સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Spread the love
Reading Time: 4 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

 

તારીખ: 22 એપ્રિલ 2019

  1. મારા અસીલ ના કિસ્સામાં B2C તથા B2B બંને માં એમેડ્મેંટ કરેલ હતું. જેના કારણે GST ની જવાબદારી ઘણા સમય પછી ભરેલ હતી. આ ટેક્સ ઉપર મારે કેટલા ટકા વ્યાજ ની જવાબદારી આવે? આર. વી. ભોજાની મહુવા

જવાબ: સેકશન 50(1) મુજબ આ રીતે મોડા ભરેલ રકમ ઉપર ડ્યુ ડેઈટ થી ભર્યા તારીખ સુધી 18 ટકા લેખે વ્યાજ ચુકવાનું થશે.

 

  1. મારા અસીલ ટેક્સટાઇલ નો ધંધો કરે છે. 31.07.2017 ના રોજ તેમની પાસે 500000/- ની ક્રેડિટ હતી. ત્યારબાદ ની ITC 200000/- છે. કઈ ક્રેડિટ નું રિફંડ મારા અસીલ ને મળી શકે? બાકી ની રકમ ની ITC કેવી રીતે મળે? વિષ્ણુભાઈ પટેલ

જવાબ:  ટેક્ષટાઈલ જોબવર્ક ના કેસ માં જોબ થયેલ હોય તે મુજબ તેના પ્રમાણમાં રીફંડ મળી શકે જ્યારે કાપડનો વેપાર કરતા હોય તેને જુલાઈ 17 થી જુલાઈ 18 સુધી નું રીંફડ મળવા પાત્ર નથી

  1. અમારા અસીલ પેટ્રોલ પંપ ધરાવે છે. જેમાં ટેન્કર તેમના નામ પર છે. જેનો ઉપયોગ અમારા પંપ માટે પેટ્રોલ ડીજલ લાવવા માટે કરીએ છીએ. જેનું ભાડું કંપની ચૂકવે છે. જેમાં કંપની અમને કોઈ પ્રકાર નો વેરો આપતી નથી. અમોએ તે ભાડા ની આવક વેટ હેઠળ જમા દર્શાવીએ છીએ. અને ટાયર ટ્યુબ નો ખર્ચ પણ તે ખાતા માં જ કરીએ છીએ. આ વ્યવહાર અંગે અમો સાચું કરીએ છીએ? આ વ્યવહાર જી.એસ.ટી. હેઠળ બતાવવો જોઈએ? શું આ વ્યવહાર ઉપર જી.એસ.ટી. ભરવાનો થાય? ટાયર ટ્યુબ વગેરે ની ITC મળે? પાર્થ વાલાણી, વઢવાણ

જવાબ:  આપના કેસમાં પોતાના વ્યક્તિગત માલના ટેન્કર ની ભાડા ના આવક પર જીએસટી ની જવાબદારી આવે નહી. ટાયર ટયુબ ની ક્રેડીટ પણ મળવા પાત્ર નથી.

 

  1. અમારા અસીલ પેટ્રોલ પંપ ધરાવે છે. તેઓ ધંધા ના ઉપયોગ માટે ટેન્કર ધરાવે છે. ટેન્કર ની WDV 31.03.2019 ના રોજ 200000/-ચોપડા માં બોલે છે. તેઓ 400000/- માં આ ટેન્કર નું વેચાણ કરે છે. મારા અસિલે કઈ રકમ ઉપર GST ભરવાનો આવે? પાર્થ વાલાણી, વઢવાણ

જવાબ ટેન્કર ને નાની કાર નું WDV વારા નોટીફીકેશન નો લાભ મળે નહી અને વેચાણ કીમત પર વેરો ભરવાની જવાબદારી આવે

 

  1. અમારા અસીલ કપાસ ની ખેડૂત પાસે થી ખરીદી કરે છે. તેઓએ માર્ચ માં જેનો RCM લેખે વેરો 25000/- માર્ચ મહિના ની ડ્યુ ડેટ એટલેકે 20 એપ્રિલ પહેલા ભરેલ છે. માર્ચ માહિનામાં કપાસ નું વેચાણ કરેલ છે જેનો આઉટ પુટ 20000/- થાય છે. ભરેલ RCM ની ક્રેડિટ માર્ચ માં મળે કે એપ્રિલ ના 3B માં? પાર્થ વાલાણી, વઢવાણ

જવાબ:  RCM ની ક્રેડીટ તે જ મહીનામાં મળવા પાત્ર છે એટલે કે માર્ચની RCM ની ક્રેડીટ માર્ચમાં જ મળે છે. ભરવાનો થતા ટેક્ષ ની સામે RCM ની ક્રેડીટ મળી જાય છે બે વખત ટેક્ષ ભરવાની જવાબદારી થશે નહી

 

  1. માલિકી પેઢી માં માલિક ના નામે કાર હોય , અને તે જૂની કાર નું વેચાણ કરવામાં આવે તો GST કાયદા હેઠળ RCM ભરવાનો થાય? થાય તો કેટલા ટકા લેખે ભરવાનો થાય? 30.09.2019 સુધી RCM ની મુક્તિ નો લાભ આ વ્યવહાર ને મળે?     રમેશ સોઢા, એકાઉન્ટન્ટ, જુનાગઢ

જવાબ:   આપના કેસમાં વેચાણ થતું હોય RCM ની જવાબદારી ના આવે પણ વેચાણ કીમત અથવા ચોપડા કીમત ના પ્રોફીટ માર્જીન ના તફાવત ઉપર વેરો ભરવાની જવાબદારી આવે. વધારે વીગત માટે  સેન્ટ્રલ ટેક્ષ રેઈટ નોટીફીકેશન 8/2018 અને compensation ટેક્ષ રેઈટ નોટીફીકેશન 1/2018નો અભ્યાસ કરી લેવો

 

  1. ભાગીદારી પેઢી માં ભાગીદાર ના નામે કાર હોય અને તે કાર નું વેચાણ કરવામાં આવે તો RCM? ભરવાનો થાય? જવાબદારી ભાગીદારી પેઢી ની આવે કે ભાગીદાર ની? 30.09.2019 સુધી RCM ની મુક્તિ નો લાભ આ વ્યવહાર ને મળે? રમેશ સોઢા, એકાઉન્ટન્ટ, જુનાગઢ

જવાબ:    વેચાણ બાબત માં RCM ની વાત ના આવે. કાર એક વખત ભાગીદાર ના નામ ની હતી પણ જો પેઢી ના ચોપડા પર  બતાવી તો ઉપરોક્ત 6 નંબર માં આપેલ જવાબ મુજબ જ જવાબદારી થશે

  1. ભાગીદારી પેઢી માં ભાગીદાર ના નામે તેમજ માલિકી પેઢી માં માલિક ના નામે કાર તેમજ બાઇક ખરીદી કરવાની થાય તો તેને જી.એસ.ટી. ક્રેડિટ મળે?   રમેશ સોઢા, એકાઉન્ટન્ટ, જુનાગઢ

જવાબ: આપના કેસ માં પેસેન્જર મોટર વ્હિકલ ની ક્રેડીટ મળવા પાત્ર નથી

  1. ઉપરોક્ત કિસ્સા માં કાર તથા બાઇક ખરીદી ને લગતા ખર્ચ જેમકે “ઇન્સ્યુન્સ”, પાર્ટસ, સર્વિસ વગેરે ની જી.એસ.ટી. ની ક્રેડિટ મળે? રમેશ સોઢા, એકાઉન્ટન્ટ, જુનાગઢ

જવાબ: જે મોટર વ્હિકલ એક્ટ ની ક્રેડીટ મળવા પાત્ર નથી તેનાં પાર્ટસ,સર્વીસ વગેરે ને ઈન્સ્યુરન્સ ની ક્રેડીટ મળવા પાત્ર નથી

  1. અમારા અસીલ ગુજરાત રાજ્ય હેઠળ આવતા ઇરિગેશન ડિપાર્ટમેંટ હેઠળ આવતા ડેમ ની સફાઈ, રિપેરિંગ તથા સિક્યુરિટી ના કામ કરે છે. અમારા મતે આ સેવા નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 3 હેઠળ પડે અને NIL રેઇટ નો લાભ મળે. આ અંગે આપનો અભિપ્રાય જણાવશો? ખાસ એ બાબતે કે સદરહુ નોટિફિકેશન ની એન્ટ્રી 3 તથા 4, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ના તમામ ખાતા ને લાગુ પડે કે માત્ર પંચાયત તથા મ્યુનીસીપાલિટી કે જેઓ ભારતીય બંધારણ ના અનુછેદ 243G તથા 243W હેઠળ ના કામ કરે તેને જ લાગુ પડે? ભવ્ય પોપટ, ઉના

જવાબ: જો ઈરિગેશન ડિપાર્ટમેન્ટ સ્ટેટ વીભાગ માં આવતું હોય અને આ વર્ક 243W અથવા G માં આવતું હોય અને આ જો PURE LABOUR સર્વીસ હોય તો 12/2017 ના નોટીફીકેશન મુજબ નો ફાયદો મળી શકે.

 

  1. મારા અસીલ ના રિટર્ન જુલાઇ 2017 થી ભરવાના બાકી હતા. હવે તેમણે જી.એસ.ટી. ઓફિસ તરફથી નોંધણી દાખલો રદ્દ કરવા ની નોટિસ મળેલ છે. આ સમયે એ રિટર્ન ભરવા ની તૈયારી કરી રહ્યા છે. મારો પ્રશ્ન એ છે કે શું તેઓ 2017-18 ના વર્ષ ના તમામ રિટર્ન 20/04/2019 (માર્ચ ની ડ્યુ ડેટ) પછી ભારે તો જી.એસ.ટી. કાયદા ની કલમ ને જોતાં તેમને ખરીદી ની ITC મળે? પ્રતિક મિશ્રાણી, જુનાગઢ

જવાબ: 16(4) ના શબ્દો મુજબ આવી ખરીદી ની ITC ડ્યુ ડેટ પછી રીટર્ન ભરીએ તો મળવા પાત્ર નથી પંરંતુ અત્યારે ક્રેડીટ ક્લેઈમ કરવા માં પોર્ટલ પર કોઈ કંડીશન નડશે નહી. ભવીષ્યમાં ડીસ્પુયટ થાય ત્યારે લડત આપવાની રહેશે

                                                                                                                                                         

 

 

 

 

અમારા અગાઉ ના સવાલ જવાબ વાંચવા ક્લિક કરો

અંક 1: 25.03.2019

https://taxtoday.co.in/news/9908

અંક 2: 01.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 3: 08.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 4: 15.04.2019

https://taxtoday.co.in/news/10007

 

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!