સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 27th April 2020

Experts

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના 20th April 2020 Edition

Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ

તારીખ: -27th એપ્રિલ 2020
જી.એસ.ટી.

1. અમારા અસીલ એસ્સાર ઈન્ડસ્ટ્રીઝ નો પેટ્રોલ પંપ ધરાવે છે. તેઓના ખરીદ બિલમાં વેટ ટીન ખોટો લખેલ હોવાથી ITC લેજર માં ક્રેડિટ જમા થઈ નથી. તો શું આકારણી દરમ્યાન આ ટેક્સ ભરવા તેમની જવાબદારી આવશે?         સંદીપ પટેલ, એકાઉન્ટન્ટ

જવાબ: ના, આકારણી દરમ્યાન આ રકમ ભરવાની જવાબદારી ના આવે. આ એક પ્રોસીજરલ ભૂલ કહેવાય. ટેક્સ ઇંવોઇસ ઉપર ખરીદી હોય અને ટીન લખવામાં ભૂલ હોય તો એસ્સાર કંપની પાસે આ અંગે કન્ફરમેશન મેળવી તમારી પાસે રાખી શકાય. આકારણી સમયે અધિકારી એસ્સાર ઇન્ડ. ના વેચાણ ના એનેકસર 201 A ઉપરથી પણ આ બાબત ની ચકાસણી કરી શકે છે. આમ, આકારણી માં થોડી વિગતો વધુ આપવા પત્ર થશે પણ “જેન્યુઇન” કેસ માં આ રકમ ભરવાપાત્ર થશે નહીં.

 

2. અમારા અસીલ એસ્સાર ઈન્ડસ્ટ્રીઝ નો પેટ્રોલ પંપ ધરાવે છે. તેઓની પેટ્રોલ તથા ડીઝલ માં ઘટ નું પ્રમાણ સરકારી પરિપત્ર મુજબજ છે. તો વેટ રિટર્ન ફાઇલ કરતી વખતે તેની શું ઇફેક્ટ આવે?                                                      સંદીપ પટેલ, એકાઉન્ટન્ટ

જવાબ: પેટ્રોલિયમ ડીલર ના કિસ્સામાં ગુજરાત વેટ કાયદા હેઠળ સામાન્ય ઘટ ના રેશિયો નક્કી કરી પરિપત્ર કરવામાં આવેલ છે. આ પરિપત્ર સુધી ની ઘટ હોય તો વેટ રિટર્નમાં કોઈ ઇફેક્ટ આવે નહીં.

3. અમારા અસીલ એક્સપોર્ટર છે. તેઓ જી.એસ.ટી. હેઠળ GTA માટે RCM ભરે છે. મારો પ્રશ્ન એ છે કે આ GTA ના RCM નું રિફંડ કેવી રીતે લઈ શકાય?                                                                            વિરેશ ખરાડી, ટેક્સ કન્સલ્ટન્ટ, વલ્લભ વિધ્યાનગર

જવાબ: જી.એસ.ટી. કાયદા હેઠળ એક્સ્પ્પોર્ટ બે રીતે કરી શકાય છે. એક, LUT દ્વારા અને બીજું “વિથ પેમેન્ટ (IGST)”. RCM નું રિફંડ લેવા માટે કોઈ અલગ વિધિ કરવાની રહેતી નથી. જ્યારે RCM ની ચુકવણી કરવામાં આવે ત્યારે તે માહિનામાં GSTR 3B માં RCM અંગે ની ક્રેડિટ ના કૉલમ માં આ રકમ લખી નાખવી જોઈએ. ત્યારબાદ જ્યારે રિફંડ નું ફોર્મ ભરવામાં આવે ત્યારે આ રકમનો ક્રેડિટ તરીકે સમાવેશ થયેલ હોય છે. આમ, આપ ભરેલ RCM નું રિફંડ મેળવી શકશો.

4. અમારા એક અસીલના કિસ્સામાં તેઓની ક્રેડિટ, ક્રેડિટ લેજર ની જગ્યાએ પ્રોવિઝનલ ક્રેડિટ માં દર્શાવી રહી છે. આનું શું કારણ હોય શકે? અમારે હવે શું કરવાનું રહે?                                                              વિરેશ ખરાડી, ટેક્સ કન્સલ્ટન્ટ, વલ્લભ વિધ્યાનગર

જવાબ: આ ક્રેડિટ પ્રોવિઝનલ ક્રેડિટ માં તબદીલ કરવા અંગે ની સત્તા “પ્રોપર ઓફિસર” ને આપવામાં આવેલ છે. મોટા ભાગે આ સત્તાનો ઉપયોગ જ્યારે કોઈ બોગસ સપ્લાયર પાસેથી ખરીદી કરેલ હોય તેવા પુરાવા હોય તો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ અંગે આપણે ઇ મેઈલ પણ આવ્યો હશે. જો ના આવ્યો હોય તો આ અંગે તમારા “પ્રોપર ઓફિસર” નો સંપર્ક કરવો રહ્યો.

5. પ્રાઇવેટ લિમિટેડ કંપની ના કિસ્સામાં ડાયરેક્ટર રેમ્યુંનરેશન ઉપર RCM ની શું જવાબદારી આવે?       એક કરદાતા, રાજકોટ

જવાબ: જી.એસ.ટી. કાયદા ની કલમ 9(4) ને RCM નોટિફિકેશન 13/2017 (રેઇટ), તા. 30 જૂન 2017 ની એન્ટ્રી ને સાથે વાંચતાં, પ્રાઈવેટ લિમિટેડ ના Whole Time Director સિવાય ના કિસ્સામાં RCM ની જોગવાઈ લાગુ પડે તેવો અમારો મત છે. જો ડિરેક્ટર કંપની ની સાથે નોકરીદાતા-કર્મચારી (એમ્પ્લોયી-એમ્પ્લ્યોયર) સબંધ હોય તો રિવર્સ ચાર્જ ભરવાની જવાબદારી ના આવે. જો ડિરેક્ટર પ્રોફેશ્ન્લ ડિરેક્ટર, પાર્ટ ટાઈમ ડાઇરેક્ટર હોય તેમણે સિટિંગ ફી આપવામાં આવતી હોય તો તેના ઉપર RCM ભરવાની જવાબદારી આવે.

                                                                                     ઇન્કમ ટેક્સ

6. મારા અસીલ એન.આર.આઈ(ઇન્ડિયન ઓરીજીન) છે. જેમનું બાર મહિના પહેલા અકાળે અવસાન થયું છે. તેમની એક મિલકત રેસિડેન્સીયલ ફ્લેટ જે ભારતમાં છે જેનું હવે વેચાણ કરવાનું છે.

(1) તો આમાં કેપિટલ ગેઈન ટેક્સ તેમના વારસદારોને કેવી રીતે લાગે તેમના બે પુત્રો અને પત્ની હયાત છે.
(2) અને જો તેમના નાના પુત્ર નામે જ આ વારસાઇ એન્ટ્રી લેવાની હોય તો લઈ શકાય?
(3) તેમના નાના પુત્ર ના નામે એક પ્લોટ પણ ભારત છે જેમાં રેસિડેન્સીયલ બંગલો કન્ટ્રકશ કરવાનો છે તો શું આ કેપિટલ ગેઇન ટેકસ તેમાં કરમુક્તિ લઈ શકાય?                                                                                  પિયુષ લિંબાણી

જવાબ:

જો તમારા અસીલ ના વારસદારો રેસિડંટ હોય તો…

1)વ્યક્તિ ની હયાતી ના હોય તો તેના વારસદારો ની ઉપર ટેક્સ ની જવાબદારી આવે. વારસદારો ને મિલકત વેચાણ ઉપર જે અવેજ મળે તેમાથી પ્રિવીયસ ઓનર ની પડતર બાદ મળે. 01 એપ્રિલ 2001 એક પહેલા મિલકત ખરીદેલ હોય તો 01.04.2001 ની માર્કેટ વેલ્યૂ (હવે જંત્રી થી વધે નહીં તેટલી) બાદ મળે. આ અંગે ઇન્કમ ટેક્સ કાયદા ની કલમ 49 જોઈ જવા વિનંતી.

2)હા, જો અન્ય વારસદારો સંમતી આપે તો નાના પુત્ર ના નામે વરસાઈ લઈ શકાય છે.

3) અમારા મતે જો વેચનાર નાના પુત્ર જ હોય અને તે પોતાનું રહેણાંકી ઘર બનાવવા ઉપયોગ થયેલ હોય તો કલમ54 હેઠળની કરમુક્તિ અન્ય શરતો પૂર્ણ થતી હોય તો મળે.

જો તમારા અસીલના વારસદારો નોન રેસિડંટ હોય તો તેમણે 2.5 લાખ ની બેસિક કરમુક્તિ મર્યાદા બાદ ના મળે એ ધ્યાને રાખવું જરૂરી છે.

(નોન રેસિડંટ ના કિસ્સામાં પ્લાનિંગ ખૂબ મહત્વનુ હોય, આ કિસ્સામાં આપ અમારા એક્સ્પેર્ટ નો વ્યવસાયી રીતે સંપર્ક કરી શકો છો. અન્યથા અમોને ઇ મેઇલ કરી શકો છો.)

:ખાસ નોંધ:
1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!