શુ રીવર્સ ચાર્જ (RCM) નું 30.09.19 સુધી નું Exemption પાછુ ખેચી લેવામાં આવ્યું ?

Spread the love
Reading Time: 2 minutes

તા. 31.01.2019

તા. 29.01.2019 નું 01/2019 નું સેન્ટ્રલ નું રીવર્સ ચાર્જ (RCM) પર આવેલ નોટીફીકેશન પછી લગભગ વોટસએપ અને સોશીયલ મીડીયા માં એક જ પ્રકાર ના વાયરલ થયેલ મેસેજ ફરે છે. મોટા ભાગ ના મનમાં એક જ પ્રશ્ર્ન ઉપસ્થિથત થાય છે કે શુ ખરેખર 01.02.2019 થી રીવર્સ ચાર્જ (RCM) પાછો લાગુ કરી દેવામાં આવ્યો?? 28.06.2017 નું 08/2017 સેન્ટ્રલ રેઈટ વાળુ નોટીફીકેશન ફરીથી લાગુ કરવામાં આવ્યું એવા મેસેજ આપણને મળે છે. આ બાબતે મને ખાસ જરૂરી લાગ્યું કે મારો અભિપ્રાય આ અંગે રજૂ કરું.

ઉપરોક્ત નોટીફીકેશન 01/2019 નો સીધો અભ્યાસ કરીએ એટલે ખ્યાલ આવે કે 08/2017 વારું નોટીફીકેશન RESCIND કરેલ છે એટલે કે  No Longer Valid અર્થ  થાય છે. 13.10.17 38/2017 ના નોટીફીકેશન મા 08/2017 ને સુધારેલ જેમાં 5000 વારી જોગવાઈ omitted કરેલ અને ત્યારબાદ ના RCMના દરેક નોટીફીકેશન માં ફકત તારીખ જ વધારી હતી. હવે ઓરીજીનલ 08/2017 અસ્તિત્વમાં નથી એટલે તેના પછીના RCM ના બધા નોટીફીકેશન વ્યર્થ થાય છે  આ ઉપરાંત 29 જાન્યુવારી ના નોટિફિકેશન ને આપણે કાયદા ની સાથે અભ્યાસ કરીએ તો વધારે સારુ અર્થઘટન થઈ શકે તેવું હું માનું છું.

તા. 01.02.2019 થી બીજો એક ફેરફાર પણ આવ્યો તે તરફ આપણે કદાચ ધ્યાન ના આપ્યું હોય તેવું બની શકે. તા. 29.08.2018 થી ગેઝેટ માં પ્રસીધ્ધ થયેલ જી.એસ.ટી.  સુધારા કાયદો 2018 પણ આ જ તારીખ થી અમલમાં આવે છે

હવે  આ સુધારા કાયદા ના ક્લોઝ(સેકશન) 4 થી પ્રીન્સીપાલ એક્ટ ની કલમ 9(4) માં ફેરફાર કરવામાં આવ્યો અને જુની 9(4) ને બદલાવી ને નીચે જણાવ્યા મુજબ ની નવી પ્રોવીઝન દાખલ કરવામાં આવી છે

In section 9 of the principal Act, for sub-section (4), the following sub-section shall
be substituted, namely:––
“(4) The Government may, on the recommendations of the Council, by notification,
specify a class of registered persons who shall, in respect of supply of specified
categories of goods or services or both received from an unregistered supplier, pay the
tax on reverse charge basis as the recipient of such supply of goods or services or
both, and all the provisions of this Act shall apply to such recipient as if he is the
person liable for paying the tax in relation to such supply of goods or services or
both.”.

હવે આ ઉપરોક્ત પ્રોવીઝન માં બોલ્ડ ઘાટા કરેલ અક્ષર ફરીથી વાચીએ તો આપણને ખ્યાલ આવશે કે 9(4) સેકશન કોઈ ખાસ રજીસ્ટ્રર્ડ વ્યક્તિ ્ને માત્ર જાહેર કરેલ માલ તથા સેવા બાબતે જ લાગુ પડે.  જે માલ કે સેવાઓ ઉપર કાઉન્સીલ નોટીફાય કરશે તેના ઉપરજ RCM લાગુ થશે.

કાયદાને આધીન નોટીફીકેશન થી નીયમો બની શકે, નિયમોમાં ફેરફાર થઈ શકે, કાયદો તો ફક્ત સંસંદ અને વીધાનસભામાં જ બને અને તેનો ફેરફાર ફક્ત ને ફક્ત તે જ કરી શકે. 9(4) ની ઉપરોક્ત જોગવાઈ કાયદામાં લખાયેલ છે તેમાં જે શબ્દો છે તે નોટીફીકેશન થી ફેરફાર ના કરી શકાય.

ઉપરોક્ત જણાવેલ હજુ સુધી નોટીફાય થયેલ ના હોય , આ આવનાર જીએસટી કાઉન્સીલની મીટીંગ માં ક્યા પ્રકારના રજીસ્ટ્રર્ડ પર્સન અને ક્યા પ્રકારના ગુડઞ કે સેવા કે બન્ને ઉપર લાગુ પડે છે તેની ભલામણ થઈ શકે છે  અને તે મુજબ તે નોટીફાય થશે પછી તે લાગુ પડશે. ત્યાં સુધી આપણે 9(4) પરનો હાલ કોઈ પણ પ્રકારનો રીવર્સ ચાર્જ ભરવાનો થતો નથી.   – લલીત ગણાત્રા, ટેક્ષ એડવોકેટ, રિપોર્ટર ટેક્ષ ટુડે-ટેક્ષ ટુડે

error: Content is protected !!