1.5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ, રીટેઈલ વેપારીઓ માટે સરકાર લાવી રહી છે પેન્શન યોજના…60 વર્ષ પછી 3000/- દર મહીને પેન્શન

Spread the love
Reading Time: 2 minutes

તા. 01.06.2019

નવી રચાયેલી મોદી 2.0 સરકાર ની ગઈકાલે પ્રથમ કેબીનેટ ની મીટીંગ હતી જેમાં નાના વેપારીઓ અને રીટેઈલ વેપારીઓ ના હીતને ધ્યાને રાખી ને 3000/- રુ. દર મહીને વેપારીઓને પેનશન મળી રહે એવી એક પેન્શન યોજના ને મંજુરી આપવામાં આવી છે.

આ પેન્શન યોજના અંગે ની જાહેરાત ભાજપ ના ચુટણીના ઘોષણા પત્રમાં કરવામાં આવી હતી.

આ યોજના મુજબ હવે 18 થી 40 વર્ષ સુધી ના 1.5 કરોડ થી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ આ પેન્શન યોજનામાં જોડાય શકશે. જો વેપારી ની ઉમર 40 વર્ષ થી વધારે હશે તો  આ યોજનામાં જોડાઈ શકશે નહી.

આ પેનશન યોજનામાં આવતા 3 વર્ષમાં અંદાજીત 5 કરોડ વેપારીઓ જોડાશે તેવો અંદાજ સરકાર શ્રી ને છે.  આ પેન્શન યોજનામાં 18 વર્ષ ની ઉમરે જો વેપારી જોડાશે તો તેને તે મુજબ નું પ્રીમયમ ભરવાનું થશે. આ પ્રીમયમ અંદાજીત 100 રુ  ની આસપાસ રહેશે. આટલી જ રકમ સરકાર વેપારીના આ એકાઉન્ટ માં નાખશે એટલે કે  100 + 100 એમ 200 રુ. દર મહીને 18 વર્ષ ની ઉમર થી જમા થતા જશે જેના પ્રીમયમ તે વેપારી ને 60 વર્ષ ની ઉમર સુધી ભરવાના થશે. એવી જ રીતે 40 વર્ષ ની ઉમરે જો તે વેપારી જોડાશે તો તેને અંદાજીત 200 રુ. નું બેઝીક પ્રીમયમ ભરવાનું થશે અને આટલી જ રકમ વેપારી ના પેન્શન ખાતામાં સરકાર જમા કરાવશે. એટલે કુલ 200 + 200 એમ 400 રુ. 40 વર્ષે જોડાયેલ વેપારી પ્રીમયમ ભરશે જે 60 વર્ષ સુધી ભરવાના થશે.

હજુ યોજના વીગત વાર જાહેર ના થઈ હોય અહી પ્રીમયમ ની રકમ અંદાજીત લખેલ છે પંરંતુ આવી પેન્શન સ્કીમ લેબર વર્ગ માટે આ વખત ના ફેબ્રુઆરી ના બજેટ માં થઈ હતી જેનું નામ  “પ્રધાન મંત્રી શ્રમ યોગી યોજના”  છે જેના પ્રીમયમ ના આકડા ઉપર થી અંદાજીત પ્રમીયમ ની રકમ લીધેલ છે

જાહેરાત થયા મુજબ 60 વર્ષ પુરા થયે દર મહીને 3000/- રુપીયાનું પેનશન  આ યોજના હેઠળ વેપારી ને ચુકવામાં આવશે   આ યોજનામાં જોડાવા ઈચ્છતા વેપારીઓએ common service center(csc) ની મુલાકાત કરવાની રહેશે જે આની અરજી કરી શકશે.

ગુજરાત ટ્રેડર એશોશીએશન ના પ્રમુખશ્રી જયુભાઇ તન્ના ના જણાવ્યા અનુસાર આ યોજના લાગુ થવાથી વેપારીઓ ની વેટ લાગું થયા સમયની વર્ષો જૂની માંગણી પૂરી થઈ છે.

  • લલીત ગણાત્રા – એડવોકેટ , પ્રેસ રીપોર્ટર ટેક્ષ ટુડે ગૃપ, જેતપુર
error: Content is protected !!