તારીખ 09 ઓક્ટોબર ના રોજ જી.એસ.ટી. હેઠળ ના “પ્રોસીજરલ” નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા: વાંચો આ નોટિફિકેશન અંગે સરળ ભાષા માં સમજૂતી….

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી કાયદા હેઠળ તારીખ 09 ઓક્ટોબર ના રોજ “પ્રોસિજરલ” નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ નોટિફિકેશન અંગે ની સંક્ષિપ્ત જાણકારી આ લેખ માં વાચકો માટે સરળ ભાષા માં રજૂ કરવામાં આવેલ છે.

  • નોટિફિકેશન 44/2019: આ નોટિફિકેશન દ્વારા ઓક્ટોબર 19 થી માર્ચ 2020 સુધી GSTR 3B ભરવાની જૂની પદ્ધતિ ચાલુ રાખવા જાહેરાત કરાઇ છે. હાલ ની પ્રવર્તમાન રિટર્ન ની સિસ્ટમ માર્ચ 2020 સુધી ચાલુ રહેશે. ટેક્સ પેમેન્ટ પણ હાલ ની સિસ્ટમ મુજબ કરવાનું રહેશે.  20 તારીખ સુધી માં 3B તથા ટેક્સ પેમેન્ટ (કંપોઝીશન સિવાય ના) કરદાતાઓએ કરવાનું રહેશે.

 

  • નોટિફિકેશન 45/2019: આ નોટિફિકેશન દ્વારા 1.5 કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા કરદાતા માટે ત્રિમાસિક રિટર્ન ભરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

            ત્રિમાસિક ગાળો:                                                           તારીખ:

ઓક્ટોબર થી ડિસેમ્બર 2019:                            31 જાન્યુઆરી 2020

જાન્યુઆરી 2020 થી માર્ચ 2020                          30 એપ્રિલ 2020

 

  • નોટિફિકેશન 46/2019: આ નોટિફિકેશન દ્વારા 1.5. કરોડ કે તેથી ઉપર ના ટર્નઓવર વાળા કરદાતા માટે ત્રિમાસિક રિટર્ન ભરવા માટેની તારીખ જાહેર કરવામાં આવેલ છે. ઓક્ટોબર 2019 થી માર્ચ 2020 સુધી ના માસિક GSTR 1 ભરવાની છેલ્લી તારીખ જે તે મહિના પછીના મહિના ની 11 તારીખ રહેશે.

 

  • નોટિફિકેશન 47/2019: આ નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2017 18 અને 2018 19 ના વર્ષ માટે જેમનું ટર્નઓવર 2 કરોડ થી ઓછું હોય તથા તેમણે હજુ વાર્ષિક પત્રક ના ભર્યું હોય તો તેવા કરદાતા માટે આ વાર્ષિક રિટર્ન મરજિયાત રહેશે. જો આ કરદાતા 30 નવેમ્બર સુધી પોતાનું વાર્ષિક રિટર્ન નહીં ભારે તો તેઓએ પોતાનું વાર્ષિક રિટર્ન ભરી દીધું હોવાનું માની લેવામાં આવશે.

 

  • નોટિફિકેશન 48/2019: આ નોટિફીકેશન એ જમ્મુ અને કાશ્મીર માં ધંધા નું સ્થળ ધરાવતા કરદાતા માટે GSTR 3B તથા GSTR 1 તથા ટી.ડી.એસ. રિટર્ન ની મુદત વધારવા માટે નું નોટિફિકેશન છે.

 

  • નોટિફિકેશન 49/2019: આ નોટિફિકેશન કદાચ 09 ઓક્ટોબર ના 6 નોટિફિકેશન માં સૌથી ચર્ચાસ્પદ નોટિફિકેશન હશે. જી.એસ.ટી. નિયમો માં આ નોટિફિકેશન દ્વારા સુધારા કરવામાં આવ્યા છે. આ લાંબા નોટિફિકેશન નો સારાંશ નીચે મુજબ છે.

 

  • નિયમ 21A(3) માં સમજૂતી ઉમેરવા માં આવેલ છે. આ સમજૂતી મુજબ જી.એસ.ટી. નંબર સસ્પેન્ડ થયો હોય તેવા કરદાતા ટેક્સ ઇંવોઇસ આપી શકશે નહીં તથા ટેક્સ ઉઘરવી શકશે નહીં.

 

  • નિયમ 36 માં ક્લોઝ 3 પછી ક્લોઝ 4 ઉમેરવામાં આવેલ છે. જે મુજબ હવે ખરીદનાર કરદાતા માત્ર પોતાના 2A માં દર્શાવેલ ક્રેડિટ થી 20% વધુ ક્રેડિટ જ લઈ શકશે. જો વેચનાર વેપારી પોતાના GSTR

 

  • નિયમ 61(5) માં તારીખ 01 જુલાય 2017 ની પાછલી તારીખ થી ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે 3B રિટર્ન ને કલમ 39(1) નું રિટર્ન ગણવામાં આવશે તેવું જાહેર કરવામાં આવેલ છે. આ ફેરફાર થી ગુજરાત હાઇ કોર્ટ ના AAP & CO ના જજમેંટ ની અસર રદબાતલ કરવા સરકાર દ્વારા પ્રયાસ કરેલ છે.

 

  • નિયમ 142 માં મહત્વ નો ફેરફાર કરી શો કોઝ નોટિસ આપતા પહેલા DRC 01A યોગ્ય અધિકારી દ્વારા પોતે કેટલી ટેક્સ ની રકમ વ્યાજ તથા દંડ આકારવા માંગે છે તે અંગે કરદાતા ને જાણ કરવી પડશે.

 

મિત્રો, આ છે 09 ઓક્ટોબર ના રોજ બહાર પડેલ 6 નોટિફિકેશન અંગે નો સારાંશ.આપના પ્રતીભાવ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ દ્વારા અથવા 9924121700 પર વોટ્સ એપ દ્વારા મોકલી શકો છો.

ભવ્ય પોપટ, એડિટર-ટેક્સ ટુડે

error: Content is protected !!