MSME એકટ , ૨૦૦૬ હેઠળ લાગુ પડતો સુધારો અને તેની અસરો
*MSME એકટ , ૨૦૦૬ હેઠળ લાગુ પડતો સુધારો અને તેની અસર*
ભાર્ગવ ગણાત્રા, CA સ્ટુડન્ટ અને આર્ટિકલ
પ્રસ્તાવના :
મિત્રો આપણે સૌ જાણીએ છીએ તે મુજબ સૂક્ષ્મ , લધુ તથા મધ્યમ ઉધોગો ને પ્રોત્સાહન આપવા માટે ભારતની અંદર MSME એકટ , ૨૦૦૬ અમલવારી મા છે . આ એકટ અંતગૅત તાજેતરમા ૧ જુન , ૨૦૨૦ ના રોજ સુધારો બહાર પાડવામા આવ્યો છે જેની અમલવારી ૧ જુલાઈ , ૨૦૨૦ થી લાગુ પડે છે. તો સૌ પ્રથમ તે સુધારા નીચે મુજબ જાણી શકાય તેમ છે…
●સુધારા પહેલા સૂક્ષ્મ , લધુ તથા મધ્યમ ઉધોગો નુ દ્વિભાગીકરણ :-
◆સૂક્ષ્મ ઉધોગ :- સૂક્ષ્મ ઉધોગ એટલે એવા ઉત્પાદન કતૉ કે જેનુ પ્લાન્ટ અને મશીનરી મા રોકાણ ૨૫ લાખ થી વધતુ ના હોય અથવા કોઈ એવા સેવા કતૉ જેનુ સાધનસરંજામ નુ રોકાણ ૧૦ લાખ થી વધતુ ના હોય .
◆લધુ ઉધોગ :- લધુ ઉધોગ એટલે એવા ઉત્પાદન કતૉ કે જેનુ પ્લાન્ટ અને મશીનરી મા રોકાણ ૨૫ લાખ થી વધુ પરંતુ પ કરોડ થી વધતુ ના હોય અથવા કોઈ એવા સેવા કતૉ જેનુ સાધનસરંજામ નુ રોકાણ ૧૦ લાખ થી વધુ પરંતુ ૨ કરોડથી વધતુ ના હોય .
◆ મધ્યમ ઉધોગ :- મધ્યમ ઉધોગ એટલે એવા ઉત્પાદન કતૉ કે જેનુ પ્લાન્ટ અને મશીનરી મા રોકાણ પ કરોડ થી વધુ પરંતુ ૧૦ કરોડ થી વધતુ ના હોય અથવા કોઈ એવા સેવા કતૉ જેનુ સાધનસરંજામ નુ રોકાણ ૨ કરોડ થી વધુ પરંતુ ૫ કરોડથી વધતુ ના હોય .
●સુધારા પછી સૂક્ષ્મ , લધુ તથા મધ્યમ ઉધોગો નુ દ્વિભાગીકરણ :-
◆સૂક્ષ્મ ઉધોગ :- સૂક્ષ્મ ઉધોગ એટલે એવા ઉધોગ કે જેની અંદર પ્લાન્ટ અને મશીનરી અથવા સાધન સરંજામ નુ રોકાણ ૧ કરોડથી વધતુ ના હોય “અને” ટનૅઓવર ૫ કરોડ થી વધતુ ના હોય .
◆ લધુ ઉધોગ :- લધુ ઉધોગ એટલે એવા ઉધોગ કે જેની અંદર પ્લાન્ટ અને મશીનરી અથવા સાધન સરંજામ નુ રોકાણ ૧૦ કરોડથી વધતુ ના હોય “અને” ટનૅઓવર ૫૦ કરોડ થી વધતુ ના હોય .
◆મધ્યમ ઉધોગ :- મધ્યમ ઉધોગ એટલે એવા ઉધોગ કે જેની અંદર પ્લાન્ટ અને મશીનરી અથવા સાધન સરંજામ નુ રોકાણ ૫૦ કરોડથી વધતુ ના હોય “અને” ટનૅઓવર ૨૫૦ કરોડ થી વધતુ ના હોય .
● MSME એકટ , ૨૦૦૬ હેઠળ લાગુ પડેલા સુધારાની અસરો …
૧) સૌ પ્રથમ MSME એકટ હેઠળ લાગુ પડેલા સુધારાથી સૂક્ષ્મ , લધુ તથા મધ્યમ ઉધોગો ના દ્વિભાગીકરણમા ઉત્પાદન કતૉ તથા સેવા કતૉ નો ભેદ દુર થયો છે. જેથી આ સુધારા ને લિધે જે ઉધોગો ની અંદર ઉત્પાદન તથા સેવા એમ બંને કાયૅ હાથ ધરવામા આવ્યા હોય તો તેને માત્ર બંનેના સંયુકત કાયૅ માટે એક જ ઉધમ રજિસ્ટ્રેશન થી કામ ચલાવી શકાશે.
૨) આ ઉપરાંત સૂક્ષ્મ , લધુ તથા મધ્યમ ઉધોગો નુ દ્વિભાગીકરણ ની ઉધોગો ના રોકાણ અને ટનૅઓવર એમ બંનેના મિશ્રિત શરતો પર આધિન રહેશે …
આ ઉપરાંત વતૅમાન સમયમા રહેલા સૂક્ષ્મ , લધુ તથા મધ્યમ ઉધોગો ના દ્વિભાગીકરણ ના ફેરફાર ની વાત કરીએ તો …
◆ જે ઉધોગો ની અંદર ટનૅઓવર અને રોકાણ એ બંનેમાથી એક પણ શરતો મા ફેરફાર હોય અને તે મુજબ તે વતૅમાન Category કરતા ઉપર ની Category ની શરતો મુજબ થતુ હોય તો તે ઉધોગ ઉપરની Category મા ગણાશે.
◆ પરંતુ જે ઉધોગો ની અંદર ટનૅઓવર અને રોકાણ એ બંને શરતો મા ફેરફાર હોય અને તે મુજબ તે વતૅમાન Category કરતા નીચે ની Category ની શરતો મુજબ થતુ હોય તો તે ઉધોગ નીચેની Category મા ગણાશે.
૩) હવે જો સુધારા થી થતા મોટા ફેરફાર ની વાત કરીએ તો આ સુધારાથી સૂક્ષ્મ , લધુ તથા મધ્યમ ઉધોગો પાસે ૧ એપ્રિલ , ૨૦૨૧ પછી PAN ની સાથે સાથે GSTIN હોવો પણ ફરજિયાત છે.
હકીકતમાં જોવા જઈએ તો MSME એકટ નો મુખ્ય હેતુ ઉધોગો ને પ્રોત્સાહન પુરુ પાડવાનો હોય છે. ત્યારે જો આવો GSTIN ફરજિયાત હોવો જોઈએ એવો કઠોર કાયદો રાખવામા આવશે તો નાના ઉધોગોએ જિએસટીના કરની જવાબદારી તથા જિએસટી પાછળ ના કંપલાયનસ કોસ્ટ નુ ભારણ ભોગવવુ પડશે તે વાત નકકી છે.
૪) આ સુધારાને લિધે વતૅમાન સમય ની અંદર Entrepreneurs Memorandum Part – 2 અથવા Udhyog Aadhar Memorandum હેઠળ નોંધાયેલા ઉધોગો એ ૧ જુલાઈ , ૨૦૨૧ પછી Udhyam Registration Portal ઉપર ફરી પાછી નોધણી કરાવી પડશે. જુના એટલે કે ૩૦ જુન , ૨૦૨૦ નોધણી કરાયેલા ઉધોગો ની પાત્રતા ૩૧ માચૅ , ૨૦૨૧ સુધી યથાવત ચાલુ રહેશે.
૫) જો આ સુધારા થી આવેલા સૌથી અગત્યના ફેરફાર ની વાત કરીએ તો Udhyam Registration ધરાવતા ઉધોગો એ વખતો વખત પોતાની માહિતી Udhyam Registration Portal પર અપડેટ કરવાની રહેશે .
એટલે કે તે ઉધોગો એ પોતાના લાગુ પડતા પાછળના નાણાકીય વષૅની ITR , GST તથા અન્ય જરુરી વિગતો અપડેટ કરવી પડશે . જો આ વીગતો નકકી કરાયેલા સમયમર્યાદા મા અપડેટ કરવામા નહીં આવે તો તે ઉધોગ પોતાના સૂક્ષ્મ ,લધુ તથા મધ્યમ ઉધોગો ના દરજજા ના સસ્પેન્શન માટે જવાબદાર રહેશે.
૬) આ ઉપરાંત ઉધોગો એ અપડેટ કરેલી માહિતી તથા GST અને ITR ના ડેટાબેઝ પરથી વખતોવખત આ ઉધોગો ના સૂક્ષ્મ ,લધુ તથા મધ્યમ ઉધોગ ના દ્વિભાગીકરણ મા ફેરફાર થતો રહેશે… ભાર્ગવ ગણાત્રા