શું તમે જંત્રી કરતાં ઓછી રકમના દસ્તાવેજ કર્યા છે ? શું તમે 01.06.15 પછી રોકડેથી દસ્તાવેજ કર્યા છે ? શું તમે નોટબંદીમાં બેકમા રોકડા ભર્યા છે પણ રીટર્ન નથી ભર્યું ? આવાં અનેક પ્રશ્નો નો જો જવાબ હા માં છે તો 31 માર્ચ 19 પહેલાં મળી શકે છે ઈન્કમટેક્ષની નોટીસ…. વાચો અમારો આ લેખ…
આપણે પહેલા પ્રથમ પ્રશ્ન ની વાત કરીએ..
શું તમે જંત્રી કરતા ઓછી રકમ નો દસ્તાવેજ કર્યો છે ?
ઇન્કમટેક્સ ની સેકશન 50C જે એપ્રીલ 2003 થી દાખલ કરવામાં આવી છે
જે મુજબ આપણે જે પ્રોપર્ટી જમીન મકાન વેચાણ કરીએ છીએ તેમાં ઇન્કમટેક્સની આ સેકશન 50C મુજબ મીનીમમ જંત્રી કીમત નો વેચાણ દસ્તાવેજ બનાવો ફરજિયાત છે.
અમુક રેવન્યુ પ્રેક્ટિસ કરતાં વકીલ મીત્રોને/બોન્ડ રાઇટર ને ઈન્કમટેક્ષની આ સેકશનની માહીતી હોતી નથી. દસ્તાવેજ કરતાં પહેલાં ઈન્કમટેક્ષના સલાહકારને મળવાનું મોટાભાગના વ્યક્તિઓ ટાળે છે. પરીણામે સ્ટેમ્પ જંત્રી કીમતની રકમના લે છે જ્યારે દસ્તાવેજમાં અવેજ ની રકમ ઓછી લખવામાં આવે છે અને તે મુજબ ચુકવણું થયું છે એવું દસ્તાવેજમાં બતાવામા આવે છે.
ઈન્કમટેક્ષમાં આ રીતે લખેલ રકમ માન્ય રહેતી નથી અને જાણે અજાણે આપણે ઈન્કમટેક્ષની સ્ક્રુટીની નોટિસ ને આમંત્રણ આપીએ છીએ.
જેણે વેચાણ કરેલ છે તેની આવકમાં જંત્રી કીમત અને દસ્તાવેજમાં લખેલ રકમ નો તફાવતનો કેપિટલ ગેઈન ગણી આવકમાં ઉમેરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2011-12 માં જો આપે આવાં કોઇ દસ્તાવેજ કર્યા હશે તો તૈયાર રહેજો. બની શકે છે કે ઈન્કમટેક્સની સ્ક્રુટીની નોટિસ અધિકારીની સહી થવામાં પડી હોય ને ફકત તમને મળવાની બાકી છે. દરેક દસ્તાવેજોની વીગત રજીસ્ટાર ઓફીસ AIR મારફત ઈન્કમટેક્ષને આપે છે. અને નાણાકીય વર્ષ 2011-12 ની નોટિસો મોડાંમાં મોડી 31 માર્ચે 2019 સુધી જ ઈશ્યુ થઈ શકે છે.
આ ઉપરાંત 01.04.13 થી સેકશન 56(viib) થી આજ રીતે આવા તફાવતની રકમ ખરીદી કરનારની આવકમાં પણ અન્ય આવક તરીકે ઉમેરવામાં આવે છે.
બીજા પ્રશ્ન ઉપર વાત કરીએ
શું તમે 01.06.15 પછી રોકડેથી દસ્તાવેજ કર્યો છે ?
સેકશન 269SS જે 01.06.2015 થી સુધારો કરવામાં આવ્યો છે જે મુજબ જો તમે રુ 20000/- થી ઉપરનો કોઈપણ દસ્તાવેજ કર્યો હોય તો એટલી જ રકમ આ સેકશન નીચે પેનલ્ટી સ્વરૂપે ભરવાની થાય છે. આ સેકશનની એવી છે કે તેમાં આપને પેનલ્ટીમાંથી કોઈપણ પ્રકારની રાહત કોઈપણ અપીલ લેવલમાં પણ મળવા પાત્ર નથી. આ પેનલ્ટી ભર્યે જ છુટકારો.
આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીસેમ્બર 2018 માં દેશની બધી રજીસ્ટ્રેશન ઓફિસમાંથી આવાં દસ્તાવેજની માહીતી ઈન્કમટેક્ષ ઓફિસમાં ગયેલ છે અને કદાચ બની શકે કે તેની નોટિસો પણ અધિકારીની સહી થવામાં પડી હોય કે રવાના થઈ ગઈ હોયને ફકત તમને મળવાની જ બાકી હોય
ત્રીજા પ્રશ્ન ઉપર વાત કરીએ
શું તમે નોટબંદીમાં રોકડા ભર્યા છે પણ રીટર્ન ભર્યું નથી ?
મળતી માહિતી મુજબ જે લોકો એ મોટી રકમ નોટબંદી માં બેકમા ભરી છે પણ ઈન્કમટેક્ષનું રીટર્ન જ નથી ભર્યું એવા અંદાજીત 87000 લોકો છે.
આવાં કેસોની તત્કાલીન 31 માર્ચે પહેલાં નોટિસો ઈશ્યુ કરી દેવાનાં આદેશ આવી ગયાં છે એવી આધારભુત સુત્રો પાસેથી માહિતી મળી છે
આવા કેસોમાં અંદાજીત આવકનાં 115 ટકા ટેક્ષ, એટલીજ રકમની પેનલ્ટી અને તે ઉપરાંત વ્યાજ ગણતરી કરો એટલે 300 ગણો કુલ ઈન્કમટેક્ષ ભરવાનો થઇ શકે છે.
આ ઉપરાંત નાણાકીય વર્ષ 2011-12 માં જો તમે રીટર્ન નથી ભર્યુ અથવા ભર્યું છે પણ નીચે મુજબના મોટા વહેવાર કર્યો છે અને તે ચોપડા પર લીધા નથી તો તેની નોટિસો પણ આપને ટૂક સમયમાં મળશે તે નક્કી છે.
1) બચતખાતામા જો મોટી રકમની રોકડ જમા કરાવી છે
2) શેર માર્કેટમાં ખરીદી વેચાણના વહેવાર કર્યો છે
3) કોમોડિટી માર્કેટમાં ખરીદી વેચાણ કર્યા છે
4) મોટી કીમતની પ્રોપર્ટી નું ખરીદી વેચાણ કર્યું છે
5) મોટી રકમની કાર ખરીદી કરી છે
6) મોટી રકમની ફીકસ્ડ ડીપોઝીટ કરાવી છે
7) ટીડીએસ કપાયો છે પણ રીટર્નમાં કલેઈમ નથી થયો કે રીટર્ન જ નથી ભર્યું
જો તમે આવાં વહેવાર કર્યો છે પણ રીટર્ન ભર્યું નથી અથવા રીટર્ન ભર્યુ છે પણ બતાવેલ નથી તો નાણાકીય વર્ષ 2011-12 ના બધાં કેસોની નોટિસો ઈશ્યુ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 છે. આવી નોટિસો સહી થવામાં હશે અથવા રવાના થઈ ગઈ હશે ફકત આપને મળવાની બાકી છે.
હાલ, આ નોટિસો આપતા પૂર્વે કરદાતા ને પત્ર દ્વારા તેમના વ્યવહારો ની વિગત રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. આ વિગતો ના જવાબ થી સંતોષ થાય તો અધિકારી આ અંગે ની કાર્યવાહી જતી કરી શકે છે. આમ, જે કરદાતા ને આ અંગે પત્ર મળે તો ત્વરિત પોતાના ટેક્સ એડવોકેટ, CA કે ટેક્સ કન્સલ્ટન્ટ નો સંપર્ક કરી વિગતો રૂપી જવાબ અધિકારી ને આપવો ખૂબ જરૂરી છે.
આ લેખનો અમારો હેતુ જાણે અજાણે આપ દ્વારા થતાં ઈન્કમટેક્ષના કાયદાનો ભંગ બાબત ધ્યાન દોરવાનો છે.
આ લેખમાં આપેલ માહિતી ફકત અમારું વ્યક્તિગત મંતવ્ય છે. આપના ટેક્ષ સલાહકાર પાસેથી વધુ માહિતી મેળવી આગળ વધવું
લલીત ગણાત્રા એડવોકેટ ટેક્ષ ટુડે ગૃપ જેતપુર