2018 19 ના જી.એસ.ટી.ના વાર્ષિક રિટર્ન ભરવાની મુદતમાં 1 મહિના માટે કરવામાં આવ્યો વધારો, 31.10.2020 સુધી ભરી શકાશે આ રિટર્ન

Spread the love
Reading Time: < 1 minute

હવે ઇન્કમ ટેક્સ ઓડિટ તથા જી.એસ.ટી. વાર્ષિકની મુદત સાથે થતાં ફરી કરવ્યવસાયીકો મુંજવણમાં!!!

તા. 30.09.2020: 2018 19 ના વાર્ષિક રિટર્નની મુદતમાં વધારાની જાહેરાત કરતું ટ્વિટ CBIC ના ટ્વીટર હેન્ડલ ઉપર કરવામાં આવેલ છે. હાલ બિહાર સહિત ઘણા રાજ્યોમાં ચૂટણીની આંચરસહિંતા લાગુ હોય ચૂટણીપંચની આ જાહેરાત માટે પરવાનગી લઈ લેવામાં આવેલ છે. માનવમાં આવે છે કે આ કારણેજ આ જાહેરાત કરવામાં નાણાંમંત્રાલય દ્વારા વિલંબ થયો હોય. હવે એક માસ માટેની મુદત વધતાં 2019-20 ના નાણાકીય વર્ષ ના ઇન્કમ ટેક્સ ઓડિટની મુદત્ત તથા 2018 19 ના જી.એસ.ટી. ઓડિટની મુદત સાથે થતાં ફરી કર વ્યવસાઈકો મુંજવણમાં મુકાઇ ગયા છે તેવા સમાચાર મળી રહ્યા છે. જી.એસ.ટી. વાર્ષિક રિટર્નની મુદત 31.12 સુધી વધારવામાં આવે તેવી આશા ટેક્સ પ્રોફેશનલ્સ સેવી રહ્યા હતા. કોરોના કાળમાં પણ એક મહિનાની રાહત કેટલી કારગત નીવડે છે તે તો આવનારો સમયજ કહી શકશે અન્યથા 31.10.2020 નજીક આવતા પછી આ પ્રકારે મુદત્ત વધારવાની માંગ શરૂ થઈ જશે તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર

error: Content is protected !!