03 જી ઓગસ્ટ સુધી ભરાયેલા GSTR 9 (વાર્ષિક) તથા GSTR 9C (ઓડિટ) ભર્યા ના આકડા જોઈ તમે અચરજ પામશો!!! શું આ રિટર્ન/ઓડિટ સમયસર ફાઇલ થઈ શકે???

Spread the love
Reading Time: 2 minutes

08.08.2019: ભારત સરકાર ના નાણાં મંત્રાલય દ્વારા 08 ઓગસ્ટ ના રોજ 2017 18 ના જ.એસ.ટી.  વાર્ષિક રિટર્ન (9 તથા 9A) તથા રિકન્સિલેશન સ્ટેટેમેંટ (9C) ભરાયા ના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. આ આકડા મુજબ, 03 ઓગસ્ટ સુધી નીચે મુજબ ના રિટર્ન તથા ઓડિટ ભરાયા છે.

કુલ કરદાતા     1.30 કરોડ

GSTR 9         14,85,863/-

GSTR 9A        4,33,148/-

ઓડિટ ને પાત્ર કરદાતા (અંદાજિત)     11,73,000/-

GSTR 9C         11,335/-

 

આમ, અંદાજે કુલ ભારવપત્ર વાર્ષિક રિટર્ન માથી માત્ર 15% જેટલા વાર્ષિક રિટર્ન ભરાયા છે. રિકન્સિલેશન ની વાત કરીએ તો માત્ર 1% રિકનસીલેશન સ્ટેટમેન્ટ  03 ઓગસ્ટ સુધીમાં ભરાયા છે. આ દર્શાવે છે કે સરકાર દ્વારા જી.એસ.ટી. વાર્ષિક કે ઓડિટ અંગે ખુલાસાઓ આપ્યા હોવા છતાં પ્રોફેશનલ્સ, કરદાતા જી.એસ.ટી. વાર્ષિક તથા ઓડિટ ભરવા અસંમજસ માં છે. સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ ના ચેરમેન પ્રણબ કે. દાસ દ્વારા પોતાના ઓફિસરો ને સૂચના બહાર પાડી છે કે જી.એસ.ટી. વાર્ષિક તથા ઓડિટ માટે કરદાતાઓ ની સમક્ષ “આઉટ રીચ પ્રોગ્રામ” દ્વારા કરદાતાઓ ને વાર્ષિક રિટર્ન તથા રીકંસીલેશન સ્ટેટમેન્ટ અંગે માર્ગદર્શન આપવા તથા પ્રોત્સાહિત કરવા જણાવવામાં આવ્યું છે. નેશનલ એક્શન કમિટી ના રાષ્ટ્રીય સયોજ્ક અક્ષત વ્યાસએ એક પ્રેસ કોન્ફરન્સ માં જણાવ્યુ છે કે હાલ માત્ર 15% જેટલા વાર્ષિક રિટર્ન ભરાયા હોય, 1% રિકન્સિલેશન સ્ટેટમેન્ટ ભરાયા હોય, કોઈ પણ સંજોગો માં આવનારા 20 દિવસ માં આ કામગીરી પુર્ણા થઈ શકે તેમ લાગતું નથી. આમ, વાર્ષિક તથા રિકનસીલેશન સ્ટેટમેન્ટ ની મુદત વધારવી ખૂબ જરૂરી છે. આ ઉપરાંત રિકન્સિલેશન સ્ટેટમેન્ટ બનાવવા માટે જી.એસ.ટી. કાયદા હેઠળ CA તથા CMA (કોસ્ટ એકાઉન્ટન્ટ) નેજ સત્તા આપવામાં આવેલ છે. CA તથા CMA ની દેશભર માં સંખ્યા જોઈ ને આ કાર્ય સમયસર પુર્ણ કરવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. ભૂતકાળ માં વેટ કાયદા હેઠળ એડવોકેટ તથા ટેક્સ પ્રેકટીશનર ને પણ અમુક રાજ્યો માં  ઓડિટ ની સત્તા આપવામાં આવેલ હતી. જ્યારે રિકન્સિલેશન સ્ટેટમેન્ટ માં આ સત્તા હાલ આપવામાં આવેલ નથી. ટેક્સ ટુડે જી.એસ.ટી. કાઉન્સીલ ને ભાર પૂર્વક અપીલ કરે છે કે જી.એસ.ટી. કાયદા હેઠળ રિકનસીલેશન સ્ટેટમેન્ટ સર્ટીફાય કરવાની સત્તા એડવોકેટ તથા જી.એસ.ટી. પ્રેકટીશનર ને પણ આપવામાં આવે. આ તકે એ વાત ભૂલવી ના જોઈએ કે જમીની સ્તરે એડવોકેટ તથા જી.એસ.ટી. પ્રેકટીશનર્સ જી.એસ.ટી. ની પ્રકટીસ કરવામાં સામેલ હોય છે. કદાચ રિકનસીલેશન સ્ટેટમેન્ટ ઓછા ભરાયા હોવા પાછળ આ કારણ પણ મહત્વ નો ભાગ ભજવી રહ્યું હોય તેની સંભાવના પણ નકારી શકાય નહીં!!!    ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

 

 

error: Content is protected !!
18108