જી.એસ.ટી. ના વિષય ઉપર વલસાડ ખાતે સેમિનાર નું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

તા.10.08.19: આજરોજ જે જે વિંગ ઓફ જેસીઆઈ વલસાડ દ્વારા અને શાહ એન એચ કોમર્સ કોલેજ વલસાડના સહયોગથી સ્કૂલ ટીચર્સ અને કોલેજ પ્રોફેસરો માટે બેઝિક જી.એસ.ટી. અને ધોરણ 11 અને 12 કોમર્સ તથા SY Bcom અને M Com જી.એસ.ટી. અભ્યાસક્રમ તરીકે વિષય ઉપર સેમિનાર નું આયોજન લરવામાં આવ્યું હતું. CA Chintan Popat (બરોડા) તથા Adv Alp Upadhyaya (વલસાડ) દ્વારા સ્કૂલ ટીચર્સ અને કોલેજ પ્રોફેસરોને જી.એસ.ટી. વિષય ઉપર સરળ અને સહજ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોમર્સ કોલેજ વલસાડના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. દક્ષાબેન ઠાકોર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યાં.
આ સમગ્ર સેમિનાર ને સફળ બનાાવવા જે.જે. વિંગ ચેર પર્સન નમ્રતા પરમાર તથા જેસીરેટ જીયા ઉપાધ્યાય તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!
18108