સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

 

તારીખ: 14th  ઓક્ટોબર 2019

  1. અમારા અસીલ પોતાની જમીન ઉપર સોલર પાવર પ્લાન્ટ નાખેલ છે. ઉત્પાદન થયેલ સંપૂર્ણ ઉત્પાદન PGVCL કરાર મુજબ ખરીદી લે છે. અમારા અસીલ પોતાના માટે કોઈ આમની કોઈ ઇલેક્ટ્રિસિટી નો વપરાશ કરતાં નથી. આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે અંદાજે 2 કરોડ જેવો ખર્ચ તેઓએ કરેલ છે. આ અંગે અમારા નીચે મુજબ પ્રશ્ન છે.                                                                                                                                        જે. વી. પટેલ એન્ડ કૂ. જેતપુરશું        આ ઇલેક્ટ્રીક પાવર સપ્લાય જી.એસ.ટી. હેઠળ કરપાત્ર ગણાઈ?

જવાબ: ઇલેક્ટ્રીકસિટી ડિસ્ટ્રિબ્યુશન ની સેવા એ કરમુક્ત સેવા ગણાઈ.

જો વેરા પાત્ર ગણાઈ તો આની ઉપર ક્યાં દરે વેરો લાગે?

જવાબ: લાગુ પડતું નથી.

આ સોલર ઇલેક્ટ્રીક જનરેશન પ્લાન્ટ ઊભો કરવા જે ખર્ચ કર્યો છે તેની કેપિટલ ગુડ તરીકે ક્રેડિટ મળે?

જવાબ: આપની સેવા જી.એસ.ટી. હેઠળ કરમુક્ત હોય, જી.એસ.ટી. કાયદા ની કલામ 17(2) મુજબ કેપિટલ ગુડ્સ ની કોઈ ક્રેડિટ મળે નહીં.

 

  1. જી.એસ.ટી. નોટિફિકેશન 18/2019, તા. 30 સપ્ટેમ્બર 2019 દ્વારા એરિએટેડ વોટર ને કંપોઝીશન પરમીશન માથી બાકાત કરેલ છે. અમારો પ્રશ્ન એ છે કે HSN 22021010 માંની બધી વસ્તુ જેમાં ખાંડ કે મીઠાશવાળા પદાર્થો કે સુગંધી પદાર્થો નો સમાવેશ થયેલ હોય એ પણ કંપોઝીશન નો લાભ ના લઈ શકે કે માત્ર “એરિએટેડ ડ્રિંક્સ” આ લાભ ના લઈ શકે?                                                                                                      જે. વી. પટેલ એન્ડ કૂ. જેતપુર

 

જવાબ: અમારા મતે, આ નોટિફિકેશન દ્વારા માત્ર એરિએટેડ ડ્રિંક્સ ને કંપોઝીશન સ્કીમ માં જવા નો બાધ કરવામાં આવ્યો છે. માટે જે ડ્રિંક એરિએટેડ ના હોય (એરિએટેડ એટ્લે કાર્બોનેટેડ ના હોય)તેમને 2/2019 હેઠળ  કંપોઝીશન માં જવાની પરવાનગી હજુ મળી શકે.

 

ઇન્કમ ટેક્સ

 

  1. અમારા અસીલ ની ભાગીદારી પેઢી છે. જેમાં 3 પાર્ટનર છે. વર્ષ ની શરુવાત માં બે પાર્ટનર રિટાયર્ડ થયા અને એક પાર્ટનર દાખલ થયા. તેઓ પોતાની મૂડી ની વહેચણી રોકડ વડે સુલટાવવા માંગે છે. મારો પ્રશ્ન એ છે કે શું આ વ્યવહાર રોકડ માં કરીએ તો ઇન્કમ ટેક્સ કાયદા ની કલામ 269SS કે 269T લાગે? ભાગીદારો કેટલી મૂડી રોકડ દ્વારા ચૂકવી શકે?                                                                                                                         હિત પટેલ, કચ્છ

જવાબ: ભાગીદારો ના કિસ્સામાં 269SS કે 269T ના લાગે. પણ જ્યારે હવે ભાગીદાર છૂટા થઈ ગયા છે માટે તેમની મુદે એ ધંધા માં લોન સ્વરૂપે તબદીલ થઈ ગણાઈ. માટે જો હવે આ રકમ રોકડ માં સુલટાવવા માં આવે તો 269SS અને 269T લાગે. ભાગીદાર મહતમ 199999/- સુધી રોકડ માં ભાગીદારી પેઢી સાથે વહીવટ કરી શકે. આ વ્યવહારો ઉપર 269ST લાગુ પડે જો વ્યવહાર 200000/- કે તે થી વધે તો.

 

ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!