“સે નમસ્તે” : વિડીઓ કોનફરન્સ વેબ: વિદેશી ઓનલાઈન મિટિંગ એપ્લીકેશન નો સ્વદેશી જવાબ…
By Ronak Palan, CA Student, Reporter Tax Today
તા. 26.04.2020: Zoom મીટીંગ એપમાં સુરક્ષાની સમસ્યાઓ અંગે વિવિધ અહેવાલ વાંચી-જોઈ ને લોકો ઝુમ એપ ઉપર કેટલો વિશ્વાસ કરવો તે અંગે ચોક્કસ વિચારી રહ્યા હશે. લોકડાઉન ના આ સમયમાં ઓનલાઈન મિટિંગ નો ઉપયોગ કરવો જરૂરી છે એ બાબત નિર્વિવાદ છે. આમ, લોકો ઝૂમનો વિકલ્પ શોધવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. આ સમયમાં હવે આપણાં ભારતનીજ એક કંપની એ એક ઓનલાઈન વેબ ટુલ વિકસાવ્યું છે જે લોકોને વિડીઓ કન્ફરેન્સ,મીટીંગ વગેરે માં મદદરૂપ થઇ શકે છે. આ વેબ ટુલ વિવિધ એપ જેવીકે ઝૂમ,વેબેક્ષ વગેરે ના વિકલ્પ તરીકે ઉપયોગી બને તેવી પ્રબળ સંભાવના છે.
“સે નમસ્તે” શું છે ?
‘સે નમસ્તે’ એ એક નવું ભારત આધારિત વેબ ટૂલ છે જે વિડિઓ કન્ફરન્સિંગમાં મદદરૂપ થાય છે. આ પ્લેટફોર્મ મુંબઈ સ્થિત વેબ એપ્લિકેશન અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની, “ઇન્સ્ક્રિપ્ટ્સ” દ્વારા બનાવવામાં આવ્યું છે. આ વેબ ટુલ થોડા દિવસો પહેલાજ લોન્ચ કરવામાં આવ્યું છે અને હાલ આ ટુલ Beta Version (ટેસ્ટીંગ વર્ઝન) માં ચાલી રહ્યું છે.
શું “સે નમસ્તે” એ મોબાઇલ એપ્લીકેશન છે?
“સે નમસ્તે” એ મોબાઇલ એપ્લીકેશન નથી તે એક ઓનલાઈન વેબ ટુલ છે જે વેબ બ્રાઉઝરના માધ્યમથી ઉપયોગ કરી શકાય છે અને આ ટુલનો ઉપયોગ મોબાઈલ અને ડેસ્કટોપ બંનેથી થઇ શકે છે. આગામી દિવસોમાં આ ટુલ એપ્લીકેશનના રૂપમાં પણ લોંચ થાય તેવી પણ શક્યતા છે.
શું વિશેષતાઓ છે “સે નમસ્તે” ની ?
“સે નમસ્તે” વેબ ટુલમાં :-
• Video Conference
• Live Chat
• Screen Sharing
• File Sharing
જેવી વિવિધ વિશેષતાઓ છે. હાલ આ વેબ ટુલમાં એક સાથે 25 લોકો સાથે વિડીઓ કોન્ફરેન્સ કરી સકાય છે અને આગામી દિવસો માં આ વધારીને ૧૦૦ લોકો સુધી કરી દેવામાં આવશે.
સે નમસ્તે વેબ ટુલ નો ઉપયોગ કેવી રીતે કરી શકાય?
હાલ આ વેબ ટુલ નો ઉપયોગ FREE કરી શકાય છે અનો કોઈ ચાર્જ નથી.
આ વેબ ટુલ નો ઉપયોગ કરવા માટે :-
Step 1 :– તમારે www.saynamaste.in આ લીંક વેબ બ્રાઉઝરમાં ખોલવાની રેહશે.
આ લીંક ખોલ્યા બાદ ૨ વિકલ્પો જોશો:
૧.Create new meeting
૨.Join existing meeting
Step 2 :- જો આપ નવી મીટીંગ ચાલુ કરવા ઈચ્છતા હોવ તો “Create new meeting” પર ક્લિક કરવાનું ત્યાર બાદ તમારું નામ એન્ટર કરવાનું અને સ્ટાર્ટ પર ક્લિક કરવાનું.
Step 3:- સ્ટાર્ટ પર ક્લિક કર્યા બાદ ૧ પેઇજ ખુલશે જેમાં મીટીંગ URL,મીટીંગ id અને કોડ આપ્યો હશે જે તમે ત્યાંથી કોપી કરી અને તમે મીટીંગમાં ઈચ્છતા હોવ તે લોકો સાથે શેર કરી શકો છો.
Step 4:- જો તમે મીટીંગ માં જોડવા ઈચ્છતા હોવ તો “Join existing meeting” પર ક્લિક કરવાનું.
Step 5:- ત્યારબાદ ૧ પેઇજ ખુલશે જ્યાં તમારે તમારું નામ,યજમાને શેર કરેલો મીટીંગ id અને કોડ એન્ટર કરી અને “Join meeting” પર ક્લિક કરવાનું રહેશે.
આ રીતે આપ સે નમસ્તે વેબ ટુલ નો ઉપયોગ કરી શકો છો.
ભારત સરકાર દ્વારા “વીડિયો કોન્ફરન્સિંગ સોલ્યુશનના વિકાસ માટે ઇનોવેશન ચેલેન્જ” શરૂ કરવામાં આવ્યું છે, જેની જાહેરાત ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી (MeitY) દ્વારા તેની સ્ટાર્ટઅપ હબ પહેલ હેઠળ કરવામાં આવી છે. આ એક નવી ‘ઇનોવેટિવ ચેલેન્જ’ શરૂ કરી છે, જેમાં ભાગ લેવા અને દેશની પોતાની વિડિઓ-કોન્ફરન્સિંગ એપ્લિકેશન બનાવવા માટે સ્ટાર્ટ અપ્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. બધી ભારતીય કંપનીઓ 30 એપ્રિલ સુધી આ પડકારમાં ભાગ લઈ શકે છે. પડકારને જીતવા માટે, વિકાસકર્તા ટીમે તેની ખાતરી કરવી જરૂરી છે કે તે બધી આવશ્યકતાઓને પૂર્ણ કરે જેવીકે કોઈપણ ઉપકરણ પર વિડિઓ કોન્ફરન્સિંગ એપ્લિકેશનનો ઉપયોગ થઇ શકે, વપરાશકર્તાઓ નું સુરક્ષા, નબળા નેટવર્કમાં કામ કરવું વગેરે ધ્યાનમાં રાખીને બનાવવાનું રહેશે. “વીડિયો કોન્ફરન્સિંગ સોલ્યુશનના ડેવલપમેન્ટ માટે ઇનોવેશન ચેલેન્જ” ની વિજેતાની જાહેરાત 29 જુલાઈએ કરવામાં આવશે, અને વિજેતા ટીમને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય તરફથી ઇનામ તરીકે 1 કરોડ રૂપિયા અને પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવશે. અને આ ચેલેન્જમાં “સે નમસ્તે” પણ ભાગ લઈ રહ્યું છે.
નોંધ :- કેટલીક અફવાઓ ઇન્ટરનેટ પર એવી પણ ફેલાઇ રહી છે કે આ ‘સે નમસ્તે’ નામનું વિડિઓ કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે. પણ આ અફવા ખોટી છે. માહિતગાર રહો, સુરક્ષિત રહો.