શું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ ને ના લાગુ પડે “do not disturb?????

Spread the love
Reading Time: 1 minute

તા. 20.08.2019: એક સમય હતો કે જ્યારે અનઇચ્છનીય ફોન કોલ થી ફોન વપરાશકાર પરેશાન હતો. આવા સમયે ડિપાર્ટમેંટ ઓફ ટેલિકોમ દ્વારા “Do Not Disturb” નામની સેવા ચાલુ કરી ફોન વપરાશકરકો ને મોટી મુશ્કેલી માં થી ઉગાર્યા હતા. પણ શું આ  “Do Not Disturb” ની સેવા સરકારી ખાતાઓ ને લાગુ પડે???

આ પ્રશ્ન એટ્લે ઊભો થયો છે કારણકે છેલ્લા કેટલાક સમય થી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા કરદાતાઓ ને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા અંગે ના ઇ મેઈલ તથા SMS સતત મોકલવામાં આવી રહ્યા છે.  આ ઇ મેઈલ તથા SMS દ્વારા કરદાતાઓ ને જણાવવા માં આવે છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. ઇન્કમ ટેક્સ ખાતા દ્વારા એકાદ વાર આ અંગે કરદાતા ને યાદી આપવામાં આવે એ ખરેખર સારી બાબત કહેવાય. પરંતુ જ્યારે આ ઇ મેઈલ કે SMS સતત મોકલવામાં આવે ત્યારે કરદાતાઓ તથા કર વ્યવસાયિકો મુજબ સરદર્દ સાબિત થતાં હોય છે. એક કરદાતા પોતાનું નામ ના આપવાની શરતે જણાવે છે કે એક વેપારી તરીકે આ ઇ મેઈલ કે SMS ઉઘરાણી સ્વરૂપે લાગી રહ્યા છે!!!

કર વ્યવસાયી તરીકે આ ઇ મેઈલ કે SMS એ માથા નો દુખાવો સમાન સાબિત થઈ રહ્યા છે. આ પ્રકાર ના SMS અસીલો પોતાના CA, એડવોકેટ કે કન્સલ્ટન્ટ ને ફોરવર્ડ કરી આ શેના અંગે છે તે અંગે પૃચ્છા કરતાં હોય છે. એકાદ વાર જવાબ આપવો બરોબર છે પણ જ્યારે આ પ્રકાર ના SMS વારંવાર મોકલવામાં આવે તેના થી કરદાતા તથા પ્રોફેશનલ્સ બંને ત્રસ્ત હોવાના એહવાલો વ્યાપક પ્રમાણ માં મળી રહ્યા છે. અમારા અખબાર ના મધ્યમ થી આ અંગે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ ને ખાસ અપીલ કરીએ છીએ કે આ પ્રકાર ના ઇ મેઈલ કે SMS મોકલવામાં મર્યાદા જાળવવા માં આવે. દેશ હિત માં ઇન્કમ ટેક્સ રિટર્ન સમયસર ભરવું ખૂબ જરૂરી છે પરતું કરદાતાઓ ની માનસિક શાંતિ માટે આ ઇ મેઈલ તથા SMS મોકલવાનું બંધ કરવામાં આવે તે પણ એટલુજ જરૂરી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે  

error: Content is protected !!