નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ દ્વારા લોકડાઉન દરમ્યાન વેબીનાર સીરિઝનું સફળ આયોજન

તા. 05.05.2020: નેશનલ એક્શન કમીટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશન્લ્સ, ગુજરાત સેલ્સ ટેક્સ બાર, ટેક્સ એડવોકેટ ગુજરાત, પંજાબ ટેક્સ બાર ના સંયુક્ત ઉપક્રમે લોકડાઉન ના પિરિયડ માં સમગ્ર ભારત વકીલો તથા ટેક્સ પ્રેકટિશનર્સને ઝૂમ મિટિંગ દ્વારા GST અને ઇન્કમટેક્સ ના જુદાજુદા વિષયો પર રોજ સાંજે 5.30 થી 7.00 સુધી માં જ્ઞાન નું રસપાન કરવવામાં આવ્યું હતું. આ મિટિંગોમાં ગુજરાત માંથી જાણીતા સ્પીકરો એવા નિશાંત શુક્લ, વારીશ ઇસાની,ભરત શેઠ, ઉચિત શેઠ, જીગર પટેલ, કુંતલ પરિખ, ભવ્ય પોપટ તથા ગુજરાત બહાર મુંબઈ, ઉત્તરપ્રદેશ,દિલ્હી, રાજસ્થાન ના નિષણતો એ પોતાની આગવી શૈલીથી વકીલો તથા ટેક્સ પ્રેકટિશનર્સને જ્ઞાન થી તરબોળ કર્યા હતા. 24 એપિસોડમાં દરેક વિષયને આવરી લેવાયા હતા દરેક વિષય ના વક્તવ્ય બાદ પ્રશ્ન જવાબનું સેશન રાખવામા આવ્યું હતું. ભારત માંથી ગુજરાત સહિત રાજસ્થાન,મહારાષ્ટ્, ઉતર પ્રદેશ,જમ્મુકાશમીર, તેલનગણા, મધ્ય પ્રદેશથી સહિત લગભગ ભારત ના તમામ રાજ્ય તથા કેન્દ્ર શાશીત પ્રદેશમાં થી ડેલિગેટ્સ એ ભાગ લીધો હતો. દરેક એપિસોડ માં અંદાજીત 500 વકીલો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને આ લોકડાઉન ના સમય માં જ્ઞાન નો લાભ લીધો, આ કાર્યક્રમ ને સફળ બનાવવા અક્ષત વ્યાસ, નિગમ શાહ, ભવ્ય પોપટ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે
NAC નો ભાગ બનવા એડવોકેટ તથા ટેક્સ પ્રોફેશનલ્સ સ્ટેટ કોર્ડિનેટર નો સંપર્ક કરી શકે છે.