ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોશીએશનની પ્રતિષ્ઠાભરી ચુંટણી યોજાઇ: વિનોદભાઈ પરમાર બન્યા વર્ષ 2021-22 માટે સંસ્થાના પ્રમુખ
તા. 02.07.2021: ગુજરાત રાજ્યના જી.એસ.ટી. ક્ષેત્રે પ્રેક્ટિસ કરતાં ટેક્સ પ્રોફેશનલ્સ માટેના સૌથી મોટા એસોશીએશન ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોશીએશનની ચુંટણી 01 જુલાઇ 2021 ના રોજ ઓરિએન્ટ ક્લબ, અમદાવાદ ખાતે યોજાઇ હતી. આ ચુંટણીમાં કુલ 12 ઉમેદવારો હતા. આ પૈકી 11 સભ્યોને કારોબારી સમિતિના સભ્યો તરીકે ચૂંટવાના હતા. સવારે 11 થી 3 વચ્ચે યોજાયેલ મતદાન માટે અમદાવાદ તથા સમગ્ર રાજ્યમાંથી સંસ્થાના સભ્યો મત આપવા માટે આવ્યા હતા. આ ચુંટણીમાં કુલ 443 મતો આપવામાં આવ્યા હતા. મતદાન બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ મતો પૈકી 9 મતો રદ થયા હતા. આ પ્રતિસ્થાસભર ચુંટણીમાં ઉમેદવારોને નીચે મુજબ મતો મળ્યા હતા.
(ઉમેદવારોના ક્રમ અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે આપેલ છે)
ઉમેદવારનું નામ મળેલ મત
- બિપિનભાઈ ભાવસાર 434
- દર્શિતભાઈ શાહ 434
- ધ્રુવભાઈ શાહ 433
- હર્નિશભાઈ મોઢ 422
- જયેશભાઈ શાહ 432
- કિરીટભાઈ પટેલ-મહેસાણા 430
- મેહુલભાઈ શાહ 433
- નિતેશભાઈ શાહ 433
- નરેન્દ્રભાઈ કરકર 432
- શૈલેષભાઈ મકવાણા 429
- વિનોદભાઈ પરમાર 425
મતગણતરી બાદ કારોબારી સમિતિની પ્રથમ બેઠકમાં હોદેદારોની નિમણૂંક કરવામાં આવેલ હતી. વર્ષ 2021-22 માટેના સંસ્થાના હોદેદારો નીચે મુજબ રહેશે.
- વિનોદભાઈ પરમાર પ્રમુખ
- હર્નિશભાઈ મોઢ ઉપ પ્રમુખ
- શૈલેષભાઈ મકવાણા માનદ્દ મંત્રી
- કિરીટભાઈ પટેલ માનદ્દ મંત્રી
- નરેન્દ્રભાઈ કરકર ખજાનચી
ચુંટણીની પ્રક્રિયા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોરોના પ્રોટોકોલને ધ્યાને રાખી વારીશભાઈ ઈશાનીની આગેવાનીમાં ચુંટણી સમિતિ દ્વારા પાર પાડવામાં આવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે