જી.એસ.ટી. સ્વીકાર્ય પણ જી.એસ.ટી. પોર્ટલ તો નહીં: જી.એસ.ટી. પોર્ટલ ના ધાંધીયા સામે ટેક્સ એડવોકેટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રેકટિશનર્સ દર્શાવશે સહિયારો વિરોધ:
તા:08.02.2020: જી.એસ.ટી. લાગુ થયાને લગભગ ત્રણ વર્ષ પૂરા થવાના છે. આ ત્રણ વર્ષ દરમ્યાન જી.એસ.ટી. પોર્ટલ ના કારણે જી.એસ.ટી. પ્રેક્ટિસ કરતાં પ્રોફેશનલ્સએ અપાર મુશ્કેલીઓ નો સામનો કર્યો છે. પોતાના અસીલ તથા દેશ ના હિતમાં આ વ્યવસાયિકો એ પોતાની ફરજ નિષ્ઠા થી નિભાવી છે. હવે આ ધાંધીયા થી કંટાળી આ વ્યવસાયિકો ના વિવિધ એશોશીએશન એક મંચ પર આવી પોર્ટલ ની ખામીઓ વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા જઈ રહ્યા છે.
આ આંદોલન માટે ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશોશીએશન, નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ, ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ-વેસ્ટ ઝોન, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ, , ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એશોશીએશન, ટેક્સ એડવોકેટ એશોશીએશન ઓફ ગુજરાત તથા ઇન્કમ ટેક્સ બાર એશોશીએશન દ્વારા એક મંચ પર આવી કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી છે. આ કાર્યક્રમ પૈકી તારીખ 12 ફેબ્રુઆરીએ તમામ જી.એસ.ટી. પ્રેકટિશનર્સ કાળી પટ્ટી ધારણ કરી રાજ્યભરમાં પ્રજાના ચુંટાયેલ પ્રતિનિધિઓને (MP તથા MLA) આવેદન પાઠવવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા સ્તરે કલેક્ટર, CGST તથા SGST ના અધિકારીઓ, વેપારી મંડળો ને પણ જી.એસ.ટી. પોર્ટલ વિરુદ્ધ આવેદન પાઠવવામા આવશે. આ ઉપરાંત અમદાવાદ ખાતે 18 ફેબ્રુઆરીએ ગાંધી ચિંધ્યા માર્ગે એક મૌન રેલી નું આયોજન કરવામાં આવશે. આ રેલી માં સમગ્ર ગુજરાત માંથી કર વ્યવસાયિકો મોટી સંખ્યા માં જોડાશે.
આ અંગે ટેક્સ ટુડે ના એડિટર ભવ્ય પોપટ સાથે ટેલિફોનિક વાત કરતાં ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશોશીએશન ના પ્રમુખ ઉર્વીશ પટેલ એ જણાવ્યુ હતું કે જી.એસ.ટી. સિસ્ટમને એક કર પ્રણાલી તરીકે અમે સૌ સ્વીકારીએ છીએ. આ વિરોધ પ્રદર્શન એ જી.એસ.ટી. સામે નહીં પરંતુ જી.એસ.ટી. પોર્ટલ સામે છે. જી.એસ.ટી. ને સફળ બનાવવો હોય તો જી.એસ.ટી. પોર્ટલ સુધારવું અનિવાર્ય છે. જ્યાં સુધી પોર્ટલ ને સુધારવામાં નહીં આવે ત્યાં સુધી જી.એસ.ટી. સફળ થઈ શકે નહીં. કર વ્યવસાયિકોની સમસ્યા સમજી સરકાર પોર્ટલ માં જરૂરી સુધારા કરે તે ખૂબ જરૂરી છે.
કોઈ પણ મુશ્કેલીનો અંત હોય છે. પણ આ બાબત જી.એસ.ટી. પોર્ટલ બાબતે ખોટી ઠરી રહી છે. જી.એસ.ટી. ના અમલ સમયથી પોર્ટલ માં અનેક ખામીઓ રહેલ છે જે અંગે વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે. છતાં પોર્ટલ પર હજુ સંખ્યા બંધ ખામીઓ રહેલ છે. આ ખામીઓ નો ભોગ કરદાતા વતી તેઓનો કામ કરનાર કર વ્યવસાયિકો બને છે. પોર્ટલ ના કારણે કર વ્યવસાયિકો એ ખૂબ માનસિક તથા શારીરિક તાણ ભોગવવી પડી છે. હવે, આ વ્યવસાયિકો ની કસોટી કરવાની જી.એસ.ટી. પોર્ટલ બંધ કરે તેવી ઉગ્ર માંગણી કર વ્યવસાયિકો માં ઉઠી રહી છે.
ટેક્સ ટુડે એ ટેક્સ ને સલગ્ન ન્યૂઝ પેપર છે. કર વ્યવસાયિકોને પડેલ અસહ્ય ત્રાસ નો મૂક સાક્ષી છે. ટેક્સ ટુડે આ તમામ એશોશીએશન સાથે છે. પોતાના તમામ વાંચકો કે જે ટેક્સ પ્રેકટીશ સાથે જોડાયેલ છે તેઓને અપીલ કરે છે કે આ કાર્યકર્મો તમારી તકલીફો દૂર કરવા માટે હોય કોઈ પણ ભોગે આ કર્યેક્રમો નો હિસ્સો બને. 12 ફેબ્રુઆરીએ પોતાના લોકલ-જિલ્લા સંગઠનો નો સંપર્ક સામેથી કરી તેઓને સાથ આપે. કોઈ પણ વ્યાવસાયિક ભાઈ-બહેનોને પોતાના લોકલ-જિલ્લા સ્તર ના સંગઠનો નો સંપર્ક ના થઈ શકે તો ટેક્સ ટુડે ના એડિટર ભવ્ય પોપટ નો 9924121700 ઉપર વોટ્સ એપ દ્વારા સંપર્ક કરવો. આપ ટેક્સ ટુડે ના નીચે જણાવેલ પ્રતિનિધિઓનો પણ સંપર્ક કરી શકો છો. જો તમે ખરેખર જી.એસ.ટી. પોર્ટલ ની ખામીઓ ના કારણે પરેશાની ભોગવી હોય તો 18 તારીખ ની મૌન રેલીમાં ભાગ લેવા અમદાવાદ પહોચવાની તકલીફ જરૂર ઉઠાવો. United we Stand… Divided we Fall: ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.
ટેક્સ ટુડે પ્રતિનિધિ ની યાદી | |||
નામ | મોં. નંબર | ગામ | |
1 | લલિત અમૃતલાલ ગણાત્રા | 9429417653 | જેતપુર |
2 | મોનીશ સુકેતુભાઈ શાહ | 9825026733 | અમદાવાદ |
3 | દિવ્યેશ પ્રવિણભાઇ સોઢા | 9327804131 | પોરબંદર |
4 | હેમાંગ પી. શાહ | 9825758697 | જૂનાગઢ |
5 | પ્રતીક વિજયાભાઇ મિશ્રાની | 8401093777 | જૂનાગઢ |
6 | ચિંતન દિપકકુમાર પોપટ | 9725321700 | બરોડા |
7 | નીરવ જિતેન્દ્રભાઇ ઝીંઝુવાડિયા | 9428190915 | અમરેલી |
8 | સમીર પી તેજુરા | 9712948500 | પોરબંદર |
9 | અલ્પેશ પી ઉપાધ્યાય | 9825291144 | વલસાડ |
10 | અજય નટવરલાલ મહેતા | 9824253066 | ભાવનગર |
11 | હર્ષદકુમાર વસંતલાલ ઓઝા | 9426176797 | મહેસાણા |
12 | પૂર્વેશ ઘનશ્યામ ગણાત્રા | 9825553344 | ભુજ |
13 | નિલેશ રમનીકલાલ લાખાણી | 9909185483 | કોડીનાર |
14 | રાજ નરેન્દ્રભાઇ ધાનેશા | 9274864444 | વેરાવળ |
16 | ઠક્કર સચિનકુમાર તુલસીદાસ | 9727060777 | ડિસા |
17 | ઇમરાન આશીફભાઈ ચોરવડા | 9624636700 | ઉના |