બજેટ 2019…..મહત્વ ની જાહેરાતો…આપણી માતૃભાષા ગુજરાતી માં…..

Spread the love
Reading Time: < 1 minute

01 ફેબ્રુવારી 2019, ઉના:

આજે મોદી સરકાર પોતાનું આખરી બજેટ રજૂ કરશે. ચૂંટણી નું વર્ષ હોવાથી આ બજેટ અંતરીમ બજેટ (વચગાળા નું બજેટ) રહેશે. પીયૂષ ગોયેલ જેઓ અરુણ જેટલી ની જગ્યાએ નાણાં મંત્રાલય નો કાર્યભાર સાંભળી રહ્યા છે, તેઓ આ બજેટ રજૂ કરશે. ચૂંટણી નું વર્ષ હોઈ લોકો આશા સેવી રહ્યા છે કે અઅઅ બજેટ માં અનેક લોક લુભાવણી જાહેરાતો કરવામાં આવશે. આ બજેટ માં ની જાહેરાતો તમને શું અસર કરશે તે વાંચો તમારી ભાષામાં…. બજેટ ની જાહેરાત ની અપડેટ્સ વાંચતા રહો દિન ભર….

….પિયુષ ગોયલ પ્રથમ CA છે જેઓ યુનિયન બજેટ રજૂ કરી રહ્યા છે. જાણો શું કહ્યું ઇન્ચાર્જ ફાઇનન્સ મિનિસ્ટર પિયુષ ગોયલ એ….

  • ભારત આજે દુનિયા ની છઠ્ઠી સૌથી મોટી ઈકોનોમી બની ગઈ છે.
  • ઇન્કમ ટેક્સ રિટર્ન માં 80% વધારો જોવા મળી રહ્યો છે. 6.85 કરોડ લોકો હવે ઇન્કમ ટેક્સ નેટ માં.
  • ડાઇરેક્ટ ટેક્સ કલેક્શન 12 લાખ કરોડ સુધી પહોચ્યું.
  • 24 કલાક માં રિટર્ન પ્રોસેસ કરી આપવામાં આવશે.
  • 24 કલાક માં રિફંડ ચૂકવી આપવા માં આવશે.
  • ઇ સ્કૃટીની અમલ માં આવી જશે.
  • રીઅલ એસ્ટેટ સેક્ટર માટે GST ઘટાડા ઉપર ટૂંક સમય માં જાહેરાતો આવશે.
  • સ્ટાન્ડર્ડ ડિડક્ષન માં 10000 નો વધારો . નોકરિયાતો માટે હવે 50000/- સુધી નું સ્ટાન્ડર્ડ ડિડક્ષન
  • 5 લાખ સુધી ની આવક ધરાવતા વ્યક્તિ ને સંપૂર્ણ રિબેટ.
  • 40000/- સુધી ની વ્યાજ ની આવક ઉપર TDS નહીં થાય.
  • 240000/- સુધી ની ભાડા ની આવક ઉપર TDS કરવાની જરૂર નહીં રહે.
  • હવે 1 ઘર ના બદલે કેપિટલ ગેંઇન એક્સેમ્પ્સન માટે 2 ઘર સુધી ખરીદી શકશે.
  • પ્રોજેકટ પુર્ણ કર્યા બાદ બે વર્ષ સુધી નોશનલ રેન્ટ માથી મુક્તિ.
  • 80C હેઠળ ની મર્યાદા માં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા.

[Total_Soft_Poll id=”5″]

 

 

 

 

 

 

error: Content is protected !!