ટેક્સ ટૂડે દ્વારા “યુવા રત્ન” સન્માનીત મિસ જીગ્ના હિતેન મોડાસીયા સાથે એક ખાસ મુલાકાત…

Spread the love
Reading Time: 6 minutes

તા. 08.09.2019: કહેવાય છે કે આ ધરતી પર જીવવાનો દરેક જીવ નો સમાન અધિકાર છે.  આપણાં પૂર્વજો પણ આ વાક્યને પોતાનાં રોજિંદા જીવન માં અનુસરતા એટલેજ રોજ રસોઈ માં ગાય-કુતરા માટે પ્રથમ રોટલી અલગ રાખતા તેમજ પક્ષીઓ માટે કુંડી માં સ્વચ્છ પાણી ભરતાં સાથે ચણ ની વ્યવસ્થા પણ કરતાં.  આપણે સહુએ જૂના મકાનોમાં પક્ષીઓને રહેવા માટેના દિવાલોમાં ગોખલા અને ધાબા પર કબૂતરો ને પોતાનાં ઈંડા મુક્તા જોયો જ હશે! આજની દોડધામ વાળી જિંદગી માં માનવી પોતાની કાળજી રાખવાનો સમય નથી કાઢતો તો ત્યાં આ બિચારા અબોલ જીવો માટે તો શું કરવાનો? આજે ઘણાં વ્યક્તિઓને વિદેશી પ્રજાતિના નતનવી પ્રકારના કુતરાઓ કે પક્ષીઓ પાળવાનો શોખ હોય છે. અને મનગમતું જાનવર કે પક્ષી ખરીદવા માટે ઊંચી કિમત ચૂકવવાની સાથે પોતાનો વટ પડે એ ઘેલછાએ તેમના ઉછેર પાછળ પણ ઘણો ખર્ચ કરતો રહે છે. જ્યારે પહેલાં ના સમયમાં માણસો પોતાની શેરી માં વસતાં કુતરા, બિલાડી, કબૂતરો, પોપટ ને પાળતા. આમ જોઈએ તો પશુ-પક્ષીને સાથે રાખવામા પણ સરકારના કડક નિયમો છે પણ ભારતમાં હજુ આ કાયદાઓને કોઈ દરકારતું નથી. જો વ્યક્તિ પોતે આ અબોલ જીવ ને ઘરમાં રાખતા હોય તો તેની સારસંભાળ અને તેનું રસીકરણ યોગ્ય સમયે કરાવતા રહેવું જોઈએ જેથી જાનવર તથા પરીવાર ની તંદુરસ્તી જળવાય રહે. 

વર્તમાન સમયમાં હવે શેરીઓ માં વસતા અબોલ જીવો પ્રત્યે માનવી નું આકર્ષણ ઓછું થતાં અને સાથે સાથે સરકાર દ્વારા આ મૂંગા જાનવરોની થતી હેરફેરી અને હત્યા ના થાય તેનું સખ્તપણે પાલન થતાં દરેક શહેર માં આમની વસ્તી આસમાને પોહચી ગઈ છે જે એક મોટી સમસ્યા બની ગઈ છે. ભારતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાયસેશન ( WHO ) ના સર્વે મુજબ શેરી માં રખડતા કુતરાઓ ની સંખ્યા 35 કરોડ થી પણ વધુ અને ગાયો-બળદો ની વસ્તી 40 કરોડ થી વધુ પોહચી ગઈ છે.આ રઝળતા જાનવરો ની રક્ષા માટે ઘણા NGO કામ કરે છે જેમાથી એક “Rainbow Animal Aid” નામક સંસ્થા દીવમાં કાર્યરત છે. સ્વખર્ચે આ સંસ્થા ચલાવતાં મિસ. જીગ્ના હિતેન મોડાસીયા સાથે મારી મુલાકાત થઈ હતી જેમાં તેમણે પોતાના આ કાર્યમાં જોડાવા અંગે ના અનુભવની મને માહિતી આપી સાથે જનતાને આ કાર્યમાં જોડાવા માટે અપીલ કરી હતી.  હું ટેક્સ ટુડે ન્યુઝ વતી જીગ્નાબેન ને તેમની ઉત્કૃષ્ટ સમાજ સેવા બદલ આભાર પ્રગટ કરું છું સાથે તેઓને આ કાર્યમાં સરકાર તેમજ જનતા તરફથી સહયોગ મળે તેવી અપીલ કરું છું. તેમની સાથેના મારા ઇન્ટરવ્યૂ માં પૂછાયેલ પ્રશ્નો ના તેમણે સહજતાથી જવાબ આપેલ જે આપની સમક્ષ રજૂ કરું છું 

  1. તમે ક્યારથી આ કાર્યમાં જોડાયેલા છો?

જવાબ : હું જ્યારે 6 મહિનાની હતી ત્યારથી મને જાનવરો પ્રત્યે અપાર પ્રેમ હતો. મારા બાળપણ માં હું ઘણીવાર માતા-પિતા ને મને એક Pet લઈ દેવા વિનંતી કરતી પણ તેઓ જ્યાંસુધી મારો અભ્યાસ પૂરો ના કરું ત્યાં સુધી આ માટે મનાઈ કરતાં. મારા ઉચ્ચ અભ્યાસ માટે મારે શહેર માં જવું પડ્યું અને હોસ્ટેલ માથી PG માં રહેવાનુ થયું ત્યારે મે એક બિલાડી એડોપ્ટ કરી જેનું નામ Jenny રાખ્યું. ત્યારે પછી મે બીજી એક બીમાર બીલાડી ( Joyce ) ને એડોપ્ટ કરી અને તેની અમદાવાદમાં સારવાર કરાવી. આ પછીથી મને જાનવરો ના વ્યવહાર અને તેમના ગમા અને અણગમા વિશેનો વિસ્તૃત ખ્યાલ આવ્યો.  સમય જતાં મે વર્ષ 2018 માં મે PETA(INDIA) જોઇન્ કર્યું તે દરમિયાન મને પશુઓ સાથે થતાં અત્યાચારો માહિતી મળી. આ સંસ્થા માં જોડતા પહેલાં મને Meat પસંદ ના હતું પણ હું Seafood અને Dairy Products આહાર માં લેતી, પણ PETA(INDIA) થી માહિતગાર થતાં હું 100% શાકાહારી બની. હું જ્યાંપણ હોઉ મારી આસપાસ અગર કોઈ કુતરા, બિલાડી, ગાય, ગધેડાં, ભૂંદ ભૂખ્યા જોવા મળે તો હું તેમને ખોરાક અને પાણી આપવાનું ભૂલતી નથી. આ મારો નિત્યક્રમ બની ગયો છે. અગર કોઈ બિમાર જણાય તો હું તેને સાથે ઘરે લાવી ને પણ સારવાર આપું છું. જ્યારે તે તંદુરસ્ત જણાતા તેને જયાંથી લાવેલ હતા તે જગ્યાએ પાછી મુકી આવું છું.  

2) તમને ક્યારેય આ પશુ કરડશે તેનો ભય નથી લાગતો?

જવાબ : હા ચોક્કસ !! પરંતુ મારી દ્રષ્ટિ એ આ જગત મા મનુષ્યથી વધુ હિંસક પ્રાણી બીજું કોઈ નથી.  મનુષ્યએ પોતાના વિકાસ કરવામાં કુદરતી સંપતિઓનું નિકંદન કાઢી નાખ્યું છે. ઈશ્વરે આ જગત દરેક જીવને રહેવા માટે બનાવેલ છે પરંતુ માનવી ના આંધળા વિકાસને કારણે આ અબોલ જીવો માટે ના તો રહેવા માટે ખુલ્લુ વાતાવરણ બચ્યું છે કે ના તો સ્વચ્છ પાણી.  તેમને બે ટંક ભોજન માટે પણ કેટલાં ફાંફાં મારવા પડે છે. મને ઘણી વાર પશુઓએ કરડયું હશે પણ હું દર વર્ષે હડકવા વિરોધી રસીકરણ લઈ લઉં છું જેના કારણે હડકવાનો ભય ના રહે, બીજું દરેક પ્રાણી તમને અગાઉ થી તેના વર્તાવ થી સૂચિત કરે છે કે તેની પાસે જવું કે નહિઁ ! આપણે પોતે પણ આપણું ધાર્યું ના થતાં ગુસ્સે ભરાયે છે તેમ પ્રાણીઓનો સ્વભાવ પણ કઈક આવોજ છે.

3) આપની દિનચર્યા માં આ જીવો માટે કેટલો સમય ફાળવો છો?

જવાબ : હું દરરોજ મારી સ્કૂટી ની ડેકી માં કુતરા અને બીલાડીઓ માટે નું સ્પેશિયલ ફૂડ ના પેકેટ રાખું છું જેમાં મારૂ પરિવાર મને સારી મદદ કરે છે. શેરી માં પશુઓ ને ખોરાક આપવા માટેનો શ્રેષ્ઠ સમય સવારે 6 વાગ્યા પેહલા અથવા રાત્રિના 11 વાગ્યા પછીનો હોય છે.  તેઓને ખોરાક આપતી વખતે આસપાસ લોકોની ચહલ-પહલ અને વાહનોની અવર જવર ના હોવાથી તેઓ શાંતિ થી ભોજન લઈ શકે છે. આ સિવાય હું અન્ય પશુઓ માટે પણ જરૂરી ભોજન ની વ્યવસ્થા કરું છું. જ્યારે શેરી માં એક થી વધુ કુતરાઓ કે અન્ય પશુઓ હોય તો ખોરાક બધા માટે અલગ મૂકવો જેથી તેઓ ઝગડા ના કરે અને દરેકને પૂરતું ભોજન મળે. 

4) ક્યારેય આપના પરિવાર ના સભ્યો દ્વારા કોઈપણ જાનવર ને ઇજાગ્રસ્ત જાણતા ઘરે લાવો ત્યારે વાંધો ઉઠાવવામાં આવે છે?

જવાબ : ક્યારેય નહિઁ ! હું ખુબજ નસીબદાર છું કે મારા પરિવાર ના સભ્યો મારી આ પ્રવૃતિ માં સદાય સહાય કરે છે.  આજે હું જે સ્થાન પર છું તે ફક્ત તેઓનેજ આભારી છે. ઘણીવાર મારે અભ્યાસ અર્થે બહાર જવાનું થાય ત્યારે મારા માતા આ પશુઓની દેખભાણ કરે છે. હું દીવ માં રહું છું અને અહી કોઈ પણ ઢોર ડોક્ટર કે સારી જાનવરો માતે ની હોસ્પિટલ ની સુવિધા નહીં તદુપરાંત સરકાર તરફ થી પણ આ જાનવરો ના બર્થ કંટ્રોલ ઉપર કોઈ સારા પ્રોજેકટ હાથ ધરવામાં ના આવતા હોય, હાલ વડોદરા એનિમલ એઈડ સંસ્થા ની મદદ લઈ મેં દીવ શહેર માં 100 કુતરાઓ અને 50 બિલાડીઓ ને હડકવા વિરોધી રસીકરણ આપ્યા હતા. હું આણંદ ની એક જીવ સેવા કરતી સંસ્થા મા ત્યાં ના જાનવરો ને માંદગી ના સમયે નાની મોટી સારવાર કરવાનું શીખેલી છું એટ્લે તેઓની સામાન્ય ઇજાઓ કે બિમારી માં હું તેઓને જરૂરી દવાઓ આપી શકું છું જેથી તેઓને બનતી રાહત મળે. 

5) તમને ક્યારે આ જાનવરોને અડવામાં સૂગ નથી ચઢતી?

જવાબ : શેના માટે? તેઓ ગંદા છે કારણકે તેઓ પાસે પોતાનું ઘર નથી. આ અબોલ પ્રાણીઓ ની જિંદગી ખુબજ દયાનીય હોય છે. તેમને ખોરાક માટે રોજ માણસ ના ફેંકેલા એંઠવાડ મા મોઢા નાખવા પડે છે. જો આપણને ક્યારેક અતિશય ભૂખ લાગી હોય અને ખોરાક ના મળે તો આપણે પણ ગુસ્સે થઈ જઇ એ છે તો આવા પશુઓ નો શું હાલ થતો હશે. ગરમી ના સમયે પીવાનું પાણી ના મળતા તેઓ પણ ડીહાઈડ્રેશન નો શિકાર બની મૃત્યુ પામે છે. મારી વિનંતી કે છે આ લેખ વાંચનર સૌએ જો પોતે કશું ના કરી શકે તો વાંધો નહીં પણ પોતાના ઘરની આસપાસ વસતાં પ્રાણીઓ ને ખોરાક અને પાણી મળી રહે તેટલી વ્યવસ્થા કરે. ઘણા જાનવરો ચામડી ના રોગ થી પીડાતા હોય ત્યારે લોકો તેને ધુતકારતા હોઈ છે, એ જોઈ હું ખૂબજ ઉદાસ થાઉં છું. અગર આપણે બિમાર હશું તો આપણાં પરિવાર ના સભ્યો આપણને ડોક્ટર પાસે લઈ જશે, પણ આ જાનવરો નું કોણ ? અગર આપની આસપાસ કોઈ આવું જાનવર મળે તો જાનવરો ની દેખભાળ રાખતી સંસ્થાઓ ને જાણ કરો જેથી તેનું જીવન બચી શકે.

6) આગળ જતાં આ પ્રવૃતિ માટે આપને શું કરવું છે?

જવાબ : મારો ધ્યેય a) દીવ ડિસ્ટ્રિક્ટ માં AWBI ના નિયમ મુજબ નવા જનમતા પ્રાણીઓ ની સંખ્યા ને નિયંત્રિત રાખવા ની સાથે તેઓ નું રેગ્યુલર રસીકરણ કરવાનો, b) દરેક શાળાના બાળકોને પ્રાણીઓ ના રક્ષણ વિષે તથા નવા પશુઓ ખરીદવાને બદલે આપણી આસપાસ વસતા પ્રાણીઓ ને શું કામ ADOPT કરવાં જોઈએ તેની જાગૃતતા ફેલાવાનો, c) દીવ માં એક અધ્યતન જાનવરો ની હોસ્પિટલ બનાવવાં ની સાથે હોસ્પિટલ માં સારા ઢોર ડોક્ટર ની પેર્મેનેંટ નિમણૂક કરાવવા સરકારને ભલામણ કરીશ. d) પ્રાણીઓ ને ઇમર્જન્સી માં સારવાર મળી રહે તે હેતુથી એક મોબાઇલ એનિમલ એમ્બ્યુલન્સ માટે આગળ કામ કરવું છે. e) વધુ માં વધુ લોકોને શાકાહારી બનવાથી થતાં લાભ વિષે જાગરૂકતા કરવી.

7) આ પ્રવૃતિ માટે ડોનેશન કેવી રીતે એકત્રિત કરો છો?

જવાબ : થોડીઘણી મદદ મને ઓનલાઇન પ્લૅટફૉર્મ થી મળે છે જ્યારે મહતમ મદદ મારા પપ્પા કરે છે.

8) આપ કઈ રીતે જાનવરોને સારવાર કરો છો?

જવાબ : બરોડા જેવા સિટિ માં જો કોઈ બિમાર જાનવર જણાઈ તો હું તેની સારવાર ઢોર ડોક્ટર પાસે લઈ જઈને કરી શકું છું. ત્યાં આ માટેની એમ્બુલન્સ ની પણ સૂવીઘા છે.  જ્યારે દીવ માં કોઈપણ પ્રકારની જાનવરોના સારા ડોક્ટર ની સુવિધા કે એમ્બુલન્સ ના મળતી હોય હું જરૂરી દવાઓ અને FIRST AID કીટ મારા ઘરે રાખું છું. મારા અનુભવ મુજબ તેમનો ઈલાજ કરું છું. વધુ ગંભીર જણાતા હું મારા જાણીતા ઢોર ડોક્ટર ની સલાહ લઈ આગળ નો ઉપચાર કરું છું.

9) લોકો હમેશા સારી પ્રજાતિ ના પાલતુ જાનવર ખરીદવાનું પસંદ કરતાં હોય છે તો આપનો શું અભિપ્રાય છે?

જવાબ: જ્યારે આપણે કોઈ જીવ ખરીદતા હોય ત્યારે આપણે તેને એક બાળક જેટલોજ પ્રેમ આપતા હોયે છીએ, પણ ક્યારેય કોઇ બાળકને ખરીદીને આપણાં પરિવારમાં સામીલ કર્યે છે? જેમ પ્રેમ અને પરિવારના સભ્યને ખરીદી શકતા નથી ફક્ત સ્વીકારી શકાય છે તેમજ જનવરોને ખરીદવાને બદલે આપણી આસપાસ વસતા જાનવરો ને સ્વીકારવાથી તેઓ પણ પરિવારના સભ્ય હોવાનું મહેસુસ થાય છે. 

આપની ભારતીય નસલ ના પાળતું જાનવરો માં ગજબ ની સ્ફૂર્તિ અને તન્દુરસ્તી હોય છે.  તેઓ આપણાં દેશ ના વાતાવરણ માં આરામ થી રહી શકે છે અને સાથે ખુબજ પ્રેમાળ વર્તન કરતાં હોય છે. મારો પોતાનો અનુભવ છે કે ભારતીય નસલ ના જાનવરો વિદેશી જાનવરો કરતાં વધુ આયુષ્ય ધરાવે છે.

અગર આપ કોઈ ભારતીય નસલ નું પાલતુ જાનવર વસાવવા માંગતા હોવ તો Rainbow Animal Aid ની મારી સંસ્થા નો સંપર્ક કરશો. આપના પસંદગી ના જાનવર ને 1 વર્ષના મફત રસીકરણ સાથે આપ ક્યારેય પણ તેના વિષે મારૂ સલાહ સૂચન ગમે ત્યારે માંગશો તો તે પણ હું વિનામૂલ્યે આપીશ. અગર તે બિમાર થશે તો હું તેની સંભવ સારવાર પણ કરી આપવાની બાહેધરી આપું છું.

10) આજના યુવાવર્ગ ને આપ કોઈ સંદેશો આપવા માંગો છો?

જવાબ: આજના યુવાન નૌજવાનોને હું એટલુજ કહવા માંગુ છું કે પોતાના અનુકૂળ સમયે આસપાસ વસતા જાનવરો પ્રત્યે પણ પરિવાર ના સદસ્ય જેવી સંવેદના રાખે. ઘરેથી બહાર જાઓ ત્યારે અવશ્ય તેઓની સાથે સારો વ્યવહાર કરો. તેમના માટે ખોરાક અને પાણી ની વ્યવસ્થા કરો અને જો કોઈ બિમાર જણાય તો વધુ નહિઁ તો ફક્ત જાનવરો ની સંસ્થાને ફોન કરી ને જણાવી આપો.  જો આપણે થોડી ઘણી માનવતા દાખવશુ તો આપણે ઈશ્વરની રચનાનું ખૂબ સરસ રીતે જતન કરશું. આપના મિત્રો કે જેઓને પાળતું જાનવર રાખવાનો શોખ હોય તેઓને પણ જાનવર ખરીદવાને બદલે પોતાની આસપાસ વસતા જીવને અપનાવવા અથવા કોઈ જીવસેવા કરતી સંસ્થા નો સંપર્ક કરી ને જાનવર ને દતક લેવું. 

 

Jigna Hiten Modasia

Rainbow Animal Aid, Diu. 

Contact no:- 8200352585  (SMS and calls only)

Instagram:- rainbow_animal_aid

Facebook:- Rainbow Animal Aid

Email:- rainbowanimalaid@gmail.com

( આ ઇન્ટરવ્યુ ટેક્સ ટુડે ના દિવ ખાતે ના પ્રેસ રિપોર્ટર કૌશલ પારેખ દ્વારા કરવામાં આવ્યો છે)

error: Content is protected !!