20 તારીખ થી આંશિક રીતે લોકડાઉન ખોલવામાં આવ્યું: શું તમારા માટે લોકડાઉન ખુલશે કે રહેવું પડશે હજુ ઘરે?? વાંચો શું છે સુધારાઓ…

Spread the love
Reading Time: 7 minutes

By Bhavya Popat, Editor Tax Today તા. 19.04.2020: કોરોના સંકટ એ વિશ્વ વ્યાપી સંકટ બની ચૂક્યો છે. ભારતમાં પણ કોરોના સંકટએ સરકાર માટે તથા નાગરિકો માટે ખૂબ મુશ્કેલ સ્થિતિ નું નિર્માણ કરી ચૂક્યું છે. પ્રધાનમંત્રીએ આ લોકડાઉન ને 03 મે સુધી સમગ્ર દેશમાં વધારવાની જાહેરાત કરી છે. સાથે સાથે તેમણે એ પણ જાહેરાત કરેલ છે કે નિયંત્રિત વિસ્તાર સિવાય ના (“રેડ ઝોન” સિવાયના) વિસ્તારોમાં 20 એપ્રિલ થી લોકડાઉન માં આંશિક રાહત આપવામાં આવશે. 20 એપ્રિલ થી જ્યારે આંશિક રાહતો લાગુ પડશે ત્યારે કોણ જઇ શકશે દુકાને/ઓફિસે અને કોણે પછી પણ રહેવું પડશે લોકડાઉન…આવો જાણીએ આ માહિતી સરળ ભાષામાં….

લોકડાઉન અંગે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા ઓર્ડર નંબર 40-30/2020, તા. 24.03.2020 બહાર પાડવામાં આવ્યો હતો. આ ઓર્ડરમાં 25.03.2020, 27.03.2020, .02.04.2020, 03.04.2020 તથા 10.04.2020 ના રોજ સુધારો કરવામાં આવેલ હતા. આ સુધારાઓ માં વધારાનો તથા મહત્વનો સુધારો 15 એપ્રિલ 2020 ના રોજ થયેલ છે. જેના ઉપરથી આ માહિતી તૈયાર કરવામાં આવેલ છે. 20 તારીખ થી લોકડાઉન ખોલવા અંગે રાજ્ય સરકારો દ્વારા પણ માર્ગદર્શિકા આવશે તેવું માનવમાં આવી રહ્યું છે.  

સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે કેન્દ્ર સરકાર દ્વારા 20.04.2020 થી જે આંશિક રાહત આપવામાં આવશે તે રાજ્ય સરકારો/કેન્દ્ર શાશિત પ્રદેશો ના સ્થાનિક સંચાલન દ્વારા થયેલ નિર્ણય ને આધીન રહેશે. રાજ્યો/કેન્દ્ર શાશીત પ્રદેશો દ્વારા કેન્દ્ર સરકાર ની માર્ગદર્શિકા નું પાલન કરવું અનિવાર્ય રહેશે. 20 તારીખ થી લોકડાઉન ખોલવા અંગે રાજ્ય સરકારો દ્વારા પણ માર્ગદર્શિકા આવશે તેવું માનવમાં આવી રહ્યું છે.

આ ઉપરાંત એ બાબત ચોક્કસ છે લોકડાઉન માં આપવામાં આવતી આંશિક રાહતો સીમાંકિત કરેલા નિયત ક્ષેત્રો (રેડ ઝોન) માં લાગુ પડશે નહીં. આ ઉપરાંત રાહત આપ્યા બાદ કોઈ ક્ષેત્ર ને નિયંત્રિત ક્ષેત્ર જાહેર કરવામાં આવશે તો તે ક્ષેત્રમાં પણ તાત્કાલિક ધોરણે આંશિક રાહતો બંધ કરી આપવામાં અવશે. નિયંત્રિત ક્ષેત્રોમાં માત્ર ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ જાહેર કરાયેલ પ્રવૃતિજ ચાલુ રહેશે.

રાજ્ય સરકારો/કેન્દ્ર શાશીત પ્રદેશ દ્વારા આંશિક છૂટ છાટો આપતા પહેલા એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ઓફિસ, કારખાનાઓ, સામાજિક સંસ્થાઓમાં “સોશિયલ ડિસ્ટન્સિંગ” ના સંબંધ માં તમામ વ્યવસ્થા કરેલ છે.

15 એપ્રિલ થી 3 મે સુધી દેશ માં સામાન્ય રીતે લોકડાઉન રહેશે. એ બાબતે નીચેની બાબતો જાણવી ખુબ જરૂરી છે.

 

નીચેની પ્રેવૃતિઓ 03 મે સુધી બંધ રહેશે.

  • તમામ ઘરેલુ તથા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ
  • દેશની તમામ રુટ ઉપર ની રેલ સેવા 
  • જાહેર પરિવહન માટેની બસો 
  • મેટ્રો રેલ સેવાઓ 
  • માર્ગદર્શિકા માં છૂટ આપેલ હોય તથા તબીબી કારણો સિવાય વ્યક્તિઓની આંતર જિલ્લા તથા આંતર-રાજ્ય અવરજવર. 
  • તમામ શૈક્ષણિક, તાલીમ, કોચિંગ સંસ્થાઓ વગેરે. 
  • માર્ગદર્શિકા મુજબ છૂટ આપેલ હોય તે સિવાયની તમામ ઔધ્યોગિક તથા વાણીજ્યક પ્રવૃતિઓ. 
  • માર્ગદર્શિકા મુજબ છૂટ આપેલ હોય તે સિવાયની તમામ હોસપીટાલીટી સર્વિસ આતિથ્ય (હોસ્પિટાલીટી સર્વિસ) સેવા. 
  • ટેક્સી, (ઓટો રિક્ષા અને સાઇકલ રિક્ષા સહિત) કેબ એગ્રીગેટરની સેવાઓ (ઓલા, ઉબર જેવી). 
  • તમામ સિનેમા હૉલ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, સભા ખંડો અને તે પ્રકાર ના સ્થળો. 
  • તમામ સામાજિક, રાજકીય રમત ગમત, મનોરંજન, શૈક્ષણિક, સંસ્કૃતિક, ધાર્મિક કર્યેક્રમો તથા અન્ય સમ્મેલનો. 
  • તમામ પ્રકારના ધાર્મિક સ્થળો, પુજા સ્થળો પ્રજા માટે બંધ રહેશે. ધાર્મિક મેળાવડા પર ચુસ્ત પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.  
  • કોઈ પણ મૃત્યુના કિસ્સામાં કોઈ વીસથી વધુ વ્યક્તિઑ ને એકત્રિત થવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

 

નીચની પ્રવૃતિઓ રાજ્ય/કેન્દ્રિય શાશીત પ્રદેશો એ સ્થાનિક સ્થિતિ ધ્યાને લઈ, કેન્દ્ર સરકાર ના માર્ગદર્શિકાઑ ને આધીન છૂટછાટ આપવાની રહેશે. આનો અર્થ એવો થાય કે નીચેની પ્રવૃતિઓ રાજ્ય સરકાર આદેશ વડે ચાલુ રાખવા ફરમાવી શકે છે.  

  • તમામ પ્રકરણ ની આરોગ્ય સેવાઓ, જેમાં આયુષ સેવાઓ એટલેકે આયુવેદિક, યુનાની, હોમિયોપેથી પણ શરૂ રહેશે. 
  • દવાખાના, કેમિસ્ટ, ફાર્મસી, જન ઔષધિ કેન્દ્ર તથા તમામ દવાની દુકાનો અને તબીબી ઉપકરણો ની દુકાનો, તબીબી પ્રયોગશાળા. 
  • પશુ ચીકીત્સા હોસ્પિટલો અને સલગ્ન સેવાઓ. 
  • ખેતર માં ખેડૂત તથા ખેત કામદારો ની કામગીરી. 
  • ખેતીને લગતા મશીનો તેના સપેર પાર્ટસ તેની મરામત કરતી દુકાનો. 
  • ખાતર, બિયારણ, કીટ નાશાકો અંગે ઉત્પાદન, વિતરણ તથા છૂટક વેપાર ને લગતી પ્રવૃતિઑ. 
  • કાપણી, વાવણી ને લગતા મશીનો ની અવરજવર શરૂ રહેશે. 
  • ખોરાક અને નિભાવણી, લલણી, પ્રોસેસિંગ, પેકેજિંગ, કોલ્ડ ચેન, વેચાણ અને માર્કેટિંગ, સહિત ના માછીમારો ને લગતી પ્રવૃતિ. 
  • મરઘાં તથા પશુધન ને લગતી પ્રવૃતિઓ. 
  • પશુ આહાર ને લગતા ઉત્પાદન કરતા ઉત્પાદન એકમો. 
  • ગૌશાળાઓ ની પ્રવૃતિઓ. 
  • બેન્ક ની શાખાઓ ને નિયમિત સમય પ્રમાણે કામ કરવાની છૂટ રહેશે. ATM, બેંકિંગ કરસપોનડંટ ની સેવાઓ ચાલુ રહેશે. આ તમામ સેવાઓ માં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ની જવાબદારી આ સંસ્થાઓ ની રહેશે. 
  • વીમા કંપનીઓ તથા તેમની ઓફિસો. આ વીમા કંપનીઓ માં જીવન વીમા તથા અન્ય સામાન્ય વીમા કંપનીઓ નો સમાવેશ થઈ જાય છે. 
  • બાળકો, સ્ત્રીઓ, વિધવાઓ, માનસિક અસ્વસ્થ, સિનિયર સીટીઝન વી. માટેની પ્રવૃતિઓ ચાલુ રહશે.
  • શૈક્ષણિક સંસ્થાઓ ઓનલાઈન સિક્ષણ મારફત શૈક્ષણિક કાર્યક્રમ નિભાવે તે અપેક્ષિત રહેશે. 
  • પોસ્ટ ઓફિસ ની સેવાઓ ચાલુ રહેશે. 
  • ટેલિકોમ્યુનીકેશન કે ઇન્ટરનેટ સેવા આપતી સંસ્થાઓ. 
  • રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવા ટ્રક રિપેર્સ કરવાની દુકાનો. 
  • રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવા હાઇવે ઉપર ના ઢાબાઓ. 
  • દૂધ પ્રોસેસ કરતાં પ્લાન્ટ, દૂધ અને દૂધ ની બનાવટો ના પરિવહન અને સપ્લાય ચેઇન સહિત સંગ્રહ, પ્રક્રિયા, વિતરણ અને વેચાણ ને લગતી પ્રવૃતિ. 
  • આવશ્યક ચીજ વસ્તુઓ માટે ના ઉત્પાદન, જથ્થાબંધ તથા સ્થાનિક દુકાનો, ઇ કોમર્સ કંપનીઓ મારફત છૂટક વેચાણ માં સંકળાયેલ હોય તેવી સંસ્થાઓ ને કોઈ પણ સમય બંધી વગર છૂટ આપવામાં આવશે. શોશિયલ ડિસ્ટન્સિંગ જણાવવા ની જવાબદારી તેઓની રહેશે.
    • (હોમ ડિલિવરી ની સિસ્ટમ બનાવવા પ્રશાશન પ્રયાસો કરશે જેથી વ્યક્તિઓ ની અવર જવર ઓછી થઈ શકે) 
  • ફળ તથા શાકભાજી, દૂધના કેન્દ્રો, ઘાસ ચારા ની દુકાનો, કોઈ પણ સમય ના નિયંત્રણ વગર ખુલ્લી રહેશે. શોશિયલ ડિસ્ટન્સિંગ જણાવવા ની જવાબદારી તેઓની રહેશે.
    • (હોમ ડિલિવરી ની સિસ્ટમ બનાવવા પ્રશાશન પ્રયાસો કરશે જેથી વ્યક્તિઓ ની અવર જવર ઓછી થઈ શકે) 
  • કેબલ સેવાઓ સહિત ના પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયા સેવાઓ. 
  • ગ્રામ પંચાયત ના સામાન્ય સેવા કેન્દ્રો (CHC) 
  • ઇ કોમર્સ કંપનીઓને જરૂરી પરવાનગી સાથે ઇ કોમર્સ ઓપરેટરના વાહનોને અવરજવર માટે છૂટ આપવામાં આવશે. 
  • કુરિયર સેવાઓ. 
  • ઇલેક્ટ્રીશીયન, IT રિપેરિંગ વાળા, પ્લંબરો, મોટર મિકેનિક અને સુથારો જેવી સેવાઓ પૂરી પાડતા સ્વ રોજગારી વાળા વ્યક્તિઓ.
    • (સંપાદક નોંધ: સ્વ રોજગારી વાળા વ્યક્તિઓ નો સામાન્ય અર્થ “સેલ્ફ એમ્પ્લોયડ” તેવો થાય. ઉપર આપેલ ઇલેક્ટ્રીશીયન, પ્લંબર એ નામ ઉદાહરણ રૂપ ગણાય. એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એંજિનિયર પણ સેલ્ફ એમપ્લોઇડ- સ્વ રોજગાર વાળાજ કહેવાય. મારા મત મુજબ આ તમામ ને ઓફિસે જવા ની છૂટ આપવામાં આવેલ છે. આ માટે કોઈ પરવાનગી લેવાની બાબત પણ માર્ગદર્શિકામાં નથી.) 
  • મ્યુનિસીપલ કોર્પોરેશન તથા મ્યુનિસિપાલિટી બહાર આવેલ ઔધ્યોગિક એકમો, SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) EOU એક્સપોર્ટ ઓરિએંટેડ યુનિટ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC) ખુલ્લી રહેશે. આ ઔધ્યોગિક એકમોએ કર્મચારીઓ માટે હેરફેર ની સગવડ કરવાની રહેશે અને શોશીયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવાનું રહેશે. 
  • દવાઓ, મેડિકલ ઉપકરણો, તેનો કાચો માલ અને વચ્ચેની વસ્તુઓ બનાવતા ઉત્પાદક એકમો. 
  • મ્યુનિસીપલ કોર્પોરેશન તથા મ્યુનિસિપાલિટી બહાર આવેલ ફૂડ પ્રોસેસિંગ એકમો. 
  • જે એકમો ને સતત પ્રક્રિયા તથા તેઓની સપ્લાય ચેન ની જરુરુ હોય તેવા એકમો. 
  • IT હાર્ડવેર નું ઉત્પાદન કરતાં એકમો .
  • કોલસા તથા ખનન પ્રવૃતિઓ તેનું ઉત્પાદન તથા પરિવહન.
  • પેકેજિંગ માલસમાન ના ઉત્પાદન એકમો. 
  • મ્યુનિસીપલ કોર્પોરેશન તથા મ્યુનિસિપાલિટી બહાર થતાં રોડ ના બાંધકામ, સિંચાઇ ની પરિયોજના, મકાનો તથા ઔધ્યોગિક બાંધકામ તથા તેવા બાંધકામ જ્યાં સ્થળ પર કામદારો હાજર હોય તથા બહારથી કામદારો લાવવા ની જરૂર ના હોય તેવા બાંધકામ ના કામ.

વ્યક્તિઓ ની અવરજવર ની છૂટ નીચેના સંજોગો માં રહેશે.

  • મેડિકલ સારવાર
  • પશુ ચીકીત્સા
  • અન્ય સંકટકાલીન સેવાઓ
  • આવશ્યક ચીજ વસ્તુઓ મેળવવા માટેના ખાનગી વાહનો
  • “ફોર વિલર” માં એક ડ્રાઈવર આગળ ની સીટ ઉપર તથા 1 વ્યક્તિ પાછળની સીટ ઉપર બેસી શકશે.
  • “ટુ વિલર” માં માત્ર એકજ વ્યક્તિ ને છૂટ રહેશે.
  • નિયત છૂટ આપેલ એકમો/સંસ્થાઓ માટે પાછા ફરતા તમામ કર્મચારી વર્ગ.

ભારત સરકાર ની નીચે જણાવેલ કચેરીઓ કાર્યરત રહેશે.

  • ડિફેન્સ કચેરીઓ, કેન્દ્રિય પોલીસ ફોર્સ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ડિસાસટર મેનેજમેંટ ઓફિસો, ભૂકંપ, પૂર વગેરે અંગે અગાઉ ચેતવણી આપતી ઓફિસો, NIC, ફૂડ કોર્પોરેશન, NCC, નેહરૂ યુવા કેન્દ્ર કોઈ પણ નિયંત્રણ વગર ચાલુ કરશે.
  • અન્ય મંત્રાલય અને તેમની કચેરીઓ નાયબ સચિવ તથા તેની ઉપર ના 100% અધિકારીઓ તથા બાકીના 33% કર્મચારીઓ સાથે કાર્યરત રહેશે.

રાજ્યો/ કેન્દ્ર શાશિત પ્રદેશો ની નીચે જણાવેલ કચેરીઓ કાર્યરત રહેશે.

  • પોલીસ, હોમ ગાર્ડ, નાગરિક સરક્ષણ, અગ્નિશામન તથા તાત્કાલિક સેવાઓ, જેલ તથા અન્ય મ્યુનિસિપલ સેવાઓ કોઈ પણ નિયંત્રણ વગર ચાલુ રહેશે.
  • ઉપર સિવાય ના બીજા વિભાગો, વર્ગ A તથા વર્ગ B જરૂરિયાત મુજબ ઉપસ્થ્તિ રહેશે તથા વર્ગ C તથા તેની નીચેની કક્ષા ના કર્મચારીઓ કુલ સંખ્યાબળ ના 33% ની મર્યાદામાં હાજર રહેશે. સામાજિક દૂરી જાળવવી જરૂરી રહેશે.
  • જિલ્લા વહીવટી કચેરીઓ (કલેક્ટર), જિલ્લા ટ્રેસરી નિયંત્રિત સ્ટાફ સાથે કાર્યરત રહેશે.
  • વન વિભાગ ની કચેરીઓ.

નીચેની વ્યક્તિઓને ફરજિયાત ક્વોરંટાઇન રાખવાની રહેશે.

  • સ્થાનિક આરોગ્ય અધિકારી દ્વારા નક્કી કર્યા ની મુદત સુધી ઘર/સંસ્થાકિય ક્વોરંટાઈન નો આદેશ ફરમાવેલ વ્યક્તિ. 
  • તારીખ 15.02.2020 બાદ ક્વોરંટાઇન મુદત પૂરી થયા પછી અને COVID 19 નેગેટિવ પરીક્ષણ થયા પછી ભારત આવેલ હોય તેવી વ્યક્તિ MHA ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર મુજબ મુક્ત કરવામાં આવશે.

 

COVID -19 અન્વયે નીચે જણાવેલ રાષ્ટ્રીય માર્ગદર્શિકા નું પાલન તમામ જાહેર કે ખાનગી ઉત્પાદન એકમો, કચેરીઓએ, બાંધકામ સાઇટ, દુકાનો વગેરે તમામએ કરવું ફરજિયાત રહેશે.

જાહેર સ્થળો:

  • તમામ જાહેર સ્થળો, કામના સ્થળો ઉપર મોઢા પર કવર ઢાંકવું ફરજિયાત રહેશે. 
  • જાહેર સ્થળો, કામ ના સ્થળો અને પરિવહન નો હવાલો ધરાવતી તમામ વ્યક્તિઓએ સામાજિક દૂરી નિભાવવી ખૂબ જરૂરી રહેશે. 
  • જાહેર જગ્યાઓ ઉપર 5 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા ના થાય તેની જવાબદારી જે તે સંસ્થા ના વડા ની રહેશે. 
  • લગ્ન પ્રસંગ, મૃત્યુ ના બનાવ ના લોકો ના જમાવડા નું જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા નિયમન કરવાનું રહેશે. 
  • જાહેર જગ્યાએ થૂંકવા બદલ દંડ કરવામાં આવશે. 
  • દારૂ, ગુટખા, તમાકુ વગેરે ના વેચાણ પર કડક પ્રતિબંધ રહેશે.

 

કામ ની જગ્યાઓ

  • તમામ કામ ની જગ્યાઓ ઉપર તાપમાન સ્ક્રિનિંગ ની વ્યવસ્થા રાખવાની રહેશે.
  • તમામ કામ ના સ્થળો એ સેનેટાઈઝર ની સગવડ રાખવાની રહેશે.
  • તમામ એકમોએ બે પાળી વચ્ચે 1 કલાકનું અંતર હોવું જરૂરી રહેશે.
  • તમામ એકમોએ પાળી ની વચ્ચે કામગિરિ ના સ્થળો ને સેનેટાઇઝ કરવાના રહેશે.
  • લંચ બ્રેક માં સામાજિક દૂરી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
  • 65 વર્ષ ઉપર ના વ્યક્તિઓ તથા 5 વર્ષ સુધીની ઉમર ના જેમના બાળકો હોય તેમણે ઘરે થી કામ કરવાની અનુકૂળતા આપવા પ્રત્સાહન આપવું જરૂરી રહેશે.
  • સામાન્ય રીતે સ્પર્શ ને વારંવાર સાફ કરવાનો રહેશે.
  • ફરજિયાત વારંવાર હાથ ધોવા અંગે કર્મચારીઓને જણાવવાનું રહેશે.
  • ફેક્ટરી, ઓફિસ નું મકાન, કોન્ફરન્સ હૉલ, વારંડા, પ્રવેશ દ્વાર, સાધન સામગ્રી તથા લિફ્ટ, વોશ રૂમ, પાણી પીવાના સ્થળો, દીવાલો સંપૂર્ણ જંતુ મુક્ત બનાવવાના રહેશે.
  • બહારગામ થી કામ ઉપર આવતા કામદારો માટે ખાસ પરિવહન ની વ્યવસ્થા ગોઠવવી જોઈશે. આ વાહનોને 30% થી 40% સુધી ની ક્ષમતા સાથે ચલાવવા પરવાનગી આપવાની રહેશે.
  • તમામ વાહનો ઉપર સ્પ્રે દ્વારા સેનિટાઇઝર દ્વારા જંતુ રહિત કરવાના રહેશે.
  • કામ ના સ્થળ માં પ્રવેશ કરતી તથા છોડતા કર્મચારી નું ફરજિયાત થર્મલ સ્કેનિંગ કરવાનું રહેશે.
  • કામદારો માટે આરોગ્ય વીમો ફરજિયાત બનાવવાનો રહશે.

  આ લેખ કેન્દ્ર સરકાર ના ગૃહ ખાતા દ્વારા જાહેર કરાયેલ નિર્દેશિકા ઉપરથી તૈયાર કરેલ છે. વાચકો ની સરળતા માટે લેખ સરળ ભાષામાં લખવા ટેકનિકાલીટી ઓછી કરવા પ્રયાસ કર્યો છે. આ લેખ સાથે બિડાણ માં આ માર્ગદર્શિકા નું ગુજરાતી ભાષાંતર મુકેલ છે. જે વાચકો વધુ વિગત માટે જોઈ શકે છે. આ ઉપરાંત જે તે રાજ્ય પોતાની માર્ગદર્શિકા 19.04.2020 સુધીમાં બહાર પડી દેશે તેવી માહિતી વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહી છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા નું  ગુજરાતી ભાષાંતર નીચે બિડેલ છે.  

Gujarati Guidelines

અપડેટ્સ:

21 એપ્રિલ 2020

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન માં રાહત આપવા અંગે સુધારા તથા ખુલાસાઓ અંગેના ઓર્ડર બહાર પાડવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

તા: 21 એપ્રિલ 2020 ના ઓર્ડર મુજબ:

સબ ક્લોઝ (xi) તથા (xii) ખાનગી એકમો માટે લોકડાઉન માં રાહતો આપવાનું જાહેર કરવામાં આવી છે. 

(xi) બાળકો ના અભ્યાસ માટે ની ચોપડીઓ ની દુકાનો

(xii) ઇલેક્ટ્રીક પંખા ની દુકાનો.

 

સબ ક્લોઝ 17 કે જેમાં વ્યક્તિઓના અવાર જવર અંગે છૂટછાટ આપવામાં આવેલ છે અને સબ ક્લોઝ (iii) ઉમેરવામાં આવી છે. 

(iii) “સી મેન” કે જેઓ ભારતીય પોર્ટ ઉપરથી સાઇન ઑન એન્ડ સાઇન ઓફ કરતાં વ્યક્તિઓ ને શરતો ને આધીન હેરફેર ની છૂટછાટ રહેશે.

આ ઉપરાંત એક વધારાનો ખુલાસો કરવામાં આવ્યો છે. સબ ક્લોઝ 11(v) માં જે પબ્લિક યુટિલિટી સેવાઓ ની વાત છે તેમાં પ્રિ પેઇડ મોબાઈલ ફેસિલિટી ના રિચાર્જ કરવા વાળા નો પણ સમાવેશ થઈ જાય છે. 

 

 

12 thoughts on “20 તારીખ થી આંશિક રીતે લોકડાઉન ખોલવામાં આવ્યું: શું તમારા માટે લોકડાઉન ખુલશે કે રહેવું પડશે હજુ ઘરે?? વાંચો શું છે સુધારાઓ…

  1. Ice crem bisnes and સપ્લાયર્સ માટે સુ છે તે જણાવજો

    1. અમુક એરિયા માં મરીન અને ટ્રેક્ટર સ્પેર્સ ને રિલિફ આપેલ છે. ગીર સોમનાથ કલેક્ટર દ્વારા વિગતવાર સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો નથી. મારી દ્રષ્ટિ એ એશો. ના આગેવાનો (4 થી વધુ નહીં) સાથે જય ડે. કલેક્ટર ને મળી રજૂઆત કરવી જોઈએ

  2. વિડીયોગાફી, ફોટોગ્રાફી કરતા હોય તે લોકો કય રીતે અત્યારે ગુજરાન ચલાવે એ માટે સરકાર કયક સહાય કરે એ મારી અપીલ છે.અત્યારે અમારી પાસે કય પણ કામ ન હોવાથી સરકાર ને નર્મવિનંતી છે .

    1. તમારી વાત ખૂબ સાચી છે. પણ તમને દુકાન ખોલવા પરવાનગી આપે પણ જો લોકોની અવરજવર પ્રતિબંધિત હોય તો દુકાન ખોલી ને કરશે શું. આર્થિક મુશ્કેલી છે તે બાબત ચોક્કસ છે.

  3. ઓટોમોબાઇલ સેક્ટર કે જે વાહનોના વેચાણ અને વાહનો સ્પેરપાર્ટ વેચાણની દુકાનો ધરાવે છે એમના માટે શું છે?

Comments are closed.

error: Content is protected !!