શિફા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદી નું આયોજન
ઉના, તા 03, ફેબ્રુવારી 2019: શિફા ચેરીટેબલ ટ્રસ્ટ ઉના દ્વારા ગુલીસતાં સ્કૂલ ખાતે સમૂહ શાદી નું આયોજન કરવામાં આવેલ હતું. આ કર્યેક્રમ માં 25 જોડાઓ પવિત્ર શાદી ના બંધન માં બંધાયા હતા. આ સમૂહ શાદી ના આયોજન પાછળ નું મુખ્ય હેતું શાદી પ્રસંગે થતા વ્યાર્થ ખર્ચ બચાવવા, શાદી માં દેખાદેખી ના કારણે થતા ખર્ચ નો બચાવ કરવાનો હતો. સમૂહ શાદી માં અધ્યક્ષ તરીકે પીરબાપુ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ઉના ના ધારાસભ્ય શ્રી પૂંજાભાઈ વંશ, નગર પાલિકા પ્રમુખ શ્રી કાળુભાઇ રાઠોડ, અન્ય રાજનીતિ સાથે જોડાયેલ મહાનુભાવો, વકીલો, ડોકટરો અને સમાજ ના આગેવાનો તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા શિફા ચેરીટેબલ ટ્રસ્ટ ના કાર્યકરો એ ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ નું સંચાલન વરિષ્ઠ પત્રકાર શ્રી ફારૂકભાઈ કાઝી એ કર્યું હતું. આ પ્રકાર ના સમાજ ને ઉપયોગી કામ કરવા બદલ ટેક્સ ટુડે શિફા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી સભ્યો અને કાર્યકરો, ખાસ કરી ને એડવોકેટ ઇમરાન ભાઈ ચોરવાડા ને ખાસ બિરદાવે છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે