ખુશ ખબર: જો થયો હશે GST નમ્બર રદ, તો કરવી શકશે ફરી ચાલુ

Spread the love
Reading Time: 2 minutes

તા. 23.04.2019 જી.એસ.ટી. કાયદા હેઠળ અમુક સમય માટેના રિટર્ન (પત્રક) ના ભરવાના કારણે સમગ્ર દેશમાં અનેક નોંધણી દાખલા રદ કરી નાખવામાં આવ્યા છે. નોંધણી દાખલો રદ થયા બાદ 30 દિવસ માં જવાબ આપી ના શકવાના કારણે તથા અપીલ ની મર્યાદા ચુકી જવાના કારણે આવા વેપારીઓ નિસહાય બની ગયા હતા.

આવા નોંધણી દાખલા જે રદ થઈ ગયાં હતાં તેમના માટે એક ખૂબ મહત્વ ના સારા સમાચાર આવ્યા છે(રિમુવલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર 5/2019). હવે 31.03.2019 સુધી માં જેમનો નોંધણી દાખલો રદ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ 22.07.2019 સુધીમાં રિવોકેશન ની અરજી કરી પોતાનું જી.એસ.ટી. રજિસ્ટ્રેશન પુનઃ સ્થાપિત કરી શકે છે.

વેપારી વર્ગ તથા ટેક્સ પ્રેક્ટિશનર વર્ગ વતી આ નિર્ણય ને ટેક્સ ટુડે ખૂબ આવકારે છે. આ ઓર્ડર બહુ પહેલા આવો જોઇતો હતો. પણ “દેર આયે દુરુસ્ત આયે”….ઘણા મોટા પ્રમાણમાં વેપારીઓને  આ ઓર્ડર ના કારણે રાહત મળશે તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

 

error: Content is protected !!