વકીલ મૃત્યુ સહાય અને વકીલ માંદગી સહાયમાં વધારો કરાયો…
પ્રતિનિધિ દ્વારા
તા.30-03-2024 શનિવાર
વકીલ મૃત્યુ સહાય અને વકીલ માંદગી સહાયમાં વધારો કરાયો…
આજરોજ વકીલોની માતૃ સંસ્થા એવી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં (બીસીજી બોર્ડ)માં ગુજરાતના વકીલ સમુદાય માટે મહત્વપૂણઁ નિર્ણયો લેવામાં આવ્યા છે જે લીગલ રિપોર્ટર ટેક્ષ~એડવોકેટ હર્ષદ ઓઝા જણાવે છે કે વકીલ મૃત્યુ સહાયમાં 50,000 નો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે પછીના નાણાકીય વર્ષની શરૂઆતથી તારીખ 01-04-2024થી 4,50,000 ચૂકવવામાં આવશે. અને સાથે સાથે વકીલ માંદગી સહાય ની રકમ માં રૂ. ૨૦.૦૦૦ નો વધારો કરવા માં આવ્યો છે. અત્રે એક બાબત દરેક નોંધાયેલ વકીલ મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડમાં નિયમિત વાર્ષિક રીન્યુઅલ ફી ભરવી જોઈએ જે આવકાર્ય, જરૂરી અને ફરજિયાત પણ છે.
બીસીઆઈ એકઝામ રીઝલ્ટ ની બાબતે રજૂઆત માટે બીસીજી ની ટીમ બે દિવસ માં દીલ્હી બીસીઆઈ ચેરમેન ની રુબરુ મુલાકાત કરી રજૂઆત કરશે.
નામદર ગુજરાત હાઈકોર્ટના ચીફજસ્ટીશ સુનીતાબેન અગ્રવાલ સાહેબ ની સૂચના હુકમ મુજબ સમગ્ર ગુજરાતમાં આવેલા તાલુકા, જીલ્લા બાર એસોસીએસનો જુનીયસ વકીલોને નિયમિત અપડેટ રાખવા માટે તેમજ તેમને નિયમિતપણે કાયદા નુ જ્ઞાન મળતુ રહે તે હેતુએ દરેક બાર એસોસિએશન એકેડમીની સ્થાપના કરે અને આ એકેડમી મારફતે બાર એસોસિયેશન સીનીયર વકીલ સાહેબો, જેતે બારના કોર્ટ જજીશો નો શૈક્ષણિક ઉપયોગ કરી લીગલ સેમીનાર સ્ટડી સેમીનારનું સંકલન કરશે…
✍️ટેક્ષ~એડવોકેટ હર્ષદ ઓઝા
(મેમ્બર ઓફ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત, અમદાવાદ)