01.01.19 થી “સિક્યોરિટી સર્વિસ” “રિવર્સ ચાર્જ મિકેનીસમ” હેઠળ

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 3.1.19: સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી, 01.01.2019 થી “સિક્યોરિટી સર્વિસ: ને CGST કાયદા ની કલામ 9(3) હેઠળ “રિવર્સ ચાર્જ મિકેનિસમ” હેઠળ આવરી લીધી છે. હવે થી કંપની સિવાય ના સિક્યોરિટી સર્વિસ પ્રોવાઇડર્સ ની સેવા લેવામાં આવે ત્યારે નોંધાયેલા વ્યક્તિ એ રિવર્સ ચાર્જ હેઠળ વેરો ભરવાનો રહેશે. કંપની સિવાય ના કરદાતા ઑ જેઓ સિક્યોરિટી સર્વિસ પૂરી પડે છે તેમના માટે હવે ફોરવર્ડ ચાર્જ ભરવામાં થી મુક્તિ મળશે. સરકાર દ્વારા જાહેરનામા ક્રમાંક 29/2018, તા: 31 ડિસેમ્બર ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હોટેલ્સ, મોલ્સ વગેરે સિક્યોરિટી સર્વિસ મેળવતા કરદાતા એ આ બાબતે ખાસ તકેદારી લેવાની રહેશે. જો કે કંપોજીશન હેઠળ ના વેપારીઓ ઉપર આ રિવર્સ ચાર્જ ની જવાબદારી રહેશે નહીં. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.

error: Content is protected !!