GST અંતર્ગત બુક્સ ઓફ એકાઉન્ટ ક્લોજ કરતી વખતે ધ્યાન માં રાખવા ના મુદ્દાઓની સરળ ભાષામાં સમજુતી.

Spread the love
Reading Time: 3 minutes

 

 

By Prashant Makwana

તારીખ : 16/03/2024

 

પ્રસ્તાવના

નાણાકીય વર્ષ 2023-24 પૂરું થય ગયું છે ત્યારે નાણાકીય વર્ષ 2023-24 ના  બુક્સ ઓફ એકાઉન્ટ આપને ક્લોજ કરી રહ્યા છી ત્યારે આપણે GST અંર્તગત ઓઉટપુટ ટેક્ષ લાયાબીલીટી અને ઈનપુટ ટેક્ષ ક્રેડીટ બાબતે કઈ કઈ બાબત ને ધ્યાન માં લેવી જોય તેની સરળ ભાષા માં સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.

  • ઓઉટપુટ ટેક્ષ લાયાબીલીટી 
  • બુક્સ ઓફ એકાઉન્ટ, GSTR-1 અને GSTR-3B માં વેચાણ અને ટેક્ષ લાયબીલીટી એક સરખી હોવું જોઈએ.
  • FIXED ASSETS નું વેચાણ કરેલ હોય તો તેને પણ GSTR-1 માં અને GSTR-3B માં દર્શાવવું જરૂરી છે.
  • નફા નુકશાન ખાતાની જમા બાજુ આપણે વેચાણ સિવાયની કોઈ પણ આવક બતાવેલા હોઈ તો તે જો GST ના દાયરામાં આવતું હોય તો તે GSTR-1 અને GSTR-3B માં દર્શાવવું જરૂરી છે.
  • E-WAY BILL અથવા E-INVOICE માં જે ટેક્ષ લાયબીલીટી  ડીકલેર થય હોય તેનાથી ઓછી ટેક્ષ લાયબીલિટી GSTR-3B માં ડીકલેર  નો થવી જોય.
  • ઈનપુટ ટેક્ષ ક્રેડીટ 
  • બુક્સ ઓફ એકાઉન્ટ ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ નું  GSTR-2B અને GSTR-3B  ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ સાથે રીકન્સીલેસન.
  • GSTR-3B માં જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ક્લેમ કરી છે તે GSTR-2B કરતા વધારે નો હોવી જોય.
  • બુક્સ ઓફ એકાઉન્ટ માં જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ હોય તેનું GSTR-3B ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ સાથે રીકન્સીલેસન કરવું જરૂરી છે. નાણાકીય વર્ષ 2022-23 ના ટેક્ષ ઇન્વોઇસ ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ GSTR-3B માં નાણાકીય વર્ષ 2023-4 માં ક્લેમ કરેલ હોય તો તેનું ઇન્વોઇસ વાઈસ લીસ્ટ બનાવી લેવું જરૂરી છે.
  • નાણાકીય વર્ષ 2023-24 ના ટેક્ષ ઇન્વોઇસ ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ GSTR-3B નાણાકીય વર્ષ 2024-25 માં ક્લેમ કરવાની હોય તો તેનું પણ ઇન્વોઇસ વાઈસ લીસ્ટ બનાવી લેવું હિતાવહ છે
  ITC ની વીગત CGST SGST IGST
  બુક્સ ઓફ એકાઉન્ટ મુજબ ITC      
+ નાણાકીય વર્ષ 2022-23 ની   ITC નાણાકીય વર્ષ 2023-24 માં ક્લેમ કરેલ છે તે ઉમેરવાની.      
નાણાકીય વર્ષ 2023-24 ની ITC નાણાકીય વર્ષ 2024-25 માં ક્લેમ કરવાની હોય તે બાદ કરવાની      
  GSTR-3B મુજબ ની ITC      
  • આપણે જેની પાસેથી માલની ખરીદી કરી છી તેને 180 દિવસમાં પેમેન્ટ કરી દેવું જરૂરી છે. જો 180 દિવસમાં પેમેન્ટ નો થયું હોય તે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ નું વ્યાજ સાથે  રિવર્સલ કરવાનું હોય છે તે કર્યું છે કે નય ? તે ચકાસી લેવું જરૂરી છે.
  • ITC REVERS કરવાની થતી હોય તો રિવર્સ કરી છે કે કેમ.
  • બુક માં જેટલી INPUT TAX CREDIT રહેતી હોય તેટલી જ ક્રેડીટ GST PORTAL પર હોવી જોઈ. અથવા બુક્સ માં જો ચલન ભરવાનું થતું હોય તો પોર્ટલ પર પણ તેટલું જ ચલણ હોવું જોઈ.
  • નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જેટલો ખર્ચ કે ખરીદી હોય તેને એક વાર ચકાસી લેવું અને તે પ્રોપર GATR-3B માં રેપોર્ટીગ થયું છે કે નય તે ચેક કરી લેવું.
  • નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માં જે ખર્ચ છે તેમાં RCM લાગુ પડતું હોય તો તે ચેક કરી લેવું અને તેટલો RCM ભર્યો છે કે નય તે જોવું.
  • આપણે જેની પાસેથી માલની ખરીદી કરી છે. તે વેપારી નો GST NUMBER પાછળની તારીખ થી કેન્સલ નથી થય ગયો ને તે ખાસ ચકાસી લેવું જરૂરી છે.

માર્ચ 2024 અથવા જાન્યુઆરી-માર્ચ-2024 નું GSTR -3B ફાઈલ કરતી વખતે જો ઉપર મુજબ ના મુદ્દાઓને ચકાસીને તેની અસર GSTR -3B માં આપવામાં આવે તો GST અંતર્ગત રીટર્ન સ્ક્રુટીની અથવા વ્યાજ થી બચી શકાય છે. આમ કરવાથી એક વર્ષની અસર અન્ય વર્ષમાં દર્શાવવા અંગેની મુશ્કેલીથી પણ બચી શકાય છે.

(લેખક થાનગઢ ખાતે ટેક્સેશન ઉપર પ્રેક્ટિસ કરે છે)

 

1 thought on “GST અંતર્ગત બુક્સ ઓફ એકાઉન્ટ ક્લોજ કરતી વખતે ધ્યાન માં રાખવા ના મુદ્દાઓની સરળ ભાષામાં સમજુતી.

Comments are closed.

error: Content is protected !!