વેરા સમાધાન યોજનાના હપ્તા ની મુદત વધારવા ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. ની મુખ્યમંત્રીને રજૂઆત
તા. 02.06.2020: ગુજરાત ના જી.એસ.ટી. ક્ષેત્રે પ્રેક્ટિસનરો ના સૌથી મોટા એશો. એવા ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. દ્વારા વેરા સમાધાન યોજના હેઠળ ના હપ્તા ની મુદત વધારવા મુખ્યમંત્રી, રાજ્યના નાણાં મંત્રી તથા રાજ્ય ના જી.એસ.ટી. કમિશ્નર ને આજરોજ રજૂઆત કરેલ છે. આ યોજના હેઠળ એપ્રિલ, મે, જૂન ના હપ્તા ભરવામાં ચૂક થાય તો તે વેપારી ની અરજી નામંજૂર કરવામાં આવે નહીં તેવી રજૂઆત કરવામાં આવી છે. COVID-19 ના કારણે વેપારીઓ આર્થિક મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. આ સમયે વેપારીઓ ને રાહત આપવામાં આવે તેવી રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવેલ છે. આ અંગે અગાઉ પણ એસોસીએશન દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. આ રજૂઆત ને ધ્યાને લઈ એપ્રિલ થી જૂન ના હપ્તાની મુદત વધારવામાં આવે તેવી અપેક્ષા વેપારીઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.