સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ: 19 ઓગસ્ટ 2019
- અમારા અસીલ ફેક્ટરી માં મેનપાવર સર્વિસ આપે છે. ભૂલ થી ફેબ્રુઆરી 2018 નું 3B રિટર્ન NIL ફાઇલ કરેલ છે. GSTR 1 માં આ બિલ નો ઉલ્લેખ કરી દીધો છે. અમને મે 2018 માં ખબર પડી કે ફેબ્રુઆરીનું રિટર્ન નીલ ભરાઈ ગયું છે. અમે મે 2018 માં ફેબ્રુઆરીએ 2018 નો ડેટા ઉમેરી 3B ભરેલ છે. હવે GSTR 9 માં આ રકમ ને કેવી રીતે બતાવવી. મનોજ બી. બારૈયા
જવાબ: જી.એસ.ટી.આર. 9 માં આ રકમ ને પાર્ટ V ના કૉલમ 10 માં દર્શાવવા ની રહે.
- મને 17-18 માં એક્સેસ ક્રેડિટ લીધેલ હતી. હજુ સુધી તે રિવર્સ નથી કરી. GSTR 9 ફાઇલ કરવાનું બાકી છે હજુ. હું DRC 03 વડે, મારી હાલ ની ક્રેડિટ માંથી સેટ ઓફ કરી ને આ રિવર્સલ કરી શકું? કૂતબુદ્દીન ગુલામઅલીવાલા
જવાબ: હા, આપ DRC-03 વોલનટરી વડે આ રિવર્સલ કરી શકો છો. ક્રેડિટ વ્યાજ સાથે રિવર્સ કરવાની રહે.
- અમારા અસીલ એક્સપોર્ટ કરવાનો ધંધો કરે છે. આ અંગે મારા નીચે મુજબ ના પ્રશ્નો છે.
અમારા અસીલ ને ડ્રો બેક ઇન્કમ મળે છે. આ ડ્રો બેક ઉપર અમારી GST ભરવાની જવાબદારી આવે?
અમોએ પ્રદર્શન ખર્ચ રૂ. 100000/- તરીકે ચૂકવેલ છે. શું RCM ભરવાની જવાબદારી આવે? ભરેલ RCM મજરે મળે કે નહીં?
અમારે ડોલર રૂપિયા ના એક્સચેન્જ નો તફાવત ની રકમ જમાં થાય છે. આ રકમ પર જી.એસ.ટી. ની જવાબદારી આવે? પાર્થ વાલાણી, વઢવાણ
જવાબ: 1. આપના અસીલે ડ્યૂટી ડ્રો બેક ઉપર કોઈ જી.એસ.ટી. ભરવાનો ના થાય. હાલ, કલમ 9(3) હેઠળ RCM લાગુ ના હોય પ્રદર્શન ખર્ચ ઉપર RCM ભવાની જવાબદારી ના આવે. ફોરેન એક્સચેન્જ ના ફાયદા તથા નુકસાન ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી ના આવે.
- અમારા અસીલ દવા નો ધંધો કરતાં હતા. તેઓનું 2018 19 નું ટર્નઓવર 20 લાખ થી નીચે હતું. તેઓએ જૂન નું રિટર્ન ભરેલ છે. મારો પ્રશ્ન એ છે કે શું તે હવે ટર્નઓવર ઘટવાના કારણે 30.06.19 થી નોંધણી દાખલો રદ કરવી શકે? પાર્થ વાલાણી, વઢવાણ
જવાબ: આ બાબત ઉપર ખુલાસા ની ખાસ જરૂર છે. અમારા મતે ટર્નઓવર ઘટતા 30.06.19 થી નોંધણી દાખલો રદ કરી ના શકે. હા પણ પોર્ટલ ઉપર આ અરજી કરવામાં આવે તો થઈ શકે છે.
- મારો પ્રશ્ન ઇન્કમ ટેક્સ અંગે છે. મારા અસીલ F & O ટ્રેડિંગ કરે છે. શું આ આવક ધંધા ની આવક ગણાઈ? શું કલમ 44AD હેઠળ આ આવક દર્શાવી શકાય? વિજય કોરડીયા, એડવોકેટ, ભુજ
જવાબ: F એન્ડ O ટ્રેડિંગ ની આવક એ ધંધા ની નોર્મલ આવક જ છે. અમારા મતે 44AD ના અપવાદ માં ના પડતું હોય 44AD હેઠળ આવક દર્શાવી શકાય છે.
- અમારા અસીલ 44AD હેઠળ ઇન્કમ ટેક્સ રિટર્ન ભારે છે. આ કિસ્સાઓ જ્યારે એ ચોપડા પણ બનાવતા હોય તો શું તેમણે બેલેન્સ શીટ માં માત્ર 4 બાબતો જે ફરજિયાત છે તેજ દર્શાવવી જોઈએ કે પૂરી બેલેન્સ શીટ દર્શાવવી જોઈએ? ચિંતન પોપટ, CA, ઉના
જવાબ: અમારા મતે માત્ર સરવૈયા ની 4 બાબતો દર્શાવવી ફરજિયાત છે. પણ તમામ વિગતો આપવામાં આવે તો કોઈ હરકત નથી.
- ખેતી ની આવક ને જી.એસ.ટી.આર. 9 માં દર્શાવવાની રહે? દર્શાવવાની થાય તો ક્યાં કૉલમ માં દર્શાવવા ની થાય? જીતેશ સી. વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ, બોટાદ
જવાબ: સામાન્ય રીતે પ્રોપરાઇટર ના કિસ્સામાં ખેતી ની આવક મૂડી ખાતામાં બતાવવા માં આવતી હોય છે. આવા સંજોગો માં આવી ખેતી ની આવક ક્યાય ના બતાવવા ની રહે. જો આ ખેતી ની આવક નફા નુકસાન ખાતે લેવામાં આવેલ હોય તો આવૈ આવક ને GSTR 9 ના ટેબલ 5D માં દર્શાવવા ની રહે.
- અમારા અસીલે વર્ષ 17-18 માં તેમજ 18-19 માં ધી ગુજરાત સ્ટેટ વેર હાઉસ કોર્પોરેશન કે જે રાજ્ય સરકાર નું નિગમ છે તેમણે ગોડાઉન ભાડે આપેલ છે. જેનું ભાડું અમારા અસીલ ને આવેલ છે. આ રકમ P & L માં ગોડાઉન રેન્ટ ક્રેડિટ કરે છે. આ ભાડા ઉપર GST ભરેલ નથી. તો આ રકમ ઉપર જી.એસ.ટી. ભરવાનો થાય? થાય તો ક્યાં દર ઉપર? આ વેરો ઉઘરવેલ નથી તો શું ડેબિટ નોટ વડે આ રકમ ઉઘરવી શકાય? આ અંગે કોઈ કરમુક્તિ છે? ધર્મેશ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ.
જવાબ: આ પ્રકાર ની ભાડા ની રકમ ટેકસેબલ છે. આ વ્યવહાર મુજબ અમારા માટે 18 % લેખે જી.એસ.ટી. ભરવાનો થાય. આ પ્રકાર ની રકમ ઉપર જો વેરો ઉઘરાવવા નો રહી ગયો હોય તો ડેબિટ નોટ વડે ઉઘરવી શકાય.
- મારા અસીલ ના કેસ માં માલિક નું અવસાન 1.7.19 થી થયેલ છે. વારસદાર નો નવો નંબર 2.7.19 થી લેવાના બદલે 1.7.19 થી લેવાઈ ગયો છે. તો જૂનો નંબર કઈ તારીખ થી રદ કરવો જરૂરી છે? પાર્થ વાલાણી, વઢવાણ
જવાબ: તમે 01.07019 થી વારસદાર તરીકે નોંધણી દાખલો લીધો તેમાં કોઈ હરકત નથી. જૂનો નંબર 01.07.19 (મૃત્યુ તારીખથી) રદ કરવાનું રહે. આપના અસીલ ની આત્મા ને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના!!
- અમારા અસીલ કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવે છે. તેઓ સાથે ભાડા ની આવક પણ ધરાવે છે. આ ભાડા ની આવક ઉપર શું તેમણે 1% લેખે જ જી.એસ.ટી. ભરવાનો થાય? ભવ્ય પોપટ, ઉના
જવાબ:ભાડા ની આવક જો કલમ 10 હેઠળ ની મર્યાદામાં હોય (10% સુધી અથવા 500000/-) તો ભાડા કે અન્ય સેવા ના કિસ્સામાં પણ કંપોઝીશન ના દરે વેરો લાગે. આમ, જો તમારા અસીલ કંપોઝીશન હેઠળ ના ટ્રેડર/મેન્યૂફેકચર હોય તો કલમ 10 ની મર્યાદા સુધી સર્વિસ ઉપર પણ 1% અને રેસ્ટોર્ંટ ના કિસ્સામાં સર્વિસ માં 5% લેખે જી.એસ.ટી. ભરવાનો થાય.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.