21 ઓગસ્ટથી જી.એસ.ટી. નોંધણી નંબર લેવાની પદ્ધતિમાં આવ્યો મહત્વનો સુધારો!! જાણો વિગતો
Reading Time: < 1 minute
તા. 21.08.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધણી નંબર લેવાની પદ્ધતિમાં મહત્વનો સુધારો 21 ઓગસ્ટ 2020 થી લાગુ કરી દેવામાં આવ્યો છે. આ સુધારા અંતર્ગત નવા નંબરની અરજી આધાર વડે “ઓથેંટિક” કરવાની રહેશે. જો કરદાતા પોતાની અરજી આધાર વડે “ઓથેંટિક” નહીં કરે તો તેઓને જી.એસ.ટી. નંબર ધંધાના સ્થળની ખરાઈ કર્યા બાદજ આપવામાં આવશે. જી.એસ.ટી. ના અમલ પછી મોટા પાયે કરચોરીના અહેવાલો બહાર આવી રહ્યા છે. આ કરચોરી ડામવા આ પ્રકારે નિર્ણય કરવામાં આવ્યો હોવાનું કરનિષ્ણાતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
નોટિફિકેશન નો. 62/2020, તા: 20.08.2020: CGST Notification No. 62