સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ: 09 સપ્ટેમ્બર 2019
- 2017 18 ના વર્ષ માટે કંપોઝીશન માટે ના ટર્નઓવર ની લિમિટ કઈ તારીખ થી ગણવાની રહે. 01.04.2017 થી કે 01.07.2019 થી? પાર્થ વાલાણી, વઢવાણ/દેવેન્દ્ર સોલંકી, દૂધરેજ
જવાબ: જી.એસ.ટી. કાયદા ની કલમ 2(6) એગ્રીગેટ ટર્નઓવર ની વ્યાખ્યા મુજબ કંપોઝીશન માટેના ટર્નઓવર ની લિમિટ 01.04.2017 થી ગણવાની રહે.
- જો કંપોઝીશન માટે ના ટર્નઓવર ની લિમિટ નાણાકીય વર્ષ દરમ્યાન ક્રોસ થઈ ગઈ હોય, અને ITC 01 ભરવાની મુદત જતી રહી હોય આવા સંજોગો માં કરદાતા પાસે શું વિકલ્પ રહે? પાર્થ વાલાણી, વઢવાણ/દેવેન્દ્ર સોલંકી, દૂધરેજ
જવાબ: જો કંપોઝીશન ટર્નઓવર ની મર્યાદા 2017 18 માં ક્રોસ થઈ ગઈ હોય અને ITC 01 ભરવાની તારીખ જતી રહી હોય તો પોર્ટલ ઉપર કોઈ ઓપ્શન કરદાતા પાસે રહે નહીં. આ અંગે ગુજરાત હાઇકોર્ટ માં રિટ પિટિશન ફાઇલ કરી શકાય અને યોગ્ય દાદ માંગી શકાય છે. પણ આ રિટ પિટિશન ખર્ચાળ હોય શકે માટે ક્રેડિટ ની રકમ મોટી હોય તો આમ કરવા જય શકાય.
- અમારા અસીલ ના કિસ્સામાં 2017 18 નું ખરીદ બિલ જે તે વર્ષ માં લેવાનું રહી ગયું છે. એ બિલ 2018 19 માં પણ લીધેલ નથી. શું હવે 2019 20 માં આ બિલ ની ક્રેડિટ લઈ શકાય છે? પાર્થ વાલાણી, વઢવાણ
જવાબ: હા, આ ક્રેડિટ લેવા માટે હવે પછી ના 3B માં આ દર્શાવવી ખૂબ જરૂરી છે. સામાન્ય સંજોગો માં માત્ર માર્ચ 2019 સુધી ક્લેમ કરેલ ક્રેડિટ જ મળે. પરંતુ માનનીય ગુજરાત હાઇ કોર્ટ ના AAP & Co ના ચુકાદા ને આધીન આ ક્રેડિટ લઈ શકાય.
- અમારા અસીલ ફાળો, શાકભાજી, ઘઉં, બાજરા વી. કરમુક્ત ચીજ વસ્તુઓ નો છૂટક તથા જથ્થાબંધ ધંધો કરે છે. તેઓ આ માલ સીધો ખેડૂત પાસેથી ખરીદે છે. આ ખરીદી પછી તે આ માલ રાજ્ય માં તથા રાજ્ય બહાર વેચે છે. શું આ કિસ્સામાં તેમણે ઇનવર્ડ સપ્લાય પર RCM ભરવો પડે? પિયુષ લિંબાણી, માંડવી
જવાબ: હા, કલમ 9(3) હેઠળ (GTA, વકીલ ફી વી.) આપના અસિલે RCM ભરવો પડે. કલમ 9(4) અંગે નો RCM હાલ સ્થગિત છે માટે કોઈ પણ કરદાતાએ ભરવાનો થતો નથી. આ કલમ લાગુ થયાથી પણ જો આપના અસીલ નો માલ સંપૂર્ણ પણે “એકસેમપટેડ” હોય RCM ભરવાનો થાય નહીં. GTA માટે ની ઇનવર્ડ સપ્લાય માટે અમુક મુક્તિ મેળવી શકાય જે માટે તમારે સેન્ટરલ નોટિફિકેશન 12/2017 (રેઇટ) તા. 28.06.2017 ની એન્ટ્રી 21 જોવાની રહેશે.
- હું એક છૂટક વેપારી છું. નાણાકીય વર્ષ 2017 18 માં મે આંતર રાજ્ય માલ ની ખરીદી કરી ગુજરાત રાજ્ય માં આ વેચાણ કર્યું હતું. ખરીદી આંતર રાજ્ય હોવાથી અમારે IGST ની ક્રેડિટ લેવાની હતી. પણ શરતચૂક થી 3B માં આ ક્રેડિટ CGST તથા SGST માં લેવાઈ ગઈ છે. આવા કિસ્સામાં મારી પાસે શું વિકલ્પ રહે? 2017 18 ના વર્ષના વાર્ષિક રિટર્નમાં આ ભૂલ કેવી રીતે દર્શાવવા ની રહે? આ ભૂલ મને જુલાઇ 2019 માં ધ્યાને આવી. મિતુલ પટેલ, કચ્છ
જવાબ: હવે જ્યારે આ ભૂલ 2017 18 ની હોય અમારા મતે GSTR 3B માં આ અંગે કશું કરી શકાય નહીં. 2017 18 ના વાર્ષિક રિટર્ન માં ખરેખર આ ક્રેડિટ ને સાચી રીતે દર્શાવવી જોઈએ. આ માટે સર્ક્યુલર 26/2017 જોઈ જવા વિનંતી.
- અમારા અસીલ વર્કસ કોન્ટ્રાકટર છે. તેઓના 2018 19 ના રિટર્ન ભરવાના બાકી હતા. આ રિટર્ન ભરતા સમયે તેઓએ કરેલ 2019 20 ના કામ માટે ની TDS થયેલ રકમ પોર્ટલ ઉપર દેખાતી હતી. શું અમે 18 19 ના રિટર્ન ની જવાબદારી માટે આ 19 20 ના TDS ની રકમ સેટઓફ કરી શકીએ? કલ્પેશ મકવાણા, એકાઉન્ટન્ટ, દિવ
જવાબ: હા, તમે 19 20 ની TDS ની રકમ નો ઉપયોગ 18 19 ની જવાબદારી અદા કરવા કરી શકો છો. TDS ની રકમ કેશ લેજર માં જમાં થાય છે. આ રકમ જમા થાય ત્યારે વપરાશ થવા પાત્ર છે.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.