જી.એસ.ટી. કાયદામાં આવ્યા મહત્વ ના સુધારા, 05 મે ના રોજ આવ્યા જાહેરનામા: તમામ કરદાતાઓ એ વાંચવા છે જરૂરી…

Spread the love
Reading Time: < 1 minute

તા. 06.05.2020: COVID 19 ની પરિસ્થિતિમાં કરદાતાઓ ને રાહત આપવા સેન્ટરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નિયમોમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

નોટિફીકેશન 38/2020, તા. 05.05.2020

  1. જી.એસ.ટી. હેઠળ કંપની કરદાતાઓ ને પોતાના રિટર્ન ડિજિટલ સિગ્નેચર વડે ભરવા ફરજિયાત હતા. આ નિયમ માં સુધારો કરીને 21 એપ્રિલ 2020 થી 30 જૂન 2020 સુધી કંપની કરદાતાઓ ને પણ ઇ મેઈલ તથા મોબાઈલ ઉપર આવતા ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) થી રિટર્ન ભરવા પરવાનગી આપવામાં આવેલ છે.

 

  1. જી.એસ.ટી. હેઠા નોંધાયેલ કરદાતા કે જેઓ ને NIL રિટર્ન ફાઇલ કરવાનું છે, તેઓ પોતાનું રિટર્ન જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ મોબાઈલ દ્વારા ભરી શકશે. NIL રિટર્ન એટ્લે એવા રિટર્ન જેમાં GSTR 3B ની તમામ “કૉલમ” માં NIL આવતું હોવું જોઈએ.

નોટિફિકેશન 40/2020, Dt 05.05.2020

  1. જી.એસ.ટી. હેઠળ તા. 24 માર્ચ સુધી જનરેટ કરવામાં આવેલ ઇ વે બિલ, કે જેની સમય-મર્યાદા (વેલીડીટી) 20 માર્ચ થી માંડી 15 એપ્રિલ સુધી પૂરી થવાની હતી તે હવે 31 મે સુધી “વેલીડ” ગણાશે.

નોટિફિકેશન 41/2020, Dt 05.05.2020

  1. જી.એસ.ટી. હેઠળ નાણાકીય વર્ષ 2018-19 નું ભરવાનું થતું વાર્ષિક રિટર્ન 30.06.2020 સુધીમાં ભરવાનું થતું હતું. આ ફોર્મ ભરવાની મુદત વધારી,09.2020 કરી આપવામાં આવેલ છે.

 

(નોટિફિકેશન 39 તથા 42 એ માત્ર અમુક પ્રકારના કરદાતાઓને લાગુ પડે છે માટે વાચકો ને તે અંગે દ્વિધા ના થાય તે માટે અહિયાં તે અંગે સમજૂતી આપેલ નથી) ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

Notification no. 38 to 42, Dt. 05.05.2020 219298

4 thoughts on “જી.એસ.ટી. કાયદામાં આવ્યા મહત્વ ના સુધારા, 05 મે ના રોજ આવ્યા જાહેરનામા: તમામ કરદાતાઓ એ વાંચવા છે જરૂરી…

Comments are closed.

error: Content is protected !!