DSC પબ્લિક સ્કૂલ ઉના દ્વારા ભારતીય સૈન્ય ને સમર્પિત કરી ઉજવ્યો 9મો એન્યુલ ડે “લક્ષ્ય”

Spread the love
Reading Time: < 1 minute

ઉના: DSC પબ્લિક સ્કૂલ ઉના દ્વારા પોતાના 9માં વાર્ષિક દિન ની ઉજવણી રવિવાર તા. 10 માર્ચ 2019 ના રોજ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ભારતીય સશસ્ત્ર સેનાઓ ને સમર્પિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ નું નામ “લક્ષ્ય” રાખવામાં આવ્યું હતું. આતંકવાદી ઓ દ્વારા ઉરી ખાતે કરવામાં આવેલ હીનતાપૂર્વક હુમલા બાદ ભારતીય આર્મી દ્વારા હાથ ધરવામાં આવેલ “સર્જીકલ સ્ટ્રાઈક” ઉપર ભજવવા માં આવેલ નાટક કાર્યક્રમ નું ખાસ આકર્ષણ હતું. આ ઉપરાંત ડાન્સ યોગા, પેટરીઓટિક રિમિક્સ જેવા અનેક રંગારંગ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા. DSC સ્કૂલ દ્વારા હરવર્ષ ઉના તથા આજુબાજુ ના વિસ્તાર ના સેવાકીય પ્રવૃત્તિ માં અગ્રેસર વ્યક્તિ ને “સેવારત્ન” એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે DSC સ્કૂલ માં અભ્યાસ કરતા બાળકો કે જેમના વાલી ભારતીય સેના માં હોઈ તથા સ્કૂલ જે ગામ માં આવેલ છે તેવા લામધાર ગામ માંથી સૈન્ય માં હોઈ તેવા વ્યક્તિ તથા તેમના પરિવાર ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે જવાનો પોતાનું સન્માન લેવા પોતે ઉપસ્થિત હતા તેમને કાર્યક્રમ નિહાળી રહેલા સૌકોઈએ ઉભા થઇ સન્માન આપ્યું હતું. કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યા માં વાલીઓ, ઉના સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એશો. ના સભ્યો, પત્રકારો તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા DSC સ્કૂલ ના વિદ્યાર્થીઓ, ટીચિંગ તથા નોન ટીચિંગ સ્ટાફ, એક્ટિવિટી હેડ કિંજલ કાનાબાર, એડમિનિસ્ટ્રેટર તારૂંણ કાનાબાર તથા ટ્રસ્ટીઓ એ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ youtube ની ચેનલ DSC Public School Una ઉપર પણ નીહાળી શકાશે.

Link:

https://youtu.be/YhV6e0mosK yuY

બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!