30 સપ્ટેમ્બર 2019 અંગે ના નોટિફિકેશન વિષે સદી ભાષા માં સમજ

Spread the love
Reading Time: 3 minutes

ઉના, 04.10.2019: જી.એસ.ટી. કાઉન્સીલ ની 37 મી મિટિંગ માં જે જાહેરાતો કરવામાં આવેલ હતી તે અંગે ના નોટિફિકેશન તા. 30 સપ્ટેમ્બર ના રોજ મોડી રાત્રે બહાર પાડવામાં આવ્યા છે. આ નોટિફિકેશન રેઇટ અંગે ના છે. કાઉન્સીલ દ્વારા ધણી ચીજ વસ્તુઓ માં દર ઘટાડા બાબતે જાહેરાતો કરવામાં આવી હતી. આ જાહેરાતો અંગે ના નોટિફિકેશન બહાર પડતાં હવે આ જી.એસ.ટી ના દરો 01 ઓક્ટોબર 2019 થી લાગુ થઈ ગયા છે. આ નોટિફિકેશન માં ઘણી બધી વિગતો સમાવવા માં આવેલ છે. આ લેખ માં આ નોટિફિકેશન માં આપણાં વિસ્તાર માં ઉપયોગી નોટિફિકેશન વિષે ની વિગતો ની ચર્ચા કરવામાં આવેલ છે.

 1. આઈસ ક્રીમ, ટોબેકો તથા પાન મસાલા ના ઉત્પાદકો હાલ માં પણ જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશન નો લાભ લઈ શકતા ના હતા. હવે આ યાદી માં “એરિએટેડ વોટર” નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, હવે ઠંડા પીણાં ના ઉત્પાદકો પણ કંપોઝીશન નો લાભ લઈ શકશે નહીં. (નોટિફિકેશન 43/2019- સેન્નટ્ર્લ ટેક્સ, તા: 30.09.2019)

 

 1. “એરિએટેડ વોટર” ના સપ્લાય વાળા ને નોટિફિકેશન 2/2019 (સર્વિસ સેક્ટર માટે ના 6% કંપોઝીશન) માટે નો લાભ મળી શકશે નહીં. [નોટિ. 18/2019 સેન્ટરલ ટેક્સ (રેઇટ)

 

 1. “કેફીનેટેડ બ્રેવરેજ” ઉપર હવે થી 12% લેખે કંપેનશેશન સેસ લાગશે. (નોટિ. 2/2019 કંપેનશેશન સેસ (રેઇટ))

 

 1. ટોબેકો તથા મેન્યૂફેકચર્ડ ટોબેકો ની અવેજી વસ્તુઑ ઉપર ઇનવરટેડ રેઇટ ના કારણે કોઈ રિફંડ ઉદ્ભવતું હોય તો હવે તે નહીં આપવામાં આવે. [નોટિ. 3/2019 કંપેનશેશન સેસ (રેઇટ)]

 

 1. હોટેલ માટે ના દર માં કરવામાં આવેલ મહત્વ ના ફેરફારો. [નોટિ. 20/2019-યુનિયન ટેરી ટેક્સ (રેઇટ)][નોટિ. 20/2019-સેન્ટરલ ટેક્સ (રેઇટ)]

 

 • હવે 1000 થી માંડી ને 7500 સુધી ના રૂમ ના ભાડા ઉપર લાગશે 12% જી.એસ.ટી.

 

 • જો કોઈ હોટેલ નું ડિકલેર્ડ ટેરિફ 7500 થી વધુ હશે તેમના માટે રેસ્ટોરન્ટ સર્વિસ, બેંકવેટ સર્વિસ માં પણ જી.એસ.ટી. નો દર 18% રહેશે.

 

 • રૂમ ઉપર 7500 થી વધુ રકમ ઉઘરાવતી હોટેલ માટે જી.એસ.ટી. વેરા નો દર 18% રહેશે.

 

 1. રેસ્ટોરન્ટ ઉપરાંત આઉટડોર કેટરિંગ ઉપર પણ જી.એસ.ટી. નો દર 5% રહેશે. [નોટિ. 20/2019-યુનિયન ટેરી ટેક્સ (રેઇટ)] [નોટિ. 20/2019-સેન્ટરલ ટેક્સ (રેઇટ)]

 

 1. બેંકવેટ હૉલ સાથે કેટરિંગ ની સેવા ઉપર નો જી.એસ.ટી. નો દર 5%. [નોટિ. 20/2019-યુનિયન ટેરી ટેક્સ (રેઇટ)] [નોટિ. 20/2019-સેન્ટરલ ટેક્સ (રેઇટ)]

 

 1. સૂકી આમલી હવે થી કરમુક્ત રહેશે. [નોટિ. 15/2019-સેન્ટરલ ટેક્સ (રેઇટ)]

 

 1. તમામ પ્રકાર ના પાન, ફૂલ તથા છાલ થી બનેલ થાળી તથા કપ હવે કરમુક્ત રહેશે. [નોટિ. 15/2019-સેન્ટરલ ટેક્સ (રેઇટ)]

 

 1. જો કે 7500 ઉપર ના ટેરિફ ના હોટેલ રૂમ જ્યાં ભાડે આપવામાં આવતા હોય તેના રેસ્ટોરન્ટ માં રેસ્ટોરન્ટ તથા આઉટડોર કેટરિંગ સર્વિસ માટે નો દર 18% રહેશે. [નોટિ. 20/2019-યુનિયન ટેરી ટેક્સ (રેઇટ)]

 

 1. ડાયમંડ જોબવર્ક માટે નો જી.એસ.ટી. નો દર 1.5% રહેશે. [નોટિ. 20/2019-યુનિયન ટેરી ટેક્સ (રેઇટ)]

 

 1. બસ બોડી બિલ્ડીંગ ના જોબવર્ક નો જી.એસ.ટી. નો દર 18 % રહેશે. [નોટિ. 20/2019-યુનિયન ટેરી ટેક્સ (રેઇટ)]

 

 1. બસ બોડી બિલ્ડીંગ સિવાય ના જોબવર્ક નો જી.એસ.ટી. નો દર 12% રહેશે. [નોટિ. 20/2019-યુનિયન ટેરી ટેક્સ (રેઇટ)] આ નોટિફિકેશન ના અર્થઘટન બાબતે કરવેરા નિષ્ણાતો માં ઘણી દ્વિધા ઊભી થઇ રહી છે.

 

 1. અનાજ, કઠોળ, ફળો, શાકભાજી, કોપરા, શેરડી, નટસ, સ્પાઇસ, ગોળ, રો વેજીટેબલ ફાઈબર જેવા કે કોટન, ફ્લેક્સ, જ્યુટ વી., ઇંડિગો, અનમેનન્યુફેકચર્ડ ટોબેકો, બિટેલ લીવ્સ, તેંડુ લીવ્સ, કોફી તથા ચ ના સ્ટોરેજ તથા વેરહાઉસિંગ ને કરમુક્ત કરવામાં આવ્યું. [નોટિ. 21/2019, યુનિયન ટેરી ટેક્સ (રેઇટ)] [નોટિ. 21/2019, સેન્ટરલ ટેક્સ (રેઇટ)]

 

 1. મોટર વિહીકલ ભાડે આપવાની સેવા જો કોઈ કંપની ને આપવામાં આવેલ હશે તો તેનો ટેક્સ RCM (રિવર્સ ચાર્જ મિકેનિસ્મ) ઉપર કંપની એ ભરવા નો રહેશે. [નોટિ. 22/2019, યુનિયન ટેરી. ટેક્સ (રેઇટ)][નોટિ. 22/2019, સેન્ટરલ ટેક્સ (રેઇટ)]

 

 1. પોલીથીન ના વણાટ કરેલા કે વણાટ કર્યા સિવાય ના થેલા કે કોઠળા સ્ટ્રીપ  ઉપર નો જી.એસ.ટી. નો દર ઘટાડી 12% કરવામાં આવ્યો. [નોટિફિકેશન 14/2019-સેન્ટરલ ટેક્સ (રેઇટ)]

 

30.09.2019 ના રોજ લગભગ 12 થી વધુ નોટિફિકેશન આવ્યા છે. આ નોટિફિકેશનમાથી મને અંગત રીતે મહત્વ લાગ્યા હોય તેવા નોટિફિકેશન વિષે ઉપરોક્ત વિષય ઉપર ચર્ચા કરેલ છે. આપણાં ઉપરોક્ત નોટિફિકેશન વિષે નો મારો અભિપ્રાય છે. આ અંગે આપના ધંધા ને અનુરૂપ યોગ્ય માર્ગદર્શન મેળવવા આપના એડવોકેટ, CA કે ટેક્સ પ્રેકટીશનર ને મળી લેવું જરૂરી છે.                                                                                                ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!