Real Estate (Regulation and Development) Act,2016, FAQs (અવારનવાર પુછવામાં આવતા પ્રશ્નો)

Spread the love
Reading Time: 3 minutes

Real Estate (Regulation and Development) Act,2016

         રિયલ એસ્ટેટ ક્ષેત્ર તરફ દેશ હરણફાડ ભરી રહ્યું છે.દેશ ના વિકાસ માં આ ક્ષેત્ર નો સિંહફાળો છે ત્યારે આ ક્ષેત્ર ને લાગુ પડતા કાયદા ની જાણકારી મેળવવી ખૂબ જરૂરી બની જાય છે.

               દેશ ના વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આ ક્ષેત્રનો વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ પગલા લીધા છે. તેમનું સપનું છે કૅ દેશ ના દરેક જન ને ઘર નું ઘર મળી રહે આ માટે તેમણે હાઉસિંગ પ્રોજેકટ ને પ્રોતશાન મળે તે માટે ગૃહ સબસિડી જાહેર કરેલ છે. સરકારશ્રી ની નેમ છે કે ૨૦૨૨ સુધી દરેક પરિવાર ને પોતાનું ઘર હોય આમ આ ક્ષેત્ર માં ખૂબ જ વિકાસ થયો છે

KETAN R. THACKER/HARDIK K. THACKER

(TAX-ADVOCATE)     (CHARTERED ACCOUNTANT)

 

Real Estate અંગે ની પ્રશનોતરી

સવાલ તમારા જવાબ અમારા

૧. શા માટે રેરા એક્ટ અમલ મા આવ્યો?

જ: રિયલ એસ્ટેટ સેક્ટર મા ગણો વિકાસ થઈ રહયો છે પણ આ સેક્ટર મા નજર રાખવા માટે કોઈ કાયદો હતો નહીં. તેથી આ કાયદો અમલ મા આવ્યો. આ કાયદા હેઠળ માલિક અને ગ્રાહક ની જવાબદારી નક્કી થાશે તેમજ વ્યવહાર મા પારદર્શિતા આવશે. આમા થતા મતભેદ નું ઝડપી નિવારણ થશે.

 

. ક્યા પ્રોજેકટ ની નોધણી રેરા અંતર્ગત કરવી જરૂરી છે?

જ: રેરા એક્ટ ની કલમ -૩ મુજબ તમામ ચાલુ પ્રોજેકટ અને તારીક ૧/૫/૨૦૧૭ પછી જે પ્રોજેકટના બાંધકામને વપરાશ ની પરવાનગી મળેલ હોય તેવા તેમજ નવા પ્રોજેકટ નું રેરા એક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. જે પ્રોજેકટ નું ડેવલપમેંટ ૫૦૦ sq mtr થી વધુ હોય અથવા આઠ મકાન થી વધુ બાંધકામ હોય તેવા પ્રોજેકટ નું રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે.

 

૩. પ્રોજેકટ નું રજિસ્ટ્રેશન આવતા કેટલા દિવસો લાગે?

જ. રેરા નું રજિસ્ટ્રેશન આવતા ૨૦-૨૫ દિવસ લાગે.

 

૪. રેરા નું રજિસ્ટ્રેશન ન હોય તો બિલ્ડર, કે પ્રમોટર છાપા માં બોર્ડ કે પેમ્પ્લેટ દ્વારા જાહેરાત(Advertisement) કરી શકે?

જ. ના. રેરા માં રજિસ્ટર્ડ થયા બાદ જ Advertisement કરી શકે.

 

૫. પ્રોજેકટ પેટે બિલ્ડર ગ્રાહક પાસે થી કેટલું એડવાંસ લઈ સકે?

જ. રેરા એક્ટ ની કલમ ૧૩ મુજબ ૧૦% થી વધુ એડવાંસ ગ્રાહક પાસે થી ન લઈ કે. તે ૧૦% ટકા રકમ મકાન ના બાંધકામ ખર્ચ કે પછી પ્લોટ ની રકમ ના હોઈ કે.

 

૬. રેરા માં રજિસ્ટ્રેશન લેવા માટે કેટલી ફીસ ભરવી પડે?

પ્રોજેકટ નો પ્રકાર: ડેવલોપ કરવાની જમીન નો વિસ્તાર            ફી (પ્રતિ ચો.મી.)
ગ્રૂપ રહેણાક પ્રોજેકટ 1 હજાર ચો. મી. કરતાં ઓછો રૂ. 5/ચો. મી. મહતમ 5 લાખ
  1 હજાર ચો. મી કે તે થી વધુ રૂ. 10/ચો. મી. મહતમ 5 લાખ
રહેણાક અને કોમર્શિયલ મિક્સ ડેવલોપમેન્ટ પ્રોજેકટ 1 હજાર ચો.મી. કરતાં ઓછો રૂ. 10/ચો. મી. મહતમ 7 લાખ
  1 હજાર ચો. મી. કે તેથી વધુ    રૂ. 15/ચો. મી મહતમ 7 લાખ
ફક્ત કોમર્શિયલ 1 હજાર ચો. મી. કરતાં ઓછા રૂ. 20/ચો. મી. મહતમ 10 લાખ
  1 હજાર કે તે થી વધુ          રૂ. 25/ચો. મી., મહતમ 10 લાખ
પ્લોટ ડેવલોપમેન્ટ   રૂ. 5/ચો.મી./મહતમ 2 લાખ

 

૭. ૧૨ ફ્લૅટ ની સ્કીમ છે જેમાં ૬ ફ્લૅટ વેચાણ થેયલ છે અને ૬ ફ્લૅટ વેચાણ બાકી છે તો શું રેરા માં રજિસ્ટ્રેશન કરવું પડે?

જ. તા ૧/૫/૨૦૧૭ પેહલા બી.યુ મેળવી લીધેલ હોય તો રજિસ્ટ્રેશન કરવું જરૂરી નથી, અન્યથા રેરા અંતર્ગત રજિસ્ટ્રેશન લેવું પડે.

 

૮. શું રેરા residential અને commercial બને પ્રકાર ના પ્રોજેકટ ને લાગુ પડે?

જ. હા રેરા બને પ્રોજેકટ ને લાગુ પડે.

 

૯. શું રેરા એક્ટ Rural અને Urban area બને ને લાગુ પડે?

જ. રેરા એક્ટ ની કલમ ૩ મુજબ જે પ્રોજેકટ પ્લાનિંગ એરિયા માં આવે છે તે બધા પ્રોજેકટ નું રજિસ્ટ્રેશન લેવું ફરીજયત છે.

 

૧૦. શું રેરા માં એક વાર રજિસ્ટ્રેશન લેવાનું કે પ્રોજેકટ wise?

જ. રેરા એક્ટ મુજબ પ્રોજેકટ wise રજિસ્ટ્રેશન લેવાનું છે.

 

૧૧. શું પ્રમોટર અથવા બિલ્ડર ને seprate bank account રાખવું જરૂરી છે?

જ.   હા રેરા એક્ટ મુજબ બિલ્ડર ને separate bank account રાખવું ફરીજ્યાત છે.

 

૧૨. શું પ્રમોટર કે બિલ્ડર Sanctioned Plan ને Modify કરી કે?

જ. જો minor alterations હોય તો પ્રમોટર કૅ બિલ્ડર Modify કરી સકે પરંતુ શરત એ ભાડા અથવા competent authority માથી પરવાનગી મેળવી સાથે ગ્રાહક ને જાણ કરી ને.

 

૧૩. શું રેરા એક્ટ હેઠળ રિટર્ન કે ઓડિટ ની જવાબદારી છે?

જ. હા રેરા એક્ટ મુજબ QUATERLY Return ભરવાનું રહેશે સાથે CA પાસે થી

   ઓડિટ કરવાનું રહેશે.

 

                                                                     (ક્રમશ:) વધુ આવતા અંગે…….

error: Content is protected !!