Spread the love
Reading Time: 3 minutes

Helpline Panelist

CA Monish Shah-CA Divyesh Sodha  

Adv Lalit Ganatra-Adv Pratik Mishrani

Adv Bhavya Popat

 

  1. શું 2017 18 ની કોઈ ક્રેડિટ જી.એસ.ટી.આર. 9 માં ક્લેમ કરી શકાય? ખાસ કરી ને AAP ના ચુકાદા ને આધીન.

 

જવાબ: GSTR 9 માં કોઈ ક્રેડિટ ક્લેમ કરી શકાય નહીં. ક્રેડિટ વધારા કે ઘટાડા ની કોઈ અસર ક્રેડિટ લેજર માં જી.એસ.ટી.આર. 9 ઉપર થી થશે નહીં.

 

  1. શું AAP & Co ના ચુકાદા મુજબ 2017 18 ની ક્રેડિટ 2019 20 ના 3B માં ક્લેમ કરી શકાય?

 

જવાબ: હા, જો કોઈ ક્રેડિટ 2017 18 ની લેવાની બાકી હોય અને 17 18 નું વાર્ષિક રિટર્ન ભરવાનું બાકી હોય તો આવી ક્રેડતી AAP & CO ના ચુકાદા ને આધીન લઈ શકાય છે. પરંતુ ભવિષ્ય માં કોર્ટ ના આ અંગે ના ચુકાદા ને આધીન આ ક્રેડિટ રહેશે.

 

  1. GSTR 1 માં 2017-18 ના વર્ષ નું એમેંડમેંટ 2018 19 માં કરેલ હોય પણ એમેન્ડમેંટ GSTR 9 માં ના દર્શાવતુ હોય તો આ રકમ GSTR 9 માં ક્યાં દર્શાવવા ની રહે?

 

જવાબ: GSTR 9 માટે એક વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કે આ ફોર્મ ભરવા માટે GSTR 3B ને સૌથી મહત્વનુ ગણવાનું રહેશે. GSTR 1 નો ઉપયોગ માત્ર વ્યવહાર B2B, B2C વગેરે ભાગ પડવા માટે કરવાનો રહે. આ સિવાય GSTR 1 નો કોઈ ઉપયોગ રહેશે નહીં. GSTR 3B માં જો આ રકમ 2017 18 માં દર્શાવવા માં આવેલ હોય તો GSTR 9 ના ટેબલ 4 માં આવે. જો આ રકમ 3B માં 2018 19 માં દર્શાવેલ હોય તો ટેબલ 11 માં દર્શાવવા ની રહે.

 

  1. 2017 18 ના વર્ષ માં 3B માં વધુ ક્રેડિટ ક્લેમ કરેલ હોય અને વાર્ષિક પત્રક માં એટલેકે બુક્સ માં ક્રેડિટ ઓછી થતી હોય તો વધુ લીધેલ ક્રેડિટ રિવર્સ કરવા GSTR 9 ના પાર્ટ 7 માં ટેબલ H માં દર્શાવી શકાય? જેથી નેટ ITC બુક્સ મુજબ મળે.

 

જવાબ: હા, DRC 03 વડે  રિવર્સલ કરવા અમારા મતે પાર્ટ 7 નો ઉપયોગ થઈ શકે.

 

  1. 2017 18 ના વર્ષ નો ટેક્સ 18 19 ના કોઈ પણ 3B માં બતાવીને ભરેલ હોય તો GSTR 9 ના ટેબલ 10-11 માં ખાલી CGST, SGST/આઇજીએસટી ના ટેક્સ મજ બતાવીએ અને ટેક્સેબલ વેલ્યૂ ના બતાવીએ તો ચાલે?

 

જવાબ: ના, ટેબલ 10 અને 11 માં ટેકસેબલ વેલ્યૂ પણ બતાવવા ની રહે.

 

  1. 2017 18 ના વર્ષ ના વેચાણ પર નો ટેક્સ કે ખરીદી ઘટ ની ITC નો સુધારો 2018 19 ના 3B માં કરેલ હોય અને 3B માં જ્યારે વ્યાજ ની કૉલમ ના હોય, વ્યાજ ભરેલ નથી. તો આવી રકમ ઉપર વ્યાજ ભરવું જોઈએ?

 

જવાબ: હા, ખરી રીતે આવી રકમ ઉપર વ્યાજ ભરી દેવું જોઈએ.

 

  1. GSTR 9 ના પાર્ટ 4 માં GSTR 1 ના ઓટો પોપ્યુલેટ ડેટા આવે છે. જેનો ટેક્સ સીધો પાર્ટ 9 માં શો કરે છે. પણ GSTR 1 ખોટું ભરાયેલ છે. તેનો સુધારો 2018 19 માં કેરેલ છે. જો આ રકમ વાર્ષિક માં 10 અને 11 ટેબલ માં બતાવીએ એ સાચું કહેવાય?

જવાબ: ના, આ રકમ જો 3B માં 2017 18 માં દર્શાવી ટેક્સ ભરી દેવામાં આવ્યો હોય તો પાર્ટ 4 માં દર્શાવવું જોઈએ. જો ટેક્સ પણ 2018 19 માં દર્શાવ્યો હોય તો ટેબલ 10 અને 11 માં દર્શાવવાનો રહે.

 

      8. અમારા અસીલ નો ધંધો પેટ્રોલ પંપ નો છે. ટર્નઓવર 2 કરોડ થી વધુ છે. જી.એસ.ટી. ઓડિટ કરાવવું પડે?

 

જવાબ: હા, નોન જી.એસ.ટી. ટર્નઓવર પણ એગ્રીગેટ ટર્નઓવર નો ભાગ ગણાય. માટે જી.એસ.ટી. ઓડિટ કરાવવું પડે.

 

       9. જી.એસ.ટી. ઓડિટ માટે ની મર્યાદા 01.04.2017 થી ગણવાની રહે કે 01.07.17 થી?

 

જવાબ: જી.એસ.ટી. ઓડિટ ની મર્યાદા 01 07 17 થી ગણવાની રહે. CBIC દ્વારા જાહેર કરાયેલ સૂચના ઉપર થી આ જવાબ આપવામાં આવ્યો છે.

 

આ કૉલમ ના મોટાભાગ ના પ્રશ્નો અમારા વડીલ એવા શ્રી જગદીશભાઇ વ્યાસ, ડીસા તરફથી મળ્યા હતા. આ પ્રકારે GSTR 9 અંગે આપના પ્રશ્નો અમને taxtodayuna@gmail.com પર મોકલી શકો છો. ઓછામાં ઓછા 5 પ્રશ્નો આવશે ત્યારે તેના જવાબ સાથે આ કૉલમ ઓનલાઈન પ્રકાશિત કરીશું. અપડેટ મેળવવા નોટિફિકેશન ઓન કરવા વિનંતી. આ અંગે વિડીયો પણ લઈ ને જલ્દી આવીશું. અમારી ટેક્સ ટુડે ન્યૂઝ ચેનલ ને યુ ટ્યુબ ઉપર સબ્સ્ક્રઈબ કરો. (https://www.youtube.com/channel/UCJjULyd3OsfFcOteysxihhQ?view_as=subscriber)

આ કૉલમ માં આપવામાં આવેલ અભિપ્રાય પેનલિસ્ટ ના અંગત અભિપ્રાય છે. પ્રશ્નો ઉપર યોગ્ય અભ્યાસ કરી જવાબ આપતા હોય છે. પણ છતાં આ જવાબો અંગે પેનલિસ્ટ કે ટેક્સ ટુડે ની કોઈપણ કાયદાકિય, આર્થિક કે અન્ય જવાબદારી રહેશે નહીં.

error: Content is protected !!
18108