બજેટ ની ઉલ્ટી ગણતરી શરૂ: નાણાં મંત્રાલય માં હરવર્ષ ની જેમ થયો હલવા સમાહરોહ!! શું છે આ હલવા સમાહરોહ???
તા ૨૨ જાન્યુવારી ૨૦૧૯: નાણામંત્રાલય દ્વારા સોમવારે પારમપરાગત “હલવા સમાહરોહ” ની ઉજવણી સોમવારે કરવામાં આવેલ હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષા ના નાણાં મંત્રી શિવ પ્રસાદ શુકલા તથા નાણાં મંત્રાલય ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રિય બજેટને લગતા દસ્તાવેજોની ઔપચારિક છાપવાના પ્રસંગે પ્રતીકરૂપે ‘હાલવા સમારોહ’ નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. મોદી સરકાર આગામી 1 ફેબ્રુઆરીએ 2019-20 માટેનું અંતરીમ બજેટની જાહેરાત કરશે., આ બજેટ પુર્ણ બજેટ નહીં હોય કારણ કે આગામી બે મહિનામાં સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. આગામી નાણાકીય વર્ષ માટેનું પુર્ણા બજેટ નવી સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે . આગામી બજેટ સત્ર જાન્યુઆરી 31 થી 13 ફેબ્રુવારી સુધી યોજવામાં આવશે. બજેટ માં સામેલ મંત્રાલય ના તમામ મંત્રી તથા ઉચ્ચ અધિકારીઓ આ હલવા સમારોહ બાદ, મંત્રાલય ની અંદર જ રોકવવા નું રહે છે. બજેટ જાહેર ના થાય ત્યાં સુધી, તેઓ સૌ પોતાની રોજિંદા જીવન થી દૂર રહેતા હોય છે. આમ કરવાનું મુખ્ય કારણ બજેટ ને લગતી બાબત જાહેર ના થાય તે અંગે નું હોય છે. બજેટ ના આ પાસા થી ઘણા લોકો માહિતગાર હોતા નથી.
બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટૂડે .