જીએસટી કાયદો લાગુ કર્યો જેમાં સેકશન 8 નું ક્લોઝ બી /સેકશન 17/સેકશન 18/ સેકશન 20 નું ક્લોજ એ / અને સેકશન 28 ના સબ ક્લોજ બી અને સી ની (i) સેકશન સીવાય ની બધી સેકશન તા 01.02.2019 થી લાગુ પડે છે.
નવી સુધારેલ સેકશન એટલે કે સુધારેલ કાયદા ના ક્લોઝ જે નથી લાગુ પડતી તેની વાત કરીએ તો
==> સુધારેલ કાયદાની સેકશન 8 નું ક્લોઝ બી એ જુના કાયદા ની સેકશન 16 જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ની વાત કરે છે જેમાં નવી દાખલ કરેલ સેકશન 43A નો રેફરન્સ લાગુ પાડયો નથી કેમ કે નવા રીટર્ન હજુ લાગુ થયા નથી.
==> સુધારેલ કાયદાની સેકશન 17 એ જુના કાયદા ની સેકશન 39 ની વાત કરે છે એટલે કે રીટર્ન ને લગતી સેકશન 39 ના ફેરફાર હજુ લાગુ કરવામાં આવ્યા નથી
==> સુધારેલ કાયદાની સેકશન 18 એ જુના કાયદા માં 43A સેકશન હતી નહી જે નવી દાખલ કરેલ છે જેમાં ઈનપુટ ક્રેડીટ કઈ રીતે લેવાની છે તેનું Mechanism આપેલ છે જે પણ નવા રીટર્ન દાખલ થયેલ ના હોય તેને પણ લાગુ કરવામાં આવી નથી
==> સુધારેલ કાયદાની સેકશન 20 નું ક્લોઝ એ એ જુના કાયદા ની સેકશન 49 (2) ની ઈનપુટ ક્રેડીટ ઈલેક્રેટોનીક લેઝર માં ક્રેડીટ લેવાની વાત છે તેમાં થયેલ સુધારા લાગુ કરેલ નથી. જુની સેકશન નવા રીટર્ન ની સેકશન નોટીફાય ના થાય ત્યાં સુધી યથાવત રાખેલ છે.
==> સુધારેલ કાયદાની સેકશન 28 ના ક્લોઝ બી ના (i) અને (ii) એ જુના કાયદાની સેકશન 140 માં retrospective તારીખ 01.07.2017 થી અમલ કરેલ ફેરફાર પણ હાલ પુરતો લાગુ કર્યા નથી
હવે ક્યાં મહત્વ ના સુધારા 01.02.2019 થી લાગુ થયા તે જોઈએ તો સુધારેલ એક્ટ માં 32 ક્લોઝ વાઈઝ જુની સેકશન સુધારવામાં આવી છે
==> સુધારેલ કાયદાની સેકશન 5 થી જુના કાયદાની સેકશન 10 કે જે Composition Levy ઉપર ના સુધારા છે જેમાં મર્યાદા 1 કરોડ ની 1.5 કરોડ કરી તે સુધારો છે અને ટર્નઓવર ના 10 % સર્વીસ અથવા 5 લાખ જે ઓછી હોય તે Allow કરી તે અંગે નો સુધારો લાગુ કરવામાં આવ્યો છે
==> સુધારેલ કાયદાની સેકશન 11 થી જુના કાયદાની સેકશન 22 માં ટર્નઓવર Exemption ની મર્યાદા આસામ, અરુણાચલ પ્રદેશ, હીમાચલ પ્રદેસ, મેઘાલય, સીક્કમ અને ઉતરાખંડ માં 10 લાખ માં થી 20 લાખ કરી તે અંગે નો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે.
==> સુધારેલ કાયદાની સેકશન 4 થી જુના કાયદાની સેકશન 9(4) ને સુધારવામાં આવી છે જે મુજબ હવે ક્યાં રજીસ્ટ્રર્ડ વ્યક્તિને RCM ભરવાનો છે અને કઈ વસ્તુ કે સેવા કે બને ઉપર ટેક્ષ ભરવાનો છે તે જીએસટી કાઉન્સીલ ની ભલામણ થી નોટીફાય કરવામાં આવશે તે અંગે નો સુધારો લાગુ કરવામાં આવ્યો છે.
==> સુધારેલ કાયદાની સેકશન 13 થી જુના કાયદાની સેકશન 25 ની સબસેકશન 2 માં એક જ રાજ્ય માં એક જ પ્રકાર ના વેપાર ધંધા માટે એક વ્યક્તિ એક થી વધારે નંબર હવે લઈ શકાશે જે આની પહેલા અલગ અલગ પ્રકાર ના વેપાર ધંધા માટે જ અલગ નંબર લેવાની છુટ વ્યક્તિ ને હતી
==> સુધારેલ કાયદાની સેકશન 14 થી જુના કાયદાની સેકશન 29 ક્લોઝ સી પછી નવું ઉમેરવામાં આવ્યું છે કે એક વખત નંબર કેન્સલ કરવાની અરજી કરીએ એટલે રજીસ્ટ્રેશન જ્યાં સુધી કેન્સલ નો અરજી Accept કે Reject ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ રહેશે આ અંગેનો નવો સુધારો દાખલ કરવામાં આવ્યો છે. જેનાથી Suspension સમય માટે રીટર્ન ભરવાની જવાબદારી રહેશે નહી.
==> સુધારેલ કાયદાની સેકશન 32 થી જુના કાયદાના શીડ્યુલ III માં જણાવેલ ગુડઝ ના વહેવાર પર હવે જીએસટી ભરવાનો થશે નહી કેમ કે તેને જીએસટી સપ્લાય માં થી બાદબાકી કરી નાખવામાં આવી છે જેમાં એક નોન ટેક્ષબેલ ટેરેટરી માંથી બીજી નોન ટેક્ષેબલ ટેરેટરી માં માલ મોકલવામાં આવતો હોય અને High Sea Sales ની સપ્લાય
==> સુધારેલ કાયદાની સેકશન 9 થી જુના કાયદાની સેકશન 17 (3) અને 17(5) સુધારવામાં આવી છે સેકશન 17 બ્લોક ક્રેડીટ ની વાત કરે છે. જેમાં હવે 13 થી વધારે કેપેસીટી ધરાવતા વ્યક્તિઓના મોટર વ્હિકલ ની ક્રેડીટ મળશે તે ઉપરાંત મોટર વ્હિકલ, એરક્રાફ્ટ કે વીસલ્સ ના જનરલ ઈન્સ્યુરન્સ, રીપેર, મેઈનટન્સ ની ક્રેડીટ તો જ મળશે જો તેની ક્રેડીટ 17(5) માં મળવા પાત્ર હશે. 17(5) ને ટુકમાં જોઈએ તો મોટર વ્હીકલ નો વેપાર કરતો હોય, તેનો ઉત્પાદક હોય, પેસેન્જર્સ નું ટ્રાન્સપોર્ટેશન કરતો હોય અથવા માલ નું ટ્રાન્સપોર્ટેશન કરતા હોય તો ક્રેડીટ મળવા પાત્ર હશે. અન્ય કાયદાને આધીન માલીક ને કર્મચારીઓને ફરજીયાત આપવાની થતી માલ કે સેવા ની ક્રેડીટ મળવા પાત્ર રહેશે.
==> સુધારેલ કાયદાની સેકશન 15 થી જુના કાયદાની સેકશન 34 માં સુધારો કરવામાં આવ્યો છે જે મુજબ ક્રેડીટ નોટ કે ડેબીટ નોટ હવે એક સાથે જનરલ ઈસ્યુ કરી શકાશે આની પહેલા તે ફરજીયાત રીતે બીલ વાઈઝ જ ઈસ્યુ કરવાની રહેતી હતી
==> સુધારેલ કાયદાની સેકશન 29 થી જુના કાયદાની સેકશન 143 માં થયેલ ફેરફાર મુજબ જોબવર્ક માં મોકલેલ માલ કે કેપીટલ ગુડઝ ને પરત આવવામાં કમીશ્ર્નર હવે સમય 1 થી 2 વર્ષ સુધી અનુક્રમે વધારી શકશે
==> સુધારેલ કાયદાની સેકશન 23 થી જુના કાયદાની સેકશન 54 માં કરેલ ફેરફાર મુજબ જો RBI મંજુરી આપે તો ભારત બહાર કરેલ સપ્લાય ઓફ સર્વીસનું પેમેન્ટ ભારતીય રુપીયા માં આવ્યું હશે તો પણ એક્ષપોર્ટ ગણવામાં આવશે
આ ઉપરાંત જુના કાયદાની સેકશન 2 ની અમુક વ્યાખ્યાઓ, સેકશન 7 ની સપ્લાય ઓફ સર્વીસ ની જોગવાઈમાં અમુક સામાન્ય ફેરફાર, સેકશન 12 અને 13 ની વેલ્યુ ઓફ ગુડઞ અને સર્વીસ ની જોગવાઈમાં સામાન્ય શબ્દોમાં ફેરફાર, ઈનપુટ ટેક્ષ ક્રેડીટ અંગે ની સેકશન 16 માં અમુક સુધારા, સેકશન 24 માં ફરજીયાત નંબર લેવાની સેકશન માં ટીસીએસ કરવાનો થતો હોય તેવા કોમર્સ ઓપરેટરો ને નંબર લેવાની જોગવાઈ કરવામાં આવી છે, સેકશન 25 માં સ્પેશીયલ ઈકોનોમીક ઝોન અંગે, ઓડીટ અંગે ની 35(5) માં સેન્ટ્રેલ ગવર્મેન્ટ, લોકલ ઓથોરીટી, સ્ટેટ ગવરમેન્ટ ને જીએસટી કાયદાની ઓડીટ ની જોગવાઈઓ લાગુ નહી પડે તે અંગે ના ફેરફાર, સેકશન 49 માં ક્રેડીટ યુટીલાઈઝેશન અંગે ના ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં હવે પહેલા IGST પુરેપુરો વાપરી નાખવાનો રહેશે પછી CGST અને SGST ની ક્રેડીટ યુટીલાઈઝ કરી શકશો તે અંગેના ફેરફાર કરવામાં આવ્યા છે. સેકશન 107 અપીલ માં 10 % અથવા વધારા માં વધારે 25 કરોડ રુપીયા ની જોગવાઈ નો સુધારો કરવામાં આવ્યો છે, સેકશન 112 માં ટ્રીબ્યુનલ માં 20 % અથવા વધારા માં વધારે 50 કરોડ રુપીયા ની જોગવાઈ નો સુધારો કરવામાં આવ્યો છે, સેકશન 129 ડીટેશન, સેઈઝર માં ટેક્ષ ના ભરોતો પહેલા સેકશન 130 મુજબ કાર્યવાહી કરવા ના 7 દીવસ હતા તે હવે 14 દીવસ કરી આપવામાં આવ્યા છે.
ઉપરોક્ત બધા ફેરફાર જી.એસ.ટી કાયદા ના પ્રીન્સીપાલ એક્ટમાં કરવામાં આવ્યા છે અને આ નવા સુધારેલ કાયદા ના અનુસંધાને નવા નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યા છે જેની ચર્ચા આપણે હવે પછી ના લેખમાં કરીશું
લલીત ગણાત્રા, ટેક્ષ એડવોકેટ, રિપોર્ટર ટેક્સ ટુડે-ટેક્ષ ટુડે
આ લેખ માં વ્યક્ત કરેલ મંતવ્ય લેખક ના પોતાના છે. આપના કર સલાહકાર ને મળી આ અંગે આપનો અભિપ્રાય બાંધવો જરૂરી છે.