બાળકોનો અભ્યાસના બગડે એ કારણે ખાનગી શાળાઓ નો નિર્ણય: ઓનલાઈન શિક્ષણ થશે સોમવાર થી શરૂ.
ફી ના લેવાના સરકારના ઠરાવ સામે રાજ્ય મંડળો એ હાઇ કોર્ટના દ્વાર ખટ ખાટાવ્યા!!
ગુજરાત સરકારના 22 જુલાઇના રોજ ખાનગી શાળાઓ ને ફી લેવા પ્રતિબંધ ફરમાવતા ઠરાવ સામે ખાનગી શાળા સંચાલક મંડળોમાં ઉગ્ર રોષ ઉઠવા પામ્યો હતો. આ ઠરાવના કારણે સમગ્ર રાજયમાં ઓનલાઈન શિક્ષણ ખાનગી શાળાઓ દ્વારા ઠપ્પ કરી નાખવામાં આવ્યું હતું. આ અંગે ગુજરાત વડી અદાલતમાં સરકારના આ ઠરાવને પડકારવામાં આવ્યો છે.
બાળકોનું શિક્ષણ પ્રભાવિતના થાય એ કારણે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા સોમવારથી ઓનલાઈન શિક્ષણ ફરી રાબેતા મુજબ શરૂ કરવા અંગે પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે વાલીઓની વિનંતીને માન આપી ને તથા વિદ્યાર્થીઓ નું શિક્ષણ ના બગડે તે હેતુથી મંડળ હેઠળ આવતી રાજ્યની સમગ્ર શાળાઓ ને સોમવારથી ઓનલાઈન શિક્ષણ બહાલ કરવા જણાવવામાં આવ્યું છે. આ પ્રેસ વિજ્ઞાપતિમાં એમ પણ જાહેર કરવામાં આવ્યું છે કે સરકાર સામેના વિરોધના કારણે શાળાઓ પોતાના વહીવટી કર્યો સદંતર બંધ રાખશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
(સામાન્ય રીતે આ વેબસાઇટમાં માત્ર ટેક્સ ને લગતા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે. પરંતુ આ સમાચાર મોટા પ્રમાણમા લોકોને અસર કરતાં હોય આ સમાચાર આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે.)