સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 21st June 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
- અમારા અસીલ પોતાના ધંધા માટે ખુરશી અને ટેબલ ખરીદે છે. સ્થાવર મિલકતની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં પરંતુ આ પ્રમાણે જંગમ હોય તેવા ફર્નિચરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેમણે મળે? જૂનેદ એફ કાથીવલા, એડવોકેટ,
જવાબ: હા, જી.એસ.ટી. કાયદા હેઠળ જંગમ હોય તેવા કેપિટલ ગુડ્સની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.
- અમારા અસીલ જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો ધરાવે છે. મારા અસીલ ખેતીની જમીન ખરીદી બિન ખેતી કરવી પ્લોટ પાડી તેમનું વેચાણ કરે છે. આ વેચાણ ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે? CA ઇરફાન કડીવાર, રાજકોટ
જવાબ: જી.એસ.ટી. કાયદાના પરિશિષ્ટ (શિડ્યુલ) III ની એન્ટ્રી 5 મુજબ જમીનનું વેચાણ એ જી.એસ.ટી. હેઠળ ના તો સર્વિસ ગણાય ના ગુડ્સ. આમ, પ્લોટનું વેચાણ કરવા ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે. પરંતુ ગુજરાત એડ્વાન્સ રૂલિંગ ઓથોરીટીનું દિપેશ અનિલકુમાર નાયક, (GUJ/GAAR/R/2020/11), તા. 19.03.2020 ના કેસમાં આપવામાં આવેલ આદેશ મુજબ કોઈ જમીનમાં રસ્તા, ડ્રેનેજ જેવી “ડેવલોપમેન્ટ એક્ટિવિટી” કરવામાં આવી હોય ત્યારે આ પ્લોટનું વેચાણ ટેકસેબલ બને.
- અમારા અસીલ એક પ્રાઈવેટ લિમિટેડ કંપની છે. તેઓ રોડ બનાવવાના કામ કરે છે. તેઓ બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી મજૂરીની સેવાઑ લે છે. શું આ મજૂરીની સેવાઓ ઉપર અમારા અસીલની RCM ની જવાબદારી આવશે? જો RCM ની જવાબદારી આવે તો કેટલા ટકા જી.એસ.ટી. લાગે? અરવિંદ પટેલ, અમદાવાદ
જવાબ: જી.એસ.ટી. કાયદા હેઠળની કલમ 9(4) હાલ માત્ર રિયલ એસ્ટેટ ડેવલોપરના કિસ્સામાં લાગુ પડે છે. તમારા અસીલ વર્કસ કોન્ટ્રાકટર હોય, બિનનોંધાયેલ વ્યક્તિ પાસેથી લેવામાં આવેલ મજૂરીની સેવાઓ ઉપર RCM ની કોઈ જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
- અમારા અસીલ જોબ વર્કના વ્યવહાર કરે છે. તેઓ પોતાનો માલ જોબવર્ક માટે B ને મોકલે છે. આ પૈકી અમુક માલ વધુ જોબવર્ક માટેB દ્વારા C ને મોકલવામાં આવે છે. જોબ વર્કનું જે બિલ બનાવવામાં આવશે તે C દ્વારા B ના નામે બનાવવામાં આવશે. પ્રશ્ન એ છે કે શું B દ્વારા C ને જોબવર્ક પર માલ મોકલવામાં આવે છે તે ડિલિવરી ચલણ ઉપર મોકલી શકાય? C દ્વારા B ને બિલ આપવામાં આવે તે યોગ્ય ગણાય? મંથન સરવૈયા
જવાબ: હા, અમારા માટે જોબ વર્કર B પેટા જોબ વર્ક માટે C ને ડિલિવરી ચલણથી માલ મોકલી શકે છે. C દ્વારા જે B ને જોબવર્ક નું બિલ આપવામાં આવે છે તે અમારા મતે બરોબર ગણાય કારણકે C અને B વચ્ચે જ આ કોન્ટ્રાક્ટ થયો ગણાય, A સાથે C ને કોઈ “પ્રિવિટી ઓફ કોન્ટ્રાક્ટ” ઊભું થાય નહીં.
- અમારા અસીલ દ્વારા માર્ચ મહિનાના જી.એસ.ટી. રિટર્નમાં ભરવા પાત્ર રકમ 50000/- CGST/ SGST ના સ્થાને IGST દર્શાવાઇ હતી. અમારા અસીલનું કોઈ ટર્નઓવર IGST સામે નથી. મે મહિનાના GSTR 1 માં એમેંડમેંટ કરતાં ઓટો પોપ્યુલેટ થયેલ 3B પ્રમાણે CGST/SGST ની જવાબદારી 50000 જેટલી વધી ગઈ. પરંતુ IGST હેઠળ જવાબદારી ઘટી નથી. શું આ રકમ હું ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તરીકે લઈ અમારી જવાબદારી ઓછી કરી શકું છું? સચિન ઠક્કર, એડવોકેટ, ડીસા
જવાબ: તમારા અસિલે સર્ક્યુલર 26/2017 મુજબ હાલ જે વધારાનો ટેક્સ CGST તથા SGST માં ઊભો થયો છે તે ભરી આપવો જોઈએ. ભવિષ્યમાં સંપ્ટેમ્બર સુધીજો IGST નું વેચાણ આવવાની શક્યતા ના હોય તો IGST નું રિફંડ લેવું પડે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- મારા અસીલ દ્વારા એક ખરીદનાર પાસેથી નાણાકીય વર્ષ 2021 22 માં 1.5 કરોડની રકમની રિસીપ્ટ થઈ છે. આ પૈકી નાણાકીય વરસ 2021-22 નું વેચાણ માત્ર 70 લાખ જ છે. અમારા અસીલ 194 Q હેઠળ TDS કરવા જવાબદાર છે. TDS કરવા જવાબદાર હોય ત્યારે TCS લાગે નહીં તેવો ખુલાસો કરવામાં આવેલ છે. તો આવા સંજોગોમાં TDS અને TCS ની જવાબદારી કેવી રીતે આવે? શું વેચનારે 1 કરોડ ઉપર TCS કરવાનો રહે કે ખરીદનાર દ્વારા TDS કરવાનો રહે? ભાવિન નથવાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, વેરાવળ
જવાબ: જે કિસ્સામાં તમારા અસીલની TDS કરવાની જવાબદારી આવે તેવા કિસ્સામાં TCS કરવાની જવાબદારી રહે નહીં. આમ, તમારા અસીલ TDS ની જોગવાઇઓ મુજબ TDS કરે તો તે વ્યવહારો ઉપર TCS ની જોગવાઈ લાગુ પડે નહીં તેવો અમારો મત છે.
- અમારા અસીલ ખેતીની જમીન ખરીદી તેને N A (બિન ખેતી) કરાવી તેનું ફ્લોટિંગ કરી વેચાણ કરે છે. આ ફ્લોટિંગ ઉપર થતી આવક એ ધંધાકીય આવક ગણાય કે મૂડી નફાની આવક ગણાય? CA ઇરફાન કડીવાર, રાજકોટ
જવાબ: કોઈ પણ આવક ક્યાં હેડ માં ટેકસેબલ થશે તે કરવામાં આવતા વ્યવહાર ઉપરથી નક્કી થાય. તમારા અસીલ જે ખેતીની જમીન ખરીદી બિન ખેતી કરવી પ્લોટ પાડી વેચાણની પ્રવૃતિ કરે છે તે સામાન્ય રીતે ધંધાકીય આવક ગણાય તેવો અમારો મત છે.
- અમારા અસીલ ઇન્કમ ટેક્સ કાયદાની કલામ 139(4) હેઠળ પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન બિલેટેડ ભરે છે. શું આ બિલેટેડ રિટર્ન માટે પણ 206AB તથા 206 CCA હેઠળ ઊંચા દરે TDS/TCS લાગુ પડશે? પ્રશાંત મકવાણા, એડવોકેટ
જવાબ: ના, ઊંચા દરે TDS/TCS તો જ લાગે જો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં ના આવ્યું હોય. બિલેટેડ રિટર્ન પણ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ વેલીડ રિટર્ન છે અને આ કિસ્સામાં ઊંચા દરે TDS/TCS ના લાગે તેવો અમારો મત છે.
:ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિતિ થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.