2018-19 ના આવકવેરા રિટર્ન ભરવાની મુદત પણ 30 નવેમ્બર સુધી વધારવામાં આવી
કોરોનાના કારણે કરવામાં આવ્યો વધારો, ટ્વિટર ઉપર કરવામાં આવી જાહેરાત
તા. 30.09.2020: આજે સવારે 2018 19 ના જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન ભરવાની મુદતમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. હવે નાણાકીય વર્ષ 2018-19 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના આધિકારી ટ્વિટર હેન્ડલ ઉપર આ અંગેનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. હવે, ઇન્કમ ટેક્સના વર્ષ 2018 19 ના બાકી રિટર્ન પણ 30 નવેમ્બર 2020 સુધી ભરી શકાશે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2019-20 માટેના રિટર્ન ભરવાની તારીખ અગાઉ 30 નવેમ્બર 2020 જાહેર કરવામાં આવેલ છે. હવે નાણાકીય વર્ષ 2018-19 તથા 2019-20 બન્ને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર થઈ ગઈ છે. કોરોનાના કારણે આવેલા આ વધારાથી કરદાતાઓને રાહત મળશે તે બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે